SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ચૂલિકા “શ્રી ત્રિસૂત્ર માપ૨ - મારૂ આત્માને નિશ્ચયથી શક્તિ અનુસાર હમેશાં પરલોકના અપાય (દુ:ખ)થી બચાવવો જોઈએ, કેવી રીતે? ઉત્તર–સ્પર્શના વિગેરે બધી ઈદ્રિયોને વિષયમાં કુમાર્ગે જતાં અટકાવીને, સમાધિવાળા થવું, જો તે પ્રમાણે આત્માની રક્ષા કરવામાં ન આવે, તો જન્મ મરણના માર્ગરૂપ સંસારમાં ભ્રમણ કરવું પડે, પણ સૂત્રમાં લખ્યા પ્રમાણે અપ્રમાદ પણે આત્માની રક્ષા કરવામાં આવે, તે શરીર અને મનના અનેક પ્રકારના દુઃખોથી મૂકાય છે, જેથી જન્મ મરણ ફરીથી ન થાય, અને એકાન્ત શ્રેષ્ઠ શાન્તિપદ (મોક્ષ)ની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે. વિગેરે પૂર્વ માકફ જાણવું. હવે બાકી રહેલી વક્તવ્યતા ને કહે છે. ll૧૬) छहिं मासेहि अहीअं, अझयणमिणं तु अज्जमणगेणं । छमासा परिआओ, अह कालगओ समाहीए ॥३७०॥ છ માસે આ દશવૈકાલિક નામનું અધ્યયન આર્યમનક મુનિ (મનક મુનિ નામના સાધુ) એ ભર્યું. (આર્ય શબ્દનો અર્થ એ છે કે ત્યાગવા યોગ્ય જે પાપો છે તેનાથી શીઘ દૂર થાય છે. તે આર્ય, અને મનક એવું નામ એ બંને મળી, આર્યમનક શબ્દ થયો છે. તેમનું આયુષ્ય દીક્ષા લીધા પછી છ માસ હતું તેટલામાં આ સૂત્ર ભણીને આગમમાં કહેલી વિધિએ શુભ લેશ્યાના ધ્યાન વડે સ્વર્ગવાસ થયા. અહીંયાં વૃદ્ધવાદ (પૂર્વાચાર્યનું કથન) આ પ્રમાણે છે કે જેમ મનક સાધુએ દશવૈકાલિક સૂત્ર ભણી આરાધના કરી તેમ બીજાઓને પણ તે ભણવાથી આરાધના થાઓ.I૩૭oll आणंदअसुपायं कासी सिज्जभवा तहिं येरा । जसभहस्स य पुछ कहणा अ विआलणा संघे ॥३७१॥ જ્યારે તેનું મરણ થયું, ત્યારે મનક સાધુના ગુરુ જે આ સૂત્રના ઉદ્ધારક છે, તે શધ્યમ્ભવ સૂરિએ આંખમાંથી હર્ષના આંસ મૂક્યાં કે એણે સારી રીતે સુત્રની આરાધના કરી છે, તે વખતે ગુરુની આંખમાં આંસુ જોઈને તેમના પ્રધાન શિષ્ય યશોભદ્ર મહારાજે પૂછ્યું કે સાધુને રાગ ન હોય, છતાં એક શિષ્યના મરણથી આપને આવો સંસાર સ્નેહ કેમ થયો? ગુરુએ ખુલાસો કર્યો કે આ ગૃહસ્થપણાનો મારો પુત્ર છે, અને તેણે સારી આરાધના કરી, તેથી મને હર્ષનાં આંસુ આવ્યાં છે. તેથી બધા શિષ્યો પશ્ચાત્તાપ કરવા લાગ્યા, કે હે પૂજ્ય! આપે પ્રથમ અમોને કેમ ન કહ્યું? અમો ગુરુ પુત્રની સેવા કરત. ગુરુએ કહ્યું કે તેમાં તમારો દોષ નથી પણ તે શિષ્ય સાધુઓની સેવા કરે, તેથી તેને સૂત્ર ભણવાની સાથે વૈયાવચ્ચનો પણ મહાન લાભ થાય, પણ જો મેં કહ્યું હોત તો તમો તેની પાસે સેવા કરાવત નહિ. તો તેને વૈયાવચ્ચનો લાભ મલત નહિ. આ દશ વૈકાલિક સત્ર તેના છ માસના અલ્પ આયુષ્ય માટે મેં ઉદ્ધર્યું છે, તે વખતે સંઘે જાણ્યું. અને ભવિષ્યમાં પડતા કાળમાં ઘણા જીવોને આ ટૂંકામાં મહાન સારવાળું સૂત્ર લાભકારક થશે, એથી તે કાયમ રહેવા દો. એવી સંઘે ગુરુને પ્રાર્થના કરી. (અને ત્યારથી આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનને બદલે તેની વાંચના શરૂ થઈ.) આ પ્રમાણે સૂત્ર અનુગમ કહ્યો, અને નયોનું વર્ણન પૂર્વે કહ્યું છે. દશ વૈકાલિકની પાછલી ટીકા પહેલાં અધ્યયનના છેવટમાં આવી ગઈ છે, માટે સ્થાન શૂન્ય ન રહે, તેથી ટૂંકાણમાં કહે છે, જ્ઞાનવાદી અને ક્રિયાવાદી એ બંને પોત પોતાનું એકાન્ત સ્થાપે છે, જ્ઞાનવાદી કહે છે, કે જ્ઞાન જ હિત અહિતની ઓળખાણ કરાવી મોક્ષે પહોંચાડે છે, ક્રિયાવાદી પોતાનું સ્થાપે છે કે જ્ઞાનથી કંઈ થવાનું નથી પણ ક્રિયા એટલે સામાયિકથી લઈ યથાખ્યાતચારિત્ર છે તેને આરાધનારો મોક્ષ પ્રાપ્તિ કરે છે. જિનેશ્વરના મત પ્રમાણે જ્ઞાન અને ચારિત્ર મળવાથી જ કાર્ય સિદ્ધિ છે. બહ નયો એટલે અભિપ્રાયોનું છેવટ તત્ત્વ એ છે કે સાધુએ સમ્યગુજ્ઞાન ભણવા સાથે ચારિત્રની નિત્ય આરાધના કરવી. આ પ્રમાણે દશવૈકાલિક સૂત્રની બીજી ચૂડા સમાપ્ત થઈ હરિભદ્ર સૂરિકૃત ટીકા સમાપ્ત થઈ અને દશ વૈકાલિક સૂત્ર સમાપ્ત થયું.II૩૭૧// છે શ્રી ૐ શાંતિ શાંતિ શાંતિઃ | – ૧૦૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy