SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दरांवैकालिकसूत्र भाषांतर - भाग ३ બીજી ચૂલિકા અનુગમ કહ્યો હવે નયો તે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આમ સાત ભેદે છે. આ નયોનું સ્વરૂપ આવશ્યકના સામાયિક અધ્યયનમાં બતાવેલ છે. માટે અહીં વિસ્તાર કરતા નથી. અહીં સ્થાન શૂન્ય ન રહે તે માટે જ્ઞાન તપ અને ક્રિયા નયના ભાવ દ્વાર વડે સંક્ષેપથી કહે છે. ત્યાં જ્ઞાન નય કહે છે. કે જ્ઞાન જ આલોક અને પરલોકના ફળનું કારણ યુક્તિએ કરીને યોગ્ય છે. તે બતાવે છે. णायंमि गिव्हियब्वे अगिहियव्वंमि चेव अत्यंमि । जइयव्यमेव इइ जो उवएसो सो नओ नाम ટીકા નો અર્થ – સારી રીતે જાણ્યા પછી એટલે આ સ્વીકારવું, આ છોડવું એ બન્નેનું ભેગું રહેલું ઉપેક્ષણીય પણ સાથે જણાય છે. આમાં એમ સમજવું કે જાણ્યા પછી જ આ લેવું કે ન લેવું કે ઉપેક્ષા કરવી તે જાણીતામાં થાય, પણ અજાણ્યામાં કેવી રીતે થાય? આ લોકમાં લેવા યોગ્ય ફૂલની માળા, ચંદન, સ્ત્રી વિગેરે છે અને ન લેવા યોગ્ય ઝેર, શસ્ત્રનો ઘા, કાંટા વિગેરે; અને ઉપેક્ષા કરવા યોગ્ય ઘાસ, ધૂળ વિગેરે. અને પરલોક સંબંધી સમ્યગ્દર્શન વિગેરે લેવા યોગ્ય છે. તથા મિથ્યાત્વ વિગેરે ત્યજવા યોગ્ય છે અને વિવક્ષા વડે અભ્યુદય વિગેરે ઉપેક્ષા કરવા યોગ્ય છે. આ અર્થમાં યત્ન કરવો. એટલે આ અનુક્રમે આલોક પરલોકના ફળના ઇચ્છુક જીવે યત્ન કરવો. તે અજાણ્યામાં વર્તતાં ફળ સિદ્ધિ થતી નથી. એજ પ્રમાણે બીજાઓ પણ કહે છે કે विज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदा मता । मिथ्याज्ञानात्प्रवृत्तस्य, फलप्राप्तेरसंभवात् ॥१॥ ‘જ્ઞાન તેજ પુરુષોને ફલ દેનાર છે, પણ ક્રિયા ફ્લવાળી નથી. મિથ્યા અને અજ્ઞાનથી પ્રવર્તેલાને ફળ પ્રાપ્તિનો અસંભવ છે.’ તેથી પરલોકના ફળ ઇચ્છનારે જાણીતામાં જ પ્રવર્તન કરવું. જૈન સિદ્ધાંત પણ તેમજ કહે છે– पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अण्णाणी किं काही ? किंवा नाहीइ छे अपावगं ॥१॥ પહેલું જ્ઞાન અને પછી દયા. આ બધા સાધુઓને આશ્રયીને છે. બિચારો અજ્ઞાની શું કરશે? અથવા પુન્ય પાપને કેવી રીતે જાણશે? વિગેરે છે અને તેથી જ એમ સ્વીકારવું કે જ્ઞાન એ મુખ્ય છે. જે જ્ઞાન વડે તીર્થંકર ગણધરોએ ફક્ત અગીતાર્થને વિહારાદિક ક્રિયાનો પણ નિષેધ કર્યો છે. આગળ કહે છે કે गीअत्यो अ विहारो बिइओ गीअत्यमीसिओ भणिओ । एतो तइअविहारो णाणुष्णाओ जिणवरेहिं ॥१॥ ગીતાર્થનો વિહાર હોય અથવા ગીતાર્થ સાથે વિહાર હોય તે સિવાય ત્રીજો વિહાર જિનેશ્વરે કહ્યો નથી. એમ અભિપ્રાય છે કે આંધળા પાછળ આંધળો જાય તો સીધે રસ્તે ન જાય તેમ પ્રથમ ક્ષય ઉપમિક જ્ઞાન બતાવ્યું. ક્ષાયિકને આશ્રયીને પણ તેનું જ વિશિષ્ટ ફળ સાધનપણું જાણવું. વળી જિનેશ્વરને પણ સંસાર સમુદ્રને કિનારે આવ્યા છતાં દીક્ષા ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ તપચરણ કરે તો પણ જ્યાં સુધી જીવ અજીવનું સંપૂર્ણ વસ્તુનું સ્વરૂપ બતાવનાર કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ નથી. માટે આલોક પરલોકમાં જ્ઞાન જ ફળનું કારણ છે. આ જે ઉપદેશ અપાય તે નય જાણવો. આ ન્યાય વડે જ્ઞાનનું પ્રધાનપણું બતાવી જ્ઞાનવાદી જ્ઞાનનય સિદ્ધ કરે છે. આ જ્ઞાન વચન ક્રિયા રૂપે આ અધ્યયનમાં જ્ઞાન રૂપ તેજ લેવું આ ઇચ્છે છે કે આનું જ્ઞાન સ્વરૂપ જ છે તેથી અને વચન ક્રિયા તો તેના કાર્ય પણે તેને અધીન હોવાથી તે ઇચ્છતો નથી. ગુણ ભૂતમાં તે ઇચ્છે છે. આ જ્ઞાનવાદી ક્રિયાને સાધારણ માનીને તે ઉડાવવા ઇચ્છે છે. હવે ક્રિયાનય બતાવે છે. હવે ક્રિયાવાદી કહે છે કે ક્રિયા જ પ્રધાન છે. આલોક પરલોકના હિત માટે યુક્તિઓ કરીને તેજ યુક્ત છે. આ લક્ષણવાળી ગાથાને જ પોતાના પક્ષની સિદ્ધિ માટે કહે છે. नायम्मि गिहियव्वे अगिहियव्वं चेव अत्यंमि । जइयव्वमेव ईई उवएसो सो नओ नाम ॥ ક્રિયા નય દર્શન અનુસારે વ્યાખ્યા એટલે જણાયેલી વાતમાં લેવા છોડવા યોગ્ય વસ્તુમાં આલોક પરલોકના હિત માટે વર્તવું એ જ શ્રેયસ્કર છે. કારણ કે પ્રવૃત્તિ કર્યા વિના એકલા જ્ઞાનીને ફળ સિદ્ધિ દેખાતી નથી. ૧૧૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy