SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રવિક્રૂત્ર માંતર - મન રૂ બીજી ચૂલિકા વરસ છોડીને પછી ચોમાસું કરવું એથી વધારે શું કહે. પણ દરેક રીતે સિદ્ધાંતમાં કહેલા માર્ગે સાધુ ચાલે, તેમ પૂર્વ અને પછી એ બંનેમાં વિરોધ ન આવે. એવો યુક્તિએ પ્રમાણ તથા પરમાર્થ સાધનરૂપ ઉત્સર્ગ અપવાદ સહિત જેમ શાસ્ત્રમાં કહ્યું હોય, તે પ્રમાણે પોતે વર્તે એટલે જરૂર પડતાં કારણે રહેવું પડે તો દર માસે સાધુ સંથારો ગોચરી વિગેરે બદલતો રહે. તે પ્રમાણે વાંદણાં પ્રતિક્રમણ વિગેરેમાં પણ વિધિસર અનુષ્ઠાન કરતો રહે, પણ લોકની ડેરી (ચીડવાટ)થી ખેદ પામીને મૂકી ન દે, જો મૂકી દે તો આશાતના થાય. આ પ્રમાણે જુદે જુદે સ્થાને વિચરતો રહે. હવે તેના ગુણોના ઉપાય બતાવે છે. ll૧૧ ___ जो पुवरत्तावररत्तकाले, संपेहई अप्पगमप्पएण । कि मे कूड? किं च मे किच्यसेसं? किं सक्कणिज्ज न समायरामि? ॥१२॥ મેં શું કર્યું, અને શું કરવાનું છે, તે મધ્ય રાત્રિએ ઉઠીને વિચારવું, અને ઉંમરના પ્રમાણમાં મારે શું શક્ય છે? “અને તે પ્રમાણે હું કેટલું આચરું છું. એ બધું શાસ્ત્ર રીતિએ વિચારવું.” જો તે નહિ કરું તો ગયેલો કાળ ફરીથી આવવાનો નથી. ૧૨IE किं मे परो पासड़? किं व अप्पा? किं वाहं खलियं न विवज्जयामि? इच्वेव सम्म अणुंपासमाणो, अणागयं नो पडिबंध कुज्जा ॥१३॥ હું કેટલે અંશે સ્મલિત થયો છું. અને તે મારૂં વિરૂદ્ધ વર્તન બીજો કોઈ જુએ છે, અને તે જોનારો જૈન છે, કે જેનેતર?તથા મારો આત્મા પોતે જુએ છે કે નહિ, વળી મારૂ અલિત (ભૂલો સુધારૂ છું કે નહિ, એવું ઉત્તમ સાધુ આગમમાં કહેલી વિધિએ સારી રીતે હમેશાં તપાસતો રહે, તેમ ભવિષ્યકાળમાં પાપના પ્રબંધની ચિંતા પણ ન કરે. II૧૩ जत्थेव पासे कइ दुप्पउत्तं, कारण वाया अदु माणसेणं, तत्येव धीरो पडिसाहरेज्जा, आइण्णो खिप्पमिव क्खलीणं ॥१४॥ જે સાધુને ભૂલ કબૂલ કરવાનું આ પ્રમાણે હેય, એટલે મન વચન અને કાયાથી ધર્મ ઉપધિના પ્રતિલેખન વિગેરેમાં પોતાની ભૂલ થએલી જુએ, તો ધીરજવાળો થઈને, પોતાની ભૂલ સુધારી લે, જેમ ઉત્તમ જાતિનો સારી ચાલવાળો ઘોડો કોઈ જગ્યાએ ઠોકર ખાય, પણ તુર્ત જ સાવધાન થઈને પોતાના માલિકને બચાવી લે છે, તે પ્રમાણે ઉત્તમ સાધુ પોતાની થએલી ભૂલને સુધારી લે છે.ll૧૪ો जस्सेरिसा जोग जिइंदियस्स, थिईमओ सप्पुरिसस्स निच्यं । तमाहु लोए पडिबुद्धजीवी, सो जीवई संजमजीविएण ॥१५॥ - જે સાધુને પોતાના હિતની વિચારવાની પ્રવૃત્તિ રૂ૫ મન વચન કાયાનો વ્યાપાર છે, તે સાધુ પોતાની ઇિંદ્રિયોને જીતી, સંયમમાં ધીરજ રાખી પ્રમાદનો જય કરે તે સત્ પુરુષની લોકોમાં નિત્ય પ્રશંસા થાય છે, એટલે જ્યારથી તેણે દીક્ષા લીધી, સામાયિક ઉચ્ચર્યું તે મરતાં સુધી તેના ઉત્તમ ચારિત્રથી લોકો તેને પ્રતિબદ્ધ જીવી કહે છે, તેજ સંયમ જીવિતથી જીવે છે. I૧૫. अप्पा खलु सययं रविवयवो, सबिदिएहिं सुसमाहिएहिं । अरक्खिओ जाइपहं उदेई, सुरक्खिओ सबदहाण मुख्यइ ॥१६॥ રિ રેમ છે વિવાદિગા જૂના સત્તા મારા ૧૦૮ -
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy