SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ચૂલિકા શ્રી ત્રિવત્ર મતપત૬ - ભાગ ૨ થાય, અને ગૃહસ્થને બહુ પાપ લાગે, તેમ સાધુ વચનથી સ્તુતિ પણ ન કરે, તથા કાયાથી નમસ્કાર પણ ન કરે, તેમ ની સત્કાર પણ સાધ ન કરે. જો તમે કરે તો ઊપરના જ દોષો લાગુ પડે છે. આ દોષો દૂર કરવાને માટે જ ગૃહસ્થોની સેવા નહિ કરનારા એવા ઉત્તમ સાધુઓનો સાધુ સંસર્ગ કરે કે જેથી પોતાના મહાવ્રતો વિગેરેનું રક્ષણ થાય જો ગૃહસ્થની સાથે સાધુ રહે તો તેના સંસારી કૃત્યની અનુમોદનાનું પાપ લાગે (નવમી ગાથાનું આ પદ ભવિષ્યના વિષય માટે જ છે, જે વખતે પ્રણયન કાળમાં સંક્લિષ્ટ સાધનો અભાવ છે, પ્રણયન એટલે ઉપદેશ આપે તેવા સમયમાં ગૃહસ્થનો સંસર્ગ ન કહેવાય, પણ પાછળથી સંસર્ગ ન કરવો તેવો ઉપદેશ છે, જેઓ ગૃહસ્થનો અતિ પરિચય રાખે છે, તેમને પાસસ્થા પતિત સાધુ કહેવા માટે તેવા સાધુનો સંસર્ગ ન કરવો.)IGI न या लभेज्जा निउणं सहाय, गुणाहियं वा गुणओ सम वा । एक्कोऽवि पावाई विवज्जयतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥१०॥ કદાચ કાળના દોષથી સંયમ અનુષ્ઠાનમાં કુશળ અને પરલોક સાધવામાં તત્પર એવો બીજો કોઈ સોબતી ન મળે, એટલે સોબતી જ્ઞાનાદિ ગુણમાં અધિક હોય, અથવા સમાન પણ હોય, અથવા સહેજ ઓછા ગુણવાળો હોય, પણ તે ઉત્તમ કંચન જેવો હોય, તો તેની સોબત કરવી પણ ત્રણમાં એક પણ સોબતી ન મલે, અને જ્યાં ગૃહસ્થના પરિચય કરનાર જોવામાં આવે, તો તેમનો સંસર્ગ ન કરતાં અથવા કંટાળી હતાશ ન થતાં પોતે એકલો પણ વિચરે, કેવી રીતે? તે કહે છે, પાપનાં કારણ, એવાં ખરાબ કૃત્યોને છોડી મૂત્રમાં કહેલા ઉત્તમ આચાર વડે ને ઉચિત વિહાર વડે વિચરે અને ઇચ્છા કામ વિગેરે વિષય વાંછાથી સંભાળતો વિચરે પણ પાસત્યા વિગેરેની કુસીબતમાં ન રહે, જો રહે તો તેની દુષ્ટતા પણ પોતાને લાગે, તેવું બીજાઓએ પણ કહ્યું છે. ll૧૦II वरं विहर्तुं सह पन्नगर्भवेच्छठात्मभिर्वा रिपुभिः सहोषितुम् । अधर्मयुक्तवपलैरपण्डितैर्न पापमित्रैः सह वर्तितुं क्षमम् ॥१॥ સાપની સાથે વિચરવું સારું, તથા શઠ (ક્રોધી) આત્માવાળા શત્રુઓ સાથે પણ રહેવું સારું, પણ અધર્મ યુક્ત ચપળ એવા મૂખ પાપી મિત્રો સાથે રહેવું, કે તેમની સાથે વર્તવું, તે ઘણું જ ખરાબ છે.ll૧II इहैव हन्युर्भुजगा हि रोषिताः, धृतासयच्छिद्रमवेक्ष्य चारयः । असत्प्रवृत्तेन जनेन संगतः, परत्र चैवेह च हन्यते जनः ॥२॥ કદાચ સાપ કોપાયમાન થાય, તો મૃત્યુ આપે. તથા તલવારવાળા શત્રુઓ લાગ જોઈને મારી નાખે, પણ કુમાર્ગે ચાલતા પુરુષની સાથે સોબત કરતાં આલોક પરલોક બંનેમાં હણાવું પડે છે.ll I परलोकविरुद्धानि, कुर्वाणं दुरतस्त्यजेत् । आत्मानं योऽभिसंधत्ते, सोऽन्यस्मै स्यात्कयं हितं? ॥३॥ પરલોકવિરૂદ્ધ કાર્ય કરનારાને દૂરથી છોડવો જોઈએ જે પોતે દુર્ગતિમાં જાય, તે બીજાને હિત કરનારો કેવી રીતે થાય? II ब्रह्महत्या सुरापानं, स्तेयं गुर्वानागमः । महान्ति पातकान्याहुरेभिव सह संगमम्? ॥४॥ બ્રહ્મ હત્યા, દારૂ પીવો, ચોરી કરવી, ભણાવનારા ગુરુની સ્ત્રીનો સંગ કરવો, વિગેરે મહાન પાપો પાપીઓની સોબત કરનારા માણસોને છે, (એવું આ અન્ય શાસ્ત્રોના શ્લોકોમાં પણ કહે છે.)જા. संवच्छर वाऽवि परं पमाणं, बीयं च वास न तहिं वसेज्जा । सुत्तस्स मग्गेण चरेज्ज भिक्खू, सुत्तस्स अत्थो जह आणवेइ ॥११॥ જ્યાં ચોમાસું કર્યું હોય, અથવા એક માસ કલ્પ કર્યો હોય, ત્યાં સાધુએ બીજી સાલ ન રહેવું, એટલે બે ૧૦૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy