SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ચૂલિકા એટલે સાધુ માટે પહેલાં કે પછી વાસણ કે હાથ ધોવો પડે નહિ (બાકીના સાત ભાંગા ગુરુ પાસેથી સમજી લેવા, સૂત્રમાં ઓસત્ર શબ્દ છે તેનો અર્થ પ્રાયે છે સાધુને શુદ્ધ ગોચરી લેવાની હોવાથી બે જણાએ જવું એક શુદ્ધ વસ્તુમાં ધ્યાન રાખે અને બીજો ભિક્ષા ગ્રહણ કરે.)IIFI श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ . अमज्ज - मंसासि अमच्छरीया, अभिक्खणं निब्बिगईगया य । अभिक्खणं काउस्सग्गकारी, सज्झायजोगे पयओ हवेज्जा ॥७॥ સાધુએ મદ્ય અને માંસ દુર્ગતિના કારણ સમજીને પોતે તેને છોડી દેવાં, વાદીની શંકા-આરનાલ (કાંજી) તથા અરિષ્ઠા (છાશ) વિગેરે પણ સંધાન (મિશ્ર થવા)થી ભાત વિગેરે મળેલાં છે. તેથી તે પ્રાણીનાં અંગ હોવાથી ત્યાજ્ય છે (છાશ ગાયના અંગમાંથી થાય છે. માટે ભાત સાથે છાશ મળેલી હોય તો તે પણ ખાવી નહિ જોઈએ.) જૈનાચાર્યનો ઉત્તર–તમારૂં કહેવું બરાબર નથી. છાશ પ્રવાહી અને પ્રાણીનું અંગ હોવાથી તે મદ્ય માંસની તુલના પામતું નથી, લોક શાસ્ત્રથી પણ તેવું સિદ્ધ થતું નથી. સંધાન અને પ્રાણીનું અંગપણું એ બંનેની સરખામણી કરવી તે અયોગ્ય છે, તેમ તે મર્યાદા ઓળંગવા જેવું છે, જેમ કે સ્ત્રી અને માતા એ બંને દેખાવમાં સમાન છે, તેથી એક ભોગવવા યોગ્ય અને બીજી પૂજવા યોગ્ય છે, તે વિવેક નષ્ટ થશે. વળી પાણી અને મૂત્ર એ બંનેમાં પ્રવાહીપણું સમાન હોવાથી એક પીવા યોગ્ય અને બીજાં ત્યાગવા યોગ્ય નહિ થાય. તેથી પ્રાણીનું અંગ દૂધ છે તેની બનેલી છાશ તે માંસની તુલનામાં ન ઘટે, તેમ છાશ પ્રવાહી અને દારૂ (મદ્ય) પ્રવાહી તેનું સમાનપણું ન ઘટે, આ સહેજ સમજવાને માટે જ લખ્યું છે, તેથી વાદીએ અથવા કુશિષ્યે કદી પણ ખોટો તર્ક બાંધી મદ્ય અને માંસને ઉપયોગમાં લેવાં નહિ, વળી સાધુ બીજાનો દ્વેષી ન થાય, અને વારંવાર એટલે વિના કારણે વિકૃતિ (દૂધ દહી થી વિગેરે) ન વાપરે, આ કહેવાથી એમ સૂચવ્યું કે ખાવા યોગ્ય જે વિકૃતિ છે તે પણ કારણ વિના ન લેવી, વળી કાયોત્સર્ગ (સ્થિર આસન કરી જા૫) કરવો, એટલે બહાર જઈ આવ્યો હોય તો વિધિ અનુસાર ઈરિયાવહિનો એક લોગસ્સનો કાઉસગ્ગ કરે, બીજા આચાર્ય એમ કહે છે, વિકૃતિના પરિભોગમાં પણ કાઉસગ્ગ કરે, શા માટે? તે કહે છે, ઈર્ષ્યા પંથ પ્રતિક્રમણ કર્યા વિના બીજાં કંઈ પણ કરે નહિ, કારણકે તેના વિના શુદ્ધિ થતી નથી, તથા ભણવા ગણવામાં તથા આયંબિલ વિગેરે તપમાં પ્રયત્ન કરે, જો તેમ ન કરે, તો ઉન્માદ વિગેરે દોષો થાય.IISII न पडिण्णवेज्जा सयणाऽऽसणाई, सेज्जं निसेज्जं तह भत्त-पाणं । गामे कुले वा नगरे व देसे, ममत्तभावं न कहिंचि कुज्जा ॥८॥ માસ કલ્પ વિગેરે કરીને વિહાર કરતાં ગૃહસ્થ પાસે એવી કબુલાત ન કરાવે, કે મને આ સ્થાન વિગેરે વાપરવા આપશો જ. ૧૦૬ પ્રશ્ન-કઈ વસ્તુ? ઉત્તર-શયન (સંથારો) આસન (પાટલો) શય્યા (રહેવાનું મકાન) નિષદ્યા (ભણવાની જગ્યા) અથવા તે કાળને આશ્રયીને અનુકૂળ ભોજન જેમ કે ઉનાળો હોય, તો ખાંડ ખાજાં અથવા દ્રાક્ષનું પાણી વિગેરેની જો કબુલાત કરાવે તો મમત્વનો દોષ લાગે, વળી આ ગામમાં શ્રાવક કુળમાં અથવા અયોધ્યા જેવા નગરમાં મધ્ય દેશ વિગેરે એટલે ગામ, કુળ, નગર, દેશ વિગેરે સ્થળમાં કયાંય પણ મારા પણાનો સ્નેહ મોહ ન કરે, તેમ પોતાના ઉપકરણ વિગેરેમાં પણ મમતા ન રાખે. IILII गिहिणो वे आवडियं न कुज्जा, अभिवायणं वंदण पूयणं वा । असंकिलिद्वेहि समं वसेज्जा, मुणी चरितस्स जओ न हाणी ॥९॥ ગૃહસ્થની વૈયાવચ્ચ (સેવા) સાધુ ન કરે કારણ કે સાધુ પાસે ગૃહસ્થ સેવા કરાવે તો સાધુનું ચારિત્ર નષ્ટ
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy