SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ચૂલિકા श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ બીજી ચૂલિકા પહેલી ચૂલિકા કહી, હવે બીજી કહે છે, તેમાં આ પ્રમાણે સામાન્ય સંબંધ છે કે પહેલીમાં ચારિત્રમાં સ્થિર રહેવાનું કહ્યું અને આ બીજી ચૂલિકામાં વિવિક્ત ચર્ચાનો અધિકાર કહે છે, એ સંબંધી ભાષ્યકાર કહે છે. अहिगारो पुव्वतो चउव्विहो बिइअचूलिअज्झयणे । सेसाणं दाराणं अहक्कमं फासणा होइ ॥ ६३ ॥ भा० । ચૂડાનો અધિકાર પ્રસ્તાવના રૂપે પહેલી ચૂલિકામાં કહ્યો અને બીજી ચૂડામાં પણ અનુયોગદ્વાર પહેલાંની માફક જાણવા. બાકીનાં દ્વાર જે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપો વિગેરે પ્રસ્તાવના માફક સ્પર્શના એટલે થોડામાં વ્યાખ્યા કરવી વિગેરે કહે છે. અહીં સૂત્ર અનુગમમાં જે સૂત્ર નિર્દોષ રીતે કહેવાનું છે તે કહે છે. II૬૩–ભા यूलियं तु पवक्खामि सुयं केवलिभासियं । जं सुणेत्तु सुपुष्णाणं, धम्मे उप्पज्जई मई ॥१॥ ભાવ ચૂડાને હું કહું છું, કારણ કે તેનો અવસર આવેલો છે, અહીં ચૂડામાં પણ શ્રુતજ્ઞાન છે, અન તે કેવલી ભગવંતે કહેલું છે તે જ હું કહીશ. એના ઊપર પૂર્વાચાર્યનો કહેલો આવો અધિકાર છે. કોઈ સાધ્વીએ ફૂગડુ (ઘડો ભરેલો ભાત ખાનાર મુનિ) જેવા ભૂખવાળા સાધુને બોધ આપીને પરાણે ચોમાસી પર્વ જેવા દિવસે ઉપવાસ કરાવ્યો, પણ શરીરે સહન નહિ થવાથી તે સાધુનો સમાધિથી સ્વર્ગવાસ થયો અને સાધ્વીને મનમાં પશ્ચાત્તાપ થયો, કે હું સાધુનો જીવ લેનાર છું એમ કલ્પાંત કરતાં તેને વિચાર થયો કે હું દૂર રહેલાં તીર્થંકરને પૂછું, તેમ વિચારતાં તેના ગુણથી આકર્ષિત થયેલી દેવી આવી, અને તે દેવી સાથે સાધ્વી, શ્રી સીમંધર સ્વામી પાસે ગઈ, અને ભગવાનને પૂછ્યું કે હું સાધુના મરણની ઘાતક છું કે નહિ? પ્રભુએ તેને નિર્દોષ કહીને આ ચૂડા સંભળાવી તે આ ચૂડા છે. તે ચૂડા સાંભળીને સારા અનુબંધવાળા પુન્યવાન જીવોને અચિંત્ય ચિન્તામણિ જેવા ચારિત્ર ધર્મમાં વિશેષ પ્રકારે શ્રદ્ધા થાય છે, અને ચારિત્રનું બીજ ઉત્પન્ન થાય છે, તે માટે આ પહેલું સૂત્ર કહ્યું છે, આ પ્રમાણે પહેલી ગાથામાં આ ચૂલિકાની કેવી રીતે ઉત્પત્તિ થઈ તે પણ બતાવીને તેથી શું લાભ થાય, તે પણ જણાવ્યું છે. ।।૧। अणुसोयपट्टिए बहुजणंमि, पडिसोयलद्धलक्खेणं । पडिसोयमेव अप्पा, दायव्वो होउकामेणं ॥२॥ આ પ્રતિજ્ઞા સૂત્ર છે અને અધ્યયન (ચૂડા)માં ચર્યા (જુદા જુદા ગામે વિહા૨ ક૨વા) ના ગુણો બતાવે છે, તેની પ્રવૃત્તિમાં મૂળ પગ રૂપ આ છે, જેમકે નદીના પુરના પ્રવાહમાં પડેલા તણાતા લાકડાની માફક આપણો જીવ વિષય કુમાર્ગને અનુકૂળ ક્રિયા કરનારા ઘણા માણસો સાથે સંબંધ રહેવાથી પતિત થાય છે. એટલે લાકડું જેમ દરિયામાં તણાઈ જાય છે, તેમ પતિત સાધુ દોષોના દરિયામાં તણાય છે, એટલા માટે દેવતાની સહાયથી દરિયામાં જતાં બચે તેમ સાધુએ તેથી ઉલટા એટલે વિષય રસને ન પોષે, તેવો રસ્તો પકડવો જોઈએ; જેને મોક્ષની અભિલાષા છે, તેણે જ્યાં જ્યાં ઇંદ્રિયોને ચંચળતા કરાવનારા વિષયો છે, ત્યાં ત્યાં જન આચરિત કૃત્યોને પોતાના મનમાં પણ ન લાવીને તેનાથી દૂર રહેવું, પણ પ્રત્યેક સમયે આગમ ભણવામાં એક ચિત્તે તત્પર રહેવું, આ સંબંધમાં શ્લોકો છે.।।૨।। निमित्तमासाद्य यदेव किञ्चन, स्वधर्ममार्ग विसृजन्तिः बालिशाः । तपः श्रुतज्ञानधनास्तु साधवो, न यान्ति कृच्छ्रे परमेऽपि विक्रियाम् ॥१॥ કંઈપણ નિમિત્ત પામીને મૂર્ખ પુરુષો સ્વધર્મ માર્ગને છોડી દે છે, પણ તપસ્યા અને શ્રુતજ્ઞાન રૂપ ધનવાળાં સાધુઓ ગમે તેવા મહાકષ્ટોમાં પણ પોતાનો ઉત્તમ ધર્મ છોડતા નથી. ૧૦૩
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy