SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ પ્રથમ ચૂલિકા (ચારિત્ર) છોડે નહિ, અને સંયમ સ્થાનથી ઇદ્રિયોને ચલાયમાન કરે નહિ, જેમ મેરુ પર્વતને પવન ચલાયમાન કરી “શકતો નથી, તેમ સાધુને પણ ઇંદ્રિયો ચંચળ કરી શકતી નથી, (તેજ ખરો આત્માર્થી સાધુ જાણવો) આ પ્રમાણે ઊપર કહેલાં અઢાર સ્થાન તથા શ્લોકો પહેલેથી તે છેવટ સુધી વિચારીને બુદ્ધિમાન પુરુષ સભ્યજ્ઞાન વિગેરેનો લાભ મેળવવા તેના સાધનના પ્રકારો જે જ્ઞાન વિગેરેના આઠ આઠ આચાર છે. તે પ્રમાણે મન, વચન અને કાયાથી ઉત્તમ વર્તન રાખી ત્રણ ગુપ્તિથી ગુમ થઈને જિનેશ્વરના વચનમાં રહે, અને તે પ્રમાણે ચારિત્રમાં ઉદ્યમવાળો થાય, જેથી તેને મોક્ષ મળે છે. આ પ્રમાણે પ્રથમ ચૂલિકા રતિવાક્યા નામની સૂત્ર અનુગમથી પૂરી થઈ અને નયો પૂર્વની માફક જાણવા. ||૧૭-૧૮|| ૧૦૨ ونه માન, પાન તથા સન્માનમાં ડૂબેલા તથા જમાનાવાદનાં એ પૂરમાં તણાઈ રહેલાં શ્રીમંતોના ગુલામ, દાસ, ભક્ત ભક્તાણી વર્ગને પોતાનો બનાવીને સ્વ શાસન સુંદર ચલાવવાં માટે મંત્ર તંત્રાદિનો સહારો લેવાવાળાં, વાસક્ષેપ આદિનાં દ્વારા ભક્તવર્ગ બનાવવાવાળાં તથા શિષ્યોનું કોઈપણ પ્રકારનું અહિત ન થાય તેવી ચિંતાથી કોશો દૂર, ખાન-પાનમાં પરિપૂર્ણ રૂપે મગ્ન, લીન, શિષ્ય વર્ગને વધારવાં માટે બાળક-બાલીકાઓને ધનથી ખરીદવાળા આવા ઘણાં બધા દોષોનું સેવન કરવાવાળા પણ આ યુગમાં ગુરુપદ પર છે. તથા તેમની ઘણી પૂજા થઈ રહી છે. એ પણ આ યુગનું મહાન નવાઈ પમાડે તેવું જ આશ્ચર્ય છે. માત્ર દ્રવ્ય ચારિત્ર સ્વીકૃત કરવાવાળાં અનંત આત્માઓ આજ સુધીમાં થઈ ગયાં. જેમણે ગુરુ આજ્ઞા પારતન્ત્ય રૂપ ગુરુકુળવાસ તથા ગચ્છવાસનો સેવન ઉપયોગ કરતા કરતાં એવો અપૂર્વ વીર્યોલ્લાસ પ્રકટ કર્યો છે કે એજ ભવમાં ભાવ ચારિત્ર પ્રાપ્ત કરીને તેનાં પરિણામોથી તે જ ભવમાં કેવલજ્ઞાન તથા નિર્વાણ પદની પ્રાપ્તિ કરી છે. શાસ્ત્રોના પ્રાપ્ત કરેલાં અર્થોને જે કહે છે તે ગુરુ છે. “ગુ શબ્દ અંધકારનો ઘોતક છે અને રુ શબ્દ અંધકારને દૂર કરનારો છે, અંધકારનો અપેક્ષિત અર્થ અહિં અજ્ઞાનરૂપી અંધકારની સાથેનો છે” ગુરુ એ શબ્દનો પૂર્ણ અર્થ છે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારાં તે ગુરુ અને તે જ સદ્ગુરુ હોય છે.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy