SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ટુરાયેવાનિ વસૂત્ર માપાંતર્કો - માગ રૂ कपालमादाय विपन्नवाससा, वरं द्विषद्वेश्मसमृद्धिरीक्षिता । विहाय लज्जां न तु धर्मवैशसे, सुरेन्द्रता (सा) र्थेऽपि समाहितं मनः ॥२॥ રામપાત્ર (સાવલુ) હાથમાં લઈને, તેમ ફાટેલા વસ્ત્રો પહેરીને રહેવું તે સારૂં, પણ અધમ શત્રુના ઘરમાં સમૃદ્ધિ જોઈને તેની લાલચમાં લપટાઈને ધર્મ રહિત એવા સુરેન્દ્ર જેવા વૈભવવાળા સાથે સમાધિમાં લજ્જા છોડીને રહેવું સારૂં નથી.।।૨।। पापं समाचरति वीतघृणो जघन्यः प्राप्यापदं सघृण एव विमध्यबुद्धिः । प्राणात्ययेऽपि न तु साधुजनः स्ववृत्तं, वेलां समुद्र इव लक्षयितुं समर्थः ॥१॥ બીજી ચૂલિકા નિર્લજ્જ માણસ વિના કારણે પાપ કરે છે, અને મધ્યમ બુદ્ધિવાળો માણસ લજ્જાને લીધે કષ્ટ આવતાં પાપ આચરે છે, પણ સાધુ પુરુષો પોતાનાં મહાવ્રતોને પ્રાણ ત્યાગ થતાં સુધી પણ છોડતા નથી, જેમ સમુદ્ર પોતાની મર્યાદા રૂપ વેલાને છોડતો નથી, પણ હદમાં રાખે છે, તેમ સાધુ પુરુષો મર્યાદા છોડતા નથી. આટલો ઉપદેશ બીજી ગાથાને અંગે કહ્યો કે સાધુએ પણ પ્રાણાન્ત કષ્ટ આવે તો પણ સાધુપણું છોડવું નહિ, (હવે બીજી ગાથાનો ખુલાસો ત્રીજી ગાથામાં કહે છે.)॥૨॥ अणुसोयसुहो लोगो पडिसोओ आसवो सुविहियाणं । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥३॥ કર્મના બોજાથી વિષય સુખમાં લીન થવું. એ નીચી જગ્યામાં જેમ પાણી જાય તેમ જવાનું છે, તે અનુશ્રોત કહેવાય, અને તેનાથી વિપરીત તે ઇંદ્રિયોનો વિજય કરવો, તે પરમાર્થ સાધનરૂપ કાયા, વચન અને મનનો વ્યાપાર તે આશ્રય (આધાર) વ્રત ગ્રહણ રૂપ ઉત્તમ સાધુઓને છે, એમાં એમ સમજાવ્યું છે કે આ સંસાર તે વિષય સુખ છે, અને તે સુખ ભોગવવા જતાં પાછો સંસાર છે, જેમ વિષ એ મૃત્યુ છે, અને દહી ચીભડું પ્રત્યક્ષ તાવ છે. (આમાં કારણમાં કાર્યનો ઉપચાર છે) માટે તે વિષયથી ઇંદ્રિયો ને રોકવી તે પ્રતિશ્રોત એટલે સંસાર ભ્રમણથી બચીને મોક્ષમાં જઈ શકે છે તેજ ઉત્તાર (તરવાનો કિનારો) છે. અહીંયાં કારણનો કાર્યમાં ઉપચાર કર્યો છે, જેમ કે લોકમાં ઘી આયુષ્યને વધારનારૂં હોવાથી ઘીને જ આયુષ્ય કહે છે, તથા વરસાદથી તાંદુલ(ચોખા) પાકે, તેથી વરસાદ પડતાં લોકો કહે છે કે આ તાંદુલ (ચોખા) વરસે છે.II3II तम्हा आयारपरक्कमेण संवरसमाहिबहुलेणं । चरिया गुणा य नियमा य होंति साहूण दट्ठवा ॥४॥ આ પ્રમાણે ઇંદ્રિયનો નિરોધ સંસારથી પાર ઉતારનાર છે, એવું સમજીને સાધુએ પોતાનું પરાક્રમ જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારમાં વાપરવું તથા ઇંદ્રિયોનો નિરોધ કરી સમાધિની બહુલતા જેણે કરી છે તેવા મુનિએ પાછું પડવું ન થાય, તથા ચારિત્ર નિર્મળ રહે, માટે ભિક્ષુ ભાવના સાધન રૂપ અનિયત વાસ (એક જગ્યાએ પડી ન રહેવું) દ્રવ્ય ચર્યા પાળવી, અને મહાવ્રતો જે મૂળ ગુણ છે. તથા પિંડ વિશુદ્ધિ વિગેરે નિયમો ઉત્તર ગુણ છે, તે બંને યોગ્ય સમયે વિધિ અનુસાર પાળવાં, તે ભાવચર્યા છે, તે સાધુઓને જાણવા યોગ્ય છે. (સમ્યજ્ઞાન વિગેરેને ભણવું તે પ્રમાણે ચાલવું, અને તે પ્રમાણે બીજાને ઉપદેશ આપવાનો છે.)।૪।। अणिएयवासो समुयाणचरिया, अणायउंछं पइरिक्कया य । अप्पोवही कलहविवज्जणा य, विहारचरिया इसिणं पसत्था ॥५॥ ચર્યા કહે છે, અનિયતવાસ એટલે માસકલ્પ તે શિયાળે ઉનાળે એક એક માસ રહેવાનું, અને ચોમાસામાં ચાર માસ સ્થિર રહેવાનું છે, તે નવ કલ્પી વિહાર કરવો જોઈએ, અથવા અનિકેતનવાસ એટલે કોઈપણ ઘર ઊપર ૧૦૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy