SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રવત્રિવેઝૂત્ર માપત૨ - મારૂ પ્રથમ ચૂલિકા - સ્થાન નવમું-પેટમાં શૂળ ઉઠવી વિગેરે જીવલેણ રોગો ધર્મથી પતિત થયેલાને વધને (મૃત્યુને) માટે થાય છે. (એટલે અનિયમિત ખોરાક, અધિક શ્રમ, જીભ ઊપર કાબ નહિ. વિગેરે કારણથી ગહસ્થને વધારે રોગ થાય છે તથા એકવાર પોતાનો વધ (મૃત્યુ) મટાડવા અનેકને પોતે વધનાં દુઃખ આપે છે. (દવા વિગેરેમાં અનેક જીવોને દુઃખનું કારણ થાય છે.) સ્થાન દશમું-વહાલાનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ આ મનનો સંકલ્પ રૂ૫ રોગ છે. અને તેથી સાધુપણું છોડીને ઘેર જનારને ગૃહસ્થ જેવી ચેષ્ટાઓ કરતાં પોતાને અને પરને વધરૂપ થાય છે (બધાનું મન સંતોષવા જતાં તેમ થવું દુર્લભ છે. તેથી પોતાને અને પરને ક્લેશ થશે.) સ્થાન અગીયારમું એટલા માટે જ ગૃહસ્થાવાસમાં ખેતી કરવી, ઢોરને સંભાળવા, વ્યાપાર કરવા, નફા ખોટના હિસાબ ચૂકવવા, તથા રાત-દિવસ તેની ચિંતા કરવી, આવી રીતના ક્લેશો. પંડિતો (સાધુ ધર્મ પાળનારા) ને નિંદવા યોગ્ય છે. તથા સાધુપણાના થોડા દુઃખ કરતાં ઠંડી તાપ મહેનત વિગેરેનું ઘણું દુઃખ છે, તથા સ્ત્રી, પુત્ર, સગાંવહાલાં માટે ઘી, તેલ, મીઠું વિગેરે લાવવાની ચિંતામાં પડવું પડે છે. પણ સાધુપણામાં તેવું દુઃખ કંઈ પણ પડતું નથી, તે વિચારવાથી સંયમમાં સ્થિરતા થશે તે ધ્યાનમાં રાખવું. સ્થાન બારમું-ગૃહવાસ કોશીટાના કીડાની માફક બંધનરૂપ છે, એટલે ઘર પડી જાય કે તૂટી ફૂટી જાય તો તેને સમરાવવાનું દુઃખ એટલે બહાર પરદેશમાં રહેતા પણ તેની ચિંતા રહે, પણ સાધુપણામાં તેવું કોઈ પણ જાતનું દુઃખ રહેતું નથી. - સ્થાન તેરથી તે અઢાર સુધીનું વર્ણન કરે છે. सावज्जे गिहवासे अणवज्जे परियाए १३, बहुसाहारणा गिहीण कामभोगा १४, पत्तेयं पुण्ण-पावं १५, अणिच्चे खलु भो! मणुयाण जीविए कुसग्गजलबिंदुचंचले १६, बहु च खलु (भो!) पावं कम्म पगड .. १७, पावाणं च खलु भो! कडाणं कम्माणं पुब्बिं दुच्चिण्णाणं दुप्पडिकताणं वेयइता मोक्खो, • नत्थि अवेयइत्ता, तवसा वा झोसइत्ता १८१ अट्ठारसमं पयं भवइ। - સ્થાન તેરમું-ગૃહસ્થાવાસમાં સાવદ્ય એટલે છ કાયની પીડા રૂપ છે, અને ત્યાં અઢાર પાપસ્થાનથી સેવન કરવા પડે છે, અને સાધુપણું પાપ રહિત સર્વ જીવની રક્ષારૂપ છે. સ્થાન ચૌદમું-ગૃહસ્થના ભોગો ચોર રાજકુમાર વિગેરેના સામાન્ય છે. (પણ દેવતા જેવા રમણીય કામ ભોગ નથી.). સ્થાન પંદરમું-સાધુપણું દરેક પ્રકારે પુન્યપણાનું કારણ છે. અને ગૃહસ્થપણું પાપરૂપ છે. - સ્થાન સોળમું-મનુષ્યનું જીવિત દર્ભના કાંટાની અણી ઊપર રહેલા પાણીના બિંદુ માફક ચંચળ છે, એટલે અનેક પ્રકારના ઉપદ્રવથી મરણનો ભય રહેલો છે, (અગ્નિ, જળ, ઠોકર લાગવાથી, ઊંચેથી પડી જવાથી, ખરાબ હવામાં રહેવાથી, સાપ, વાઘથી નાશ પામવું, તે પ્રાણ ઘાતક છે.) તેથી તે અત્યંત અસાર છે. સ્થાન સત્તરમું-ગૃહસ્થપણામાં પગલે પગલે પાપ કર્મ પ્રકટ છે, (માટે તેનું મનથી પણ ચિંતવન કરવા યોગ્ય નથી) સ્થાન અઢારમું–હે શિષ્ય! એવા પાપના કારણમાં જતાં મન, વચન, કાયાથી અનેક પ્રકારે જ્ઞાનાવરણીય વિગેરે દુઃખરૂપ કર્મો બંધાય છે. અને પૂર્વે તેમાં બાંધેલાં તે ભોગવ્યા વિના આ ભવમાં છૂટકો નથી, અને આ ભવમાં ૯િ૮
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy