SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ચૂલિકા 'श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ છે, અને (ભોગોની અતૃમિથી કુચાલ સેવતાં) કુગતિનો હેતુ ગૃહસ્થાશ્રમ છે, તેને વારંવાર વિચારવું. (રાજા શેઠ અમલદાર અને પ્રજા વિગેરેને પુત્ર, સ્ત્રી, નોકરી, ગુલામી વિગેરેથી અનેક પ્રકારનું દુઃખ છે, તે વિચારવું.) સ્થાન બીજાં – કદાચ ભોગો મળે તો પણ તે તુચ્છ કુશકીના બાચકા જેવા અસાર અને અલ્પકાળ રહેનારા છે. પણ દેવો જેવા નથી એટલે જેમ ગાનારીનું ગાણું કંઠ બગડી જવાથી પ્રિય ને બદલે અપ્રિય થાય, એ પ્રમાણે પરિણામે ઘણું દુઃખ આપનારા પાંચ ઇંદ્રિયોના વિષયો છે, એટલે સુખ થોડું છે, અને દુઃખ અનંત ગણે છે, એવું વારંવાર વિચારવું. સ્થાન ત્રીજો – આ સંસારમાં મનુષ્યો પ્રાયઃ કપટથી ભરેલા હોય છે. તેથી તેમનો વિશ્વાસ રાખવા લાયક નથી. અને જો વિશ્વાસ ન રાખીએ, તો પછી સુખનો લેશ પણ ક્યાંથી હોય? અને માયાના બંધનો હેતુ છે. કારણ કે આપણને પણ તેની સાથે માયા કરવી પડે, અને તેથી ઘણો ભયંકર બંધ થાય છે. જેથી એવા દુ:ખી જીવનરૂપ ગૃહસ્થવાસમાં રહેવું, તે દુઃખ રૂ૫ છે. સ્થાન ચોથું – આ સાધુ પણું પાળતાં શરીર અને મનનું દુઃખ જે પરિસહથી આવે છે. તે ઘણા કાળ સુધી રહેવાનું નથી. એટલે અશાતા વેદનીય કર્મ દૂર થતાં સંયમ રાજ્ય પ્રાપ્ત થતાં સુખ મળશે. અને પરિસો દૂર થશે. પણ જો થોડા દુઃખ માટે સંયમ મૂકી દઈશ, તો ભયંકર નરકમાં દુઃખ ભોગવવા પડશે. માટે શા માટે ઘેર જવું જોઈએ? સ્થાન પાંચથી તે આઠ સુધીનું વર્ણન કરે છે. ओमजणपुरक्कारे ५, वंतस्स य पडियाइयणं ६, अहरगइवासोवसंपया ७, दुल्लभे खलु भो? गिहीणं थम्मे गिहवासमझे वसंताणं ८, પાંચમું સ્થાન-પ્રથમ જ્યારે ચારિત્ર લીધું ત્યારે ધર્મના પ્રભાવથી રાજા પ્રધાન વિગેરે મોટા પુરુષો પગમાં પડીને નમસ્કાર કરતા પણ દીક્ષા છોડવાથી માનને બદલે પેટ ભરવા તથા પાપ છુપાવવા માટે સામાન્ય માણસની પણ ખુશામત કરવાનો વખત આવે છે અને અધર્મિરાજાના દેશમાં બળજબરીથી વેઠ કરાવતાં સખત મજૂરી કરવી પડે છે. તેથી એવા પાપનાં દુઃખ ગૃહસ્થાશ્રમમાં અહીં ભોગવવા કરતાં સાધુપણું ઘણું સારું છે. સ્થાન છઠ્ઠું-આ પ્રમાણે દરેકમાં વિચારવું કે ઉલટી કરેલા આહારને કુતરૂં કે શિયાળ વિગેરે અધમ પ્રાણી ખાય છે. તે પ્રમાણે સાધુપણ લઈને જે ભોગો ત્યાગેલા છે તેને પાછા ભોગવવા જતાં લોકમાં નિંદાને પાત્ર થાય છે. અને તછની ગણતરીમાં આવે છે, તેથી વધારે દુઃખો સંયમ ત્યાગનારને સંસારમાં ભોગવવાં પડે છે. સ્થાન સાતમું –અધોગતિની પ્રાપ્તિ થવાની એટલે ચારિત્ર છોડનારને નરકગતિમાં વાસ કરવાનો લાભ થાય છે. માટે સંયમ પાળવું ઘણું સારું છે. સ્થાન આઠમું-ગુરુ કહે છે, હે શિષ્ય! ગૃહસ્થાવાસમાં રહેનારને પ્રમાદને લીધે ગૃહસ્થાવાસમાં ધર્મ આદરવો બહુ દુર્લભ છે, એટલે પુત્ર, સ્ત્રી, માતા-પિતા, દેવું લેણું એ સઘળું તપાસતાં એક ફાંટારૂપ છે, માટે નિવૃત્તિરૂપ સાધુપણું પાળવું, સારું છે. અને સ્નેહનું બંધન અનાદિકાળના મોહનું કારણ છે, પણ ખરી રીતે કોઈ કોઈને માટે સહાયક નથી. (પોતાનું આયુષ્ય પુરૂં થતાં સંબંધ છોડી ને ચાલ્યા જાય છે.) સ્થાન નવથી તે બાર સુધીનું વર્ણન કહે છે. ___ आयके से वहाय होइ ९, संकप्पे से वहाय होइ १०, सोवक्केसे गिहवासे निरुवक्केसे परियाए ११, बंधे गिहवासे मोक्खे परियाए १२, . - ૯૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy