SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ચૂલિકા श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ સાધુપણું છોડી પ્રમાદ કષાય વિગેરેથી નવાં પાપ બંધાતાં આવતા ભવમાં પણ ભોગવ્યા વિના છૂટકો નથી, પણ જો સાધુપણું પાળતાં કષ્ટને સહન કરતાં તપશ્ચય આદરતાં આ ભવમાં જ કર્મ ખપી જતાં મોક્ષ મળે છે, એટલા માટે સાધુપણું પાળવું ઉત્તમ છે. (સ્થાનમાં અને ટીકામાં કંઈક ભેદ છે, માટે સ્ત્ર પ્રમાણે અર્થ લીધો છે પણ તેથી ભાવાર્થમાં ભેદ પડતો નથી) આ અઢારે સ્થાનને ટેકા માટે છંદ રૂપે શ્લોકો બનાવ્યા છે તે નીચે પ્રમાણે છે. __भवइ य एत्थ सिलोगोનવા ય ઘમ્મ, ગગળો મોડા જારણ તે તત્ય મુ િવાને, ગાય રાવપુલ્લૂ 0. આ પ્રમાણે અઢારે સ્થાન સમજાવતાં કદાચ સાધુ પાપના ઉદયથી સાધુપણું છોડી દે તો તે મ્લેચ્છ જેવો મનોહર શબ્દ વિગેરેમાં મૂચ્છ પામેલો, ભવિષ્યનું દુઃખ તે મંદ બુદ્ધિવાળો જાણતો નથી તે બતાવે છે. [૧ जया ओहाविओ होइ, इंदो वा पडिओ छम । सबधम्मपरिभट्ठो, स पच्छा परितप्पई ॥२॥.. જેમ ઇદ્ર પોતાના ઇંદ્રાસનથી ભ્રષ્ટ થઈને જમીન ઉપર પડે છે, તો પોતાનું પૂર્વનું પૂર્ણ સુખ વિચારતાં પસ્તાય છે, તેમ સાધુપણું મૂકેલો સાધુપણાના સુખને પછી વિચારતાં ધર્મમાં ભ્રષ્ટ થયેલો પસ્તાય છે, એટલે સાધુપણામાં ક્ષમા વિગેરેનો ધર્મ છે, તે છોડીને ક્રોધ કરે તો ઝઘડા ઉભા થતાં રાત્રીના વખતે સુખે સુવું પણ દુર્લભ થાય છે, અને સાધુપણામાં ક્ષમાથી લોકમાં પૂર્વે પૂજાતો અને તે પાછળથી ક્લેશ કરતો જોઈ લોકો નિંદા કરે છે, તે વખતે ખરેખરો પોતે પસ્તાય છે. ll . जया य दिमो होइ, पच्छा होइ अवदिमो । देवया व चुया ठाणा, स पच्छा परितप्पई ॥३॥ તે પહેલાં સાધુપણામાં લોકથી વંદાય છે અને પાછળથી સાધુપણું છોડી દેતાં નિંદાને પાત્ર બને છે, તેથી જેમ ઇંદ્ર દેવીને કાઢી મૂકે તો તે દેવી સ્થાન ભ્રષ્ટ થતાં પસ્તાય છે, તેમ આ ભ્રષ્ટ સાધુને પણ પસ્તાવો થયા સિવાય રહેતો નથી. lia जया य पूइमो होइ, पच्छा होइ अपूइमो । राया व रज्जपमट्ठो, स पच्छा परितप्पई ॥४॥ પ્રથમ વસ્ત્ર વિગેરેથી પૂજાતો તે પાછળથી સાધુપણું છોડી દેતાં અપૂજ્ય થાય છે, તેથી જેમ રાજા રાજભ્રષ્ટ થયેલો પસ્તાય છે, તેમ તે સાધુ પણ પાછળથી પસ્તાય છે. જો जया य माणिमो होइ, पच्छा होइ अमाणिमो । मेट्ठि व्व कम्बडे छूढो, स पच्छा परितप्पई ॥५॥ પ્રથમ તે માનનીય હતો, તેના શીલના પ્રભાવથી સર્વે લોકો તેની આજ્ઞા પાળતા અને ઉભા થઈને માન આપતા હતા, પણ સાધુપણું છોડી દેવાથી પાછળથી કોઈપણ માન આપે નહિ. તેથી જેમ કોઈ શેઠીઓ મોટું શહેર છોડીને નાના ગામમાં રહેવા ગયા પછીથી પસ્તાય છે, તેમ આવા સાધુના પાછળથી બેહાલ થતાં પસ્તાય છે. આપણે जया अ थेरओ होड़, समइक्कतजोवणो । मच्छोब्ब गलं गिलिता, स पच्छा परितप्पई ॥६॥ જ્યારે સાધુપણું છોડીને ઘેર જાય, અને જુવાની જતાં બુઢાપામાં પસ્તાવો થાય છે, જેમ કે માછલું લોઢાના સળીયામાં માંસના લોભથી ફસાતાં ગળામાં લોખંડના કાંટા લાગતાં પસ્તાય છે, તેવી રીતે આ ભ્રષ્ટ સાધુ બુઢાપામાં તે ભોગનાં કડવાં ફળરૂપે ઘરના માણસોની ચિંતાથી બળતો હમેશાં પસ્તાય છે. દા ગામ સ્ત, ચુતહિં વિખ્ય થી ૬ વયને વો, ન પૂછ પારિતપણા - જેમ છુટો હાથી સાંકળે બંધાવાથી પસ્તાય છે, તેમ પાપના ઉદયથી સાધુ ભ્રષ્ટ થઈ ઘેર જતાં ખરાબ કુટુંબ એટલે કુભાર્યા વિગેરેને સમજાવતાં શાંત ન થવાથી તેઓની ચિંતામાં બળતો પસ્તાય છે. . ૯૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy