SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વૈવાતિવમૂત્ર મvic૨ - માગ 3 દશમું અધ્યયન પ્રકારના પદ છોડીને સૂત્રમાં કહેલા ધર્મ ધ્યાનમાં રક્ત રહે તેને ભિક્ષુ કહેવો.ll૧૯ો. पवेअए अज्जपयं महामुणी, थम्मे ठिओ ठावयई परं पि । निक्खम्म वज्जेज्ज कुसीललिंग, न यावि हास कहए जे, स भिक्खू ॥२०॥ શુદ્ધ ધર્મના પદને પરોપકાર વાતે સદાચારી મુનિ કહે તેજ ખરેખરો જ્ઞાતા જાણવો. પણ બીજો નહિ. એટલે પોતે ધર્મમાં સ્થિર રહે, અને બીજાને સુબોધ આપી ધર્મી બનાવે (પોતે બોલેલું વચન પાળે, તેથી તેનો બોધ સચોટ લાગે) પોતે દીક્ષા લઈને દુરાચારીનું કૃત્ય કે ચિહ્ન ત્યાગે, તથા બીજાને હસી આવે, તેવાં ભાંડ ચેષ્ટાનાં કૃત્ય ન કરે, તે ભિક્ષ છે. તેવા ભાવ ભિક્ષુનું ફળ કહે છે.llol तं देहवासं असुइं असासयं, सया गए निच्यहियट्ठियप्पा । छिदित्तु जाई-मरणस्स बंधणं, उदेइ भिक्खू अपुणागमं गई ॥२१॥ . ति बेमि ॥ संभिक्खूअज्झयणं दसम सम्मत्तं ॥१०॥ પ્રત્યક્ષ દેખાતી (કેદરૂ૫) કાયાને વીર્ય ચરબી લોહીથી બનેલી જાણીને તથા થોડા કાળમાં નાશ પામનારી સમજીને તેની મમતા ત્યાગી મોક્ષ સાધન જે સમ્ય દર્શન અને ચારિત્ર છે, તેમાં એકાંત સુસ્થિત રહે તેવા ભાવ ભિક્ષુ સંસારમાં જન્મ મરણના બંધનને છેદીને અજર અમર પદને પામે, અને સિદ્ધિ ગતિને પામી, નિશ્ચલ સ્થાનમાં રહે. આ પ્રમાણે સુધર્મા સ્વામી જબૂસ્વામીને કહે છે કે મેં જે સાંભળ્યું, તે તમોને કહ્યું. સૂત્ર અનુગમ કહ્યો. નિયો પહેલાંની માફક જાણવા. હરિભદ્ર સૂરિ મહારાજની રચેલી આ મોટી ટીકાનું દશમું અધ્યયન સમાપ્ત થયું. Vર ૧. ' સમાપ્ત --- ૧ A સુત્તનિપાત - અ. ૧૧ 8 જ્ઞાતાધર્મ – પૃ. ૫૯ (આગમ બાવર પ્રકાશન) જેની પાસે પોતાના માટે કોઈ કાર્ય કામ નથી, ન સ્વાધ્યાય, ન ધ્યાન, ન તત્ત્વચિંતન, ન વૈયાવચ્ચ, એવી રીતે પોતે પોતાને જ કૃતકૃત્ય માની બેસે, તે મહાપુરુષોની દૃષ્ટિ તો બસ જનતા પર જ પડે છે, તે દરેક સમયે જનોપકારનાં માટે તત્પર હોય છે. (સમ્યગદર્શન વર્ષ ૨૦, નવે. ૬૯) બધાંની વચ્ચે અંતર રાખવાનું પરમાત્માએ આપણને જ શીખવ્યું છે સૌથી સાથે હળીમળી જવાની વાત તો એ મૂર્ખાઓએ જ ફેલાવી છે. બધાની ભલાઈની કામના કરી શકાય છે. પરંતુ બધાની જ સાથે કાંઈ હળી મળી શકાતું નથી. હળવું-મળવું ભળવું એ તો સારાં સજ્જન માણસોની સાથે જ થઈ શકે છે. (શું દૂધને ફટકડીનો મેળાપ સંભવિત શક્ય છે?). .૯૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy