SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ દશમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ हत्थसंजए पायसंजए, वायसंजए संजईदिए । अज्झप्पर सुसमाहियप्पा, सुत्तत्थं च वियाणई जे, स भिक्खू ॥१५॥ કાચબાની માફક કારણ વિના હાથ પગ ન હલાવે પણ સંભાળથી કારણ પડે હલાવે ચલાવે, તથા અકુશળ વચન (સ્વ૫૨ને પીડાકા૨ક જાણી ત્યાગી) કુશળ વચન બોલે અને ઇંદ્રિયોને વિષયોને કુમાર્ગે જતાં અટકાવે, તથા અધ્યાત્મ એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં રમણતા કરી આત્માને સમાધિમાં રાખે, તથા સૂત્ર અને અર્થ એ બંનેને યથા વિધિએ જાણે તે ભિક્ષુ છે. ૧૫/ उवहिंमि अमुच्छिए अगढिए (अगिद्धे), अण्णायउंछ पुलनिप्पुलाए । જૈવ-વિવષ-સંનિહિગો વિણ, ભાવ! હૈં બે, સ મિલ્લૂ ॥૬॥ પોતાના સંયમના ઉપકરણ (કપડાં વિગેરે) ઊપર મૂર્છા ન રાખે, તથા આવાં જ જોઈએ, એવો (આગ્રહ) પ્રતિબંધ ન રાખે (પણ સંયમનું રક્ષણ થાય તેવાં લે) તથા અજાણ્યા કુળોમાં ભાવથી નિર્મળ બની આહાર લે તે પણ થોડું થોડું અને સંયમને અસારતા ન લાગે તેવું નિર્દોષ લે તથા દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકાર ક્રય (ખરીદવું) વિક્રય (વેચવું) તથા સંઘરી રાખવું વિગેરે દોષોને દૂર કરે, તથા સર્વ સંસારી સંગથી મુક્ત રહે તે ભિક્ષુ જાણવો. ।।૧૬।। अलोलो भिक्खू न रसेसु गिद्धे (गिज्झे), उछं चरे जीविय नाभिकखे । इहिं च सत्कारणपूयणं च, चए ठियप्पा अणिहे जे, स भिक्खू ॥१७॥ વળી જોઈતી વસ્તુ ના મલી હોય, તો તેની દીનતા કરી ફરીથી પ્રાર્થના ન કરે. તેમ મળતા સ્વાદિષ્ટ રસમાં આસક્ત ન થાય, અને અજાણ્યા ઘરથી ગોચરી લે. (પહેલાં વસ્ત્ર વિગેરે આશ્રયીને કહ્યું અને અહીં ગોચરી આશ્રયીને જાણવું એમ છ શબ્દ બે વાર છતાં દોષ નથી) તથા જીવિતની ઇચ્છા ન કરે એટલે દુરાચારી જીવનને ન ઇચ્છે, તથા તપના પ્રભાવથી રિદ્ધિનો તથા વસ્ત્ર વિગેરેનો સત્કાર તથા સ્તવ (પ્રશંસા) વિગેરેને તજે, (પ્રશંસા માટે કે પૂજાવા માટે ચારિત્ર ન પાળે, પણ મોક્ષ માટે તપ કરે) તથા જ્ઞાન વિગેરેમાં સ્થિર રહીને માયા રહિત બને તે ભિક્ષુ છે. ।।૧૭।। न परं वज्जासि अयं कुसीले, जेणऽन्नो कुप्पेज्ज न तं वएज्जा । जाणिय पत्तेय पुण्ण पावं, अत्ताणं न समुक्कसे जे, स भिक्खू ॥१८॥ શત્રુને પણ એવું અપ્રીતિનું વચન ન કહે, કે આ દૂરાચારી છે. પણ પોતાના શિષ્યને સમજાવવા એકાન્તમાં તેના દુરાચારની શિખામણ આપે, અને સામાનો ગમે તેટલો અપરાધ હોય તો પણ તેવું ન બોલે કે તેને ક્રોધ થાય. પ્રશ્ન – આવું શા માટે કરે? ઉત્તર – પોતાનું પુન્ય પાપ કે સારૂ નઠારૂં કૃત્ય પોતાને ભોગવવાનું છે. જેમ અગ્નિને સ્પર્શ કરે તો બળવાનું દુઃખ તે ભોગવે છે. વળી પોતાનામાં ગુણો હોય તો પણ પોતે અહંકાર ન કરે કે મારા જેવો કોઈ સારો સાધુ નથી તેને ભિક્ષુ કહેવો. ।।૧૮। न जाइमत्ते न य रूवमत्ते, न लाभमते न सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जड़ता, धम्मज्झाणरए जे, स भिक्खू ॥१९॥ હવે મદનો નિષેધ કહે છે. પોતે જાતિનો મદ ન કરે કે હું બ્રાહ્મણ અથવા ક્ષત્રિય છું. બીજાઓ.હલકી જાતિના છે તથા હું રૂપવાન છું, હું લાભવાળો છું. બીજા તેવા નથી, હું પંડિત છું, પણ બીજા નથી. એ પ્રમાણે આઠે ૧ જાતિ, કુલ, બલ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય ૯૩
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy