SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशबैकालिकसूत्र भाषांतर - भाग ३ દશમું અધ્યયન ઊપર મુજબ ચારે પ્રકારનો આહાર પાણી વિગેરે મળતાં તે દિવસે પણ મમતા છોડીને ક્રિયા પાત્ર સ્વધર્મી મુનિઓ ઊ૫૨ વાત્સલ્ય ધારણ કરીને તેમને આપીને બાકીનું પોતે ખાય, અને પછી અભ્યાસમાં તથા સાધુના અનુષ્ઠાનમાં (વિના પ્રમાદે) તત્પર રહે તે ભાવ ભિક્ષુ છે. II૯।। न य दुग्गहिअं कहं कहेज्जा, न य कुप्पे निहुइंदिए पसंते । संजमे धुवजोगजुत्ते, उवसंते अविहेडए जे, स भिक्खू ॥१०॥ .જેથી ક્લેશ ઉત્પન્ન થાય, તેવી કોઈપણ વાતો ન કરે, તથા ધર્મની વાતમાં પણ પોતે બીજા ઊપર કોપાયમાન ન થાય, પણ ઇંદ્રિયોને વશ રાખીને રાગદ્વેષ રહિત રહે, તથા સંયમમાં નિશ્ચલ યોગથી રહે એટલે મન વચન કાયાથી સંયમ પાળે, તથા કાયાની ચપળતા વિગેરેથી રહિત રહે, તથા ઉચિત કૃત્યોમાં અનાદરવાળો ન થાય, બીજા આચાર્યો એનો અર્થ ક્રોધાદિનું ઘટાડવું કહે છે. આ ભાવ ભિક્ષુ છે. ।।૧૦। નો સહફ હું ગામટા, અવગેસ-પહાર-તળળાનો ૧ । જાવ-ભેરવસદ્દસખહાસે, સનમુહ-દુસહે હૈં ને, સ મિલ્લૂ ॥૧॥ વળી જે મહાત્મા ઇંદ્રિયોને દુઃખરૂપ કાંટા જેવા આક્રોશ (હલકાં વચન) તથા ચાબખાનો માર, તથા તિરસ્કાર વિગેરે કોઈ ઈર્ષાથી કરે તો તે પોતે સહન કરે, વળી અત્યંત ભયંકર એવા વૈતાલ વિગેરેના ખડખડ હસવાના શબ્દો સાંભળે તો પણ સ્થિરતા રાખે, અને સુખ દુઃખને સમભાવે સહન કરે તે ભાવ ભિક્ષુ છે. ।।૧૧।। કિમ ડિગિયા મસાને, તો મા(ત્રીય)થ-ગેરવાડ઼ે વિક્સ । વિવિષ્ણુળ-તવોર્પ્ ય નિષ્ન, 1 સરીર યામિમ્બરૂ ને, સ મિલ્લૂ ॥૨॥ તેનો ખુલાસો કરે છે. મસાણમાં નિર્ભયપણે સાધુની માસ વિગેરેની પ્રતિમા (સ્થિરતાથી ઉભા રહેવું તે) ને ધારણ કરી ઉભા રહેતા વૈતાલ વિગેરેના ભયંકર શબ્દોથી ન ડરે, ન ચલાયમાન થાય. (ગમે તેવા રૂપ કરે. લલચાવે, તો પણ સ્થિરતા રાખે) તથા નિરંતર મૂળ ગુણ વિગેરે મહાવ્રત તથા અનશન વિગેરે તપશ્ચર્યામાં લીન રહે, પણ નિઃસ્પૃહતાથી શરીરની આકાંક્ષા ન રાખે કે હું પાતળો થઈ ગયો, અથવા ભવિષ્યમાં દુર્બળ થઈ જઈશ, એવી ચિંતા ન કરે તે ભાવ ભિક્ષુ છે. II૧૨॥ असई वोस- चत्तदेहे, अक्कुट्ठे व हए व लूसिए वा । पुढविसमे मुणी हवेज्जा, अनियाणे अकोउहल्ले य जे, स भिक्खू ॥१३॥ એકવાર નહિ પણ હમેશાં નિર્મમત્વ બની શરીરની વિભૂષા વિગેરે છોડીને કોઈના આક્રોશથી અથવા મારથી અથવા તલવારના ઘાથી અથવા કુતરા, શીયાળના કરડી ખાવાથી મુનિ ક્રોધાયમાન ન થતાં પૃથ્વી માફક સર્વ સહન કરે, પણ રાગદ્વેષ ન કરે, તથા બીજા ભવમાં ભોગોની આશા ન રાખે, તથા નટ વિગેરેનાં કૌતુક ન જુએ, તે ભાવ ભિક્ષુ છે. II૧૩॥ अभिभूय कारण परीसहाई, समुद्धरे जाइपहाओ अप्पयं । વિન્તુ ગાર્ડ-મનનું મહયં, તમે ર! સાળિ ને, સ મિલ્લૂ Ŕ૪૫ ભિક્ષુ નું સ્વરૂપ વધારે ખુલાસાથી કહે છે, એકલા મન વચનથી નહિ પણ કાયા સાથે એટલે મન વચન કાયાથી સિદ્ધાંત નીતિએ જે દુઃખ આવે તે સહન કરે. (કાયા સિવાય પ્રાયઃ પરિસહ સહેવાના નથી) તે બાવીસ પરિસહો ક્ષુધા વિગેરેને, તે સંતોષથી સહે, અને જન્મ મરણના રસ્તાથી આત્માને બચાવે, (પાર ઉતારે) એટલે જન્મ મરણ તે સંસારમાં મહાભયનું કારણ છે તેને જાણીને તપશ્ચર્યામાં રક્ત રહે અને સાધુપણામાં નિર્મળ ભાવના રાખે તે ખરો ભિક્ષુ છે. ।।૧૪।। ૯૨
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy