________________
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
દશમું અધ્યયન
_ 'तिन्ने ताई दविए वई अ खंते अ दंत विरए अ । मुणितावसपन्नवगुजुभिक्खु बुद्धे जइ विऊ अ ॥३४५॥ - વિશુદ્ધ સમ્યગ્દર્શન વિગેરેનાં લાભથી ભવ સમુદ્રને તરવાથી તે તીર્ણ કહેવાય છે. તથા તાય (સત્ય વચન બોલવું) તે, તાય જેને હોય, તે તાયી કહેવાય છે. એટલે જિનેશ્વરના કહેલા માર્ગ પ્રમાણે પોતે આચરે અને તે માર્ગને કહેવાથી પોતાના શિષ્યોને સારી દેશના વડે પાળનારો તે તાયી છે. તથા દ્રવ્ય તે રાગદ્વેષ તેનાથી રહિત તે દ્રવિક કહેવાય, હિંસાદિથી વિરત તે વ્રતી, ક્ષમા કરવાથી શાંત છે, તથા ઇદ્રિયનું દમન કરવાથી દાત્ત છે, તથા વિષય સુખથી નિવૃત્ત થએલો હોવાથી વિરત છે, તથા ત્રણ કાળની અવસ્થાને માને તેથી મુનિ કહેવાય છે. તપના પ્રધાનપણાથી તાપસ છે, મોક્ષનું સ્વરૂપ બતાવવાથી પ્રરૂપક કહેવાય, તથા માયા રહિત હોવાથી જા કહેવાય, ભિક્ષુ શબ્દનું વર્ણન પૂર્વે કર્યું છે. તત્ત્વ જાણનાર હોવાથી બુદ્ધ કહેવાય ઉત્તમ આશ્રમમાં રહેનારો હોવાથી અથવા યત્ન કરવાથી યતિ તથા સૂત્રાર્થ બરોબર જાણવાથી પંડિત કહેવાય છે. Il૩૪૪ો.
'पबइए अणगारे पासंडी चरग बंभणे चेव । परिवायगे असमणे निग्गंथे संजए मुत्ते ॥३४६॥
પાપથી વર્જિત (છૂટેલો) માટે પ્રવૃજિત, દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારના ઘર (આગાર)થી છૂટેલો હોવાથી અણગાર છે. સંસારપાશથી છૂટેલો માટે પાખંડી છે. ચરક પૂર્વમાફક છે, વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ અને પાપને વર્જવાથી પરિવ્રાજક છે. શ્રમણ પૂર્વમાફક છે, નિગ્રંથ સંયત મુક્ત વિગેરે પૂર્વમાફક જાણવા. Iઉ૪૬/l.
साहू लूहे अ तहा तीरट्ठी होइ चेव नायब्यो । नामाणि एवमाईणि होति तवसंजमरयाणं ॥३४॥
નિર્વાણ સાધક યોગ સાધવાથી સાધુ છે, તથા સ્વજન વિગેરેનો સ્નેહ ત્યાગવાથી રૂક્ષ છે, ભવ અર્ણવથી કિનારે જવાની ઇચ્છા રાખવાથી તીરાર્થી છે, આ બધાં નામ ભિક્ષના એક અર્થવાળાં છે, એટલે તપ સંયમમાં જેઓ રક્ત છે. તેવા ભાવ સાધુઓનાં નામ જાણવાં, હવે લિંગદ્વાર કહે છે. ll૩૪૭ll
संवेगो निवेओ विसयविवेगो सुसीलसंसग्गो । आराहणा तवो नाणदसणचरितविणओ अ ॥३४८॥
મોક્ષ સુખનો અભિલાષ તે સંવેગ છે. અને સંસારના વિષયથી ખેદ પામવો તે નિર્વેદ છે, અને વિષયનો ત્યાગ તે વિષય વિવેક છે, સારી સોબતમાં રહેવું, તે સુશીલ સંસર્ગ છે, તથા અંત વખતે બધાં પાપોને યાદ કરી દેવગુરુ સમક્ષ મિચ્છામિ દુક્કડ દેવું, તે આરાધના છે. યથાશક્તિ ઉપવાસ વિગેરે કરવા, તે તપ છે, પદાર્થને યથા સ્વરૂપે જાણવા, તે જ્ઞાન છે, અને સ્વભાવથી અથવા ગુના ઉપદેશથી જે ભગવાનના વચન ઊપર શ્રદ્ધા થાય, તે દર્શન કહેવાય છે, સામાયિક વિગેરે પાંચ ભેદવાળું ચારિત્ર છે. જ્ઞાન તથા જ્ઞાન ભણાવનાર ને વંદન કરવું, તે વિનય છે. [૩૪૮ खंती अ.महवऽज्जव विमुत्तया तह अदीणय तितिक्या । आवस्सगपरिसुद्धी अ होति भिक्खुस्स लिंगाई ॥३४९॥
ક્ષમા એટલે કોઈના હૃદયને ભેદે તેવાં વચન સાંભળીને પણ ક્રોધ ન કરે, ઊંચ જાતિનો કે બીજા ગુણોનો અહંકાર ના કરે, બીજો ઠગે તો પણ તે ઠગવા પ્રયત્ન ન કરે, તે સરળતા, તથા ધર્મ ઉપકરણમાં પણ મૂછ ન રાખે - તે નિર્લોભતા છે અને ખાવાનું ન મળે, તો પણ દીનતા ન કરે, તે અદીનતા છે. બાવીસ પરિષહ આવે તો પણ પોતે - સહન કરે તે તિતિક્ષા છે. તથા અવશ્ય કરવા યોગ્ય કૃત્યમાં અતિચાર ન લગાડે, આ જે ગુણો બતાવ્યા તે ભાવ સાધુનાં લિંગ છે. હવે અવયયદ્વાર કહે છે. ૩૪૯
अझयणगुणी भिक्खू, न सेस इइ णो पइन्न-को हेऊ? अगुणता इइ हेऊ-को दिट्ठतो? सुवण्णमिव ॥३५०॥
૧ દ.નિ. ગા. ૧૫૯ જુઓ ૨ દ.નિ. ગા.-૧૫૮ જૂઓ ૩ વિશેષ આગળ દ.અ. ૧ ગા. ૪૩ જુઓ
८८