________________
દશમું અધ્યયન
'श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३
આ અધ્યયનમાં બતાવેલા ગુણોવાળો ભિક્ષુ ભાવસાધુ થાય છે. તેનું સ્વરૂપ આ છે, આ ગુણોથી રહિત સાધુ ન કહેવાય, એવું જૈનાચાર્ય કહે છે. “આ પ્રતિજ્ઞા છે.” જેનામાં ગુણો ન હોય તે સાધુ નહિ. એવો હેતુ સાધ્ય છે. આમાં હેત નગુણપણું તથા સાધ્ય તે સાધુ નહિ એમ છે. દૃષ્ટાંત સોનાનું છે. જે સોનાના ગુણ ન ધરાવે તે સોનું ન કહેવાય. તે પ્રમાણે સાધુના ગુણ ન ધરાવે તે સાધુ ન કહેવાય, એ નિગમન છે. હવે સોનાના ગુણો બતાવે છે. Il૩૫૦ विसघाइ रसायण मंगलत्य विणिए पपाहिणावते । गुरुए अडझऽकुत्ये अटु सुवणे गुणा भणिआ ॥३५१॥
(૧) ઝેરને નાશ કરનાર, (૨) રસાયન તે વૃદ્ધત્વને રોકનાર (જુવાન રાખનાર), (૩) મંગળ પ્રયોજન તથા (૪) ઇચ્છાનુસાર ટુકડા કરી શકાય તેવું વિનીત, (૫) તપેલો રસ પ્રદક્ષિણાની જેમ વર્તવાથી પ્રદક્ષિણાવર્ત, (૬) કડાં આદિ દાગીના બનાવવામાં કામ લાગે તેવું નરમ તથા વજનમાં ગુરુ(૭) તપતાં પીગળીને ચક્કર ફરનારૂં વજનમાં ભારે અગ્નિથી બળી ન જાય, તથા (૮) કોઈપણ વખત કાટ વિગેરેથી બગડી ન જાય, એમ સોનામાં આઠ ગુણ છે, એવું તેના ગુણ જાણનારે કહ્યું છે, એમ સોનાના ગુણો બતાવીને તેમાં સાર શું લેવો તે બતાવે છે. ૩પ૧
चउकारणपरिसुद्धं कसछेअणतावतालणाए । जं तं विसघाइरसायणाइगुणसंजु होइ ॥३५२॥
ચાર પ્રકારે પરીક્ષા કરવી, તે (૧) કષ (૨) છેદ (૩) તાપ (૪) અને તાડના આ પ્રમાણે પરીક્ષા કરતાં સોનું ઝેર ઉતારનાર વિગેરે ગુણવાળું છે. આવું ભાવ સુવર્ણ પોતાના કાર્યનું સાધન છે. ઉપર
तं कसिणगुणोवेअं होइ सुवण्णं न सेसय जुत्ती । नहि नामरुवमेतेण एवमगुणो हवइ भिक्खू ॥३५३॥
પૂર્વે કહેલા બધા ગુણવાળું સોનું છે. પણ કસોટી વિગેરેમાં જે ગુણો ન દેખાડે તે અશુદ્ધ હોય, તેથી સોનું ન કહેવાય એટલે એકલા પીળા રંગથી કે ચળકાટથી સોનું ન કહેવાય, જેમ તે સોનું ન કહેવાય, તેમ રજોહરણ વિગેરે રાખવાથી નામ માત્ર રૂપ રાખવાથી સાધુ ન કહેવાય, તે ભીખ માંગીને ખાય તો પણ તે ભાવ ભિક્ષ નહિ થાય. l૩૫૩
जाति सुवणगं पुण सुवण्णवणं तु जइवि किरिज्जा । न हु होइ तं सुवणं सेसेहि गुणेहिं संतेहिं ॥३५४॥
જેમ કોઈ નિપુણતાથી બાહરથી પીળા આદિ લક્ષણો જોઈને સ્વર્ણ ખરીદે પણ કષાદિથી તેની પરીક્ષા થાય તો તે સ્વર્ણ નથી એમ સમજાય છે (સ્વર્ણના લક્ષણો ન હોવાથી તે સ્વર્ણ ગણાય નહિ) તેમ બાહરના વેશ માત્રથી સાધુના લક્ષણ ન હોય તો સાધુ ભિક્ષુ કહેવાય નહિ.l૩૫૪| जे अज्झयले भणिआ भिक्खु गुणा तेहि होइ सो भिक्खू । वण्णेण जच्च सुवण्णगं व संते गुणनिहिम्मि ॥३५५॥
જે આ અધ્યયનમાં ભિક્ષુ ગુણોં તે જિનવચનમાં ચિત્ત સમાધિ આદિ કહ્યા છે તે નામ, સ્થાપના, દ્રવ્ય નિક્ષેપો દર કરીને ભાવ ભિક્ષ પરિશદ્ધ ભિક્ષાવત્તિ વાળો હોવાથી આવો શા માટે? તો કહ્યું કે વર્ણથી પીળો જાતિ સ્વર્ણની જેમ પરમાર્થથી પણ સ્વર્ણની જેમ ગુણનો સમૂહ હોતે છતે બીજા કષ આદિ ગુણ સમૂહ યુક્ત જેમ અન્ય ગુણયુક્ત સારા વર્ણવાળું સ્વર્ણ થાય છે તેમ ચિત્ત સમાધિ આદિ ગુણયુક્ત શિક્ષણશીલ ભિક્ષુ હોય છે. ઉપપી
હવે વ્યતિરેક થી સ્પષ્ટ કરે છે. जो भिक्खू गुणरहिओ भिक्खं गिण्हइ न होइ सो भिक्खू । वणेण जुत्ति सुवण्णगं व असई गुण निहिम्मि ॥३५६॥ ૧ સુવર્ણના આઠ ગુણ (૧) વિષમારક (૨) રસાયણકારક (૩) મંગલકારક (૪) વિનીત (૫) ગુરુપણાથી યુક્ત (૬) અદાહ્ય (૭) પ્રદક્ષિણાવૃત (૮) કયારે ન સડે તેવું. સાધુના આઠ ગુણ (૧) મોહ વિષ મારક (૨) મોક્ષ માર્ગમાં પુષ્ટિદાયક (૩) શિવ પદમાં મંગળકારક (૪) પ્રતિપળે વિનયવાન (૫) અતુચ્છ ચિત્તયુક્ત (૬) ક્રોધાગ્નિથી અદાહ્ય (૭) મોક્ષ માગનુસારીવર્તન યુક્ત (૮) શિલસુગંધ યુક્ત.
- અ.રા. કોષ ભાગ ૭/૧૦૦૮
૮૯