________________
દશમું અધ્યયન
શ્રી ફરાàાનિસૂત્ર માષાંત~ - માન્ય રૂ
જ બીજા તપસ્વીઓને પણ જાણવા, કારણ કે સાધુને કેવું નિર્દોષ ભોજન લેવું, તેનું તેમને જ્ઞાન નથી. તેથી તેઓ પાળતા પણ નથી. ત્રણ યોગ અને ત્રણ કરણમાં આસક્ત પૂર્વે કહ્યા તે બતાવે છે. II૩૩૮II
करणतिए जोअतिए सावज्जे आयउपरउभए । अट्ठाणट्टपवत्ते ते विज्जा दव्वभिक्खुत्ति ॥ ३३९॥
પોતાના આ લોકના સુખ માટે મન, વચન, કાયાથી પાપને કરે, કરાવે અને અનુમોદે, એટલે જીવોને પીડારૂપ પોતે કૃત્ય કરે, જેથી શરીરની પુષ્ટિ થાય. તથા મિત્રો વગેરેના સુખ માટે તથા બંનેના માટે પાપ કરે, કેટલાક મતલબ માટે, અને કેટલાક વિના મતલબે પાપ કરે છે એટલે આર્દ્રધ્યાનનું ચિંતન, ક્રૂર વચન બોલવા વડે તથા લક્ષવેધન વિગેરેથી જીવ હિંસા વિગેરેમાં જેઓ તત્પર હોય તેવા બૌદ્ધ વિગેરે સાધુ (વેષ જિન ભાષિત હોય પણ ઉપરોક્ત કાર્ય કરનારા હોય તો તે પણ) દ્રવ્ય ભિક્ષુ જાણવા. સ્ત્રી વિગેરેના સંબંધથી વિશુદ્ધ તપનો અભાવ હોવાથી અબ્રહ્મચારી છે, તે બતાવે છે.I૩૩૯।।
इत्थीपरिग्गहाओ आणादाणाइभावसंगाओ । सुद्धतवाभावाओ कुतित्थि आऽबंभचारिति ॥ ३४० ॥
દાસીઓ વિગેરે સેવામાં રાખે તેથી મનના પરિણામ અશુદ્ધ થાય, તેથી તે સાધુ. ન કહેવાય. અને તાપસ વિગેરેને શુદ્ધ તપના અભાવથી કુતીર્થિને પણ અબ્રહ્મચારી જાણવા. અહીંયાં બ્રહ્મ શબ્દનો અર્થ વાસ્તવિક તપ લેવો (તપનો અર્થ અહીંયાં ઇંદ્રિયોનું સંપૂર્ણ દમન કરવું, તે લીધો છે) આ પ્રમાણે દ્રવ્ય ભિક્ષુનું વર્ણન કહ્યું હવે ભાવ ભિક્ષુનું કહે છે. II૩૪૦॥
आगमतो उवउत्तो तग्गुणसंवेअओ अ (उ) भावंमि । तस्स निरुतं मेअगभेअनभेत्तव्वएण तिहा ॥ ३४९ ॥
ભાવથી આગમ નોઆગમ એમ બે પ્રકાર છે. આગમથી ભિક્ષુ શબ્દને જાણનારો તથા તેમાં ઉપયોગ રાખનારો છે. તથા ભિક્ષુના ગુણને જાણનારો નોઆગમથી ભાવ ભિક્ષુ થાય છે. (અને ભિક્ષુની ક્રિયા તેને કરવી પડે છે) આ પ્રમાણે ભાવ ભિક્ષુનો નિક્ષેપો થયો. હવે તેનું નિરૂક્ત કહે છે. ભિક્ષુનું નિશ્ચિત એટલે ખરેખરૂં શબ્દનું અર્થવાળું રૂપ બતાવવું એટલે ભેદક ભેદન અને ભેત્તવ્ય એમ કહેવાતાં ત્રણ ભેદો વડે ત્રણ પ્રકારનાં છે. તે વધારે ખુલાસાથી સમજાવે છે. II૩૪૧॥
भेताऽऽगमोवउत्तो दुविह तवो भेअणं च भेतव्वं । अट्ठविहं कम्मखुहं तेण निल्तं स भिक्खुति ॥ ३४२॥
અહીં આગમમાં ઉપયોગ રાખનારો સાધુ છે. અને તે સાધુ બાહ્ય અને અત્યંતર એવા બે પ્રકારના ભેદ વડે જે તપ કરે, તે તપ ભેદનાર (ભેદન) છે. આ આઠ પ્રકારનાં કર્મો છે. તે ભેદવા યોગ્ય છે અને તે ભૂખ વિગેરે દુ:ખોના હેતુ હોવાથી તેની જોડે ક્ષુધા શબ્દ જોડવો. એટલે શાસ્ત્રની રીતિએ તપસ્યા કરીને કર્મને ભેદે તે ભિક્ષુ જાણવો. (આ નિરૂક્ત કહેવાય.)I૩૪૨॥
जिंदतो अ जह खुहं भिक्खू जयमाणओ जई होइ । संजमचरओ चरओ भवं खिवंतो भवंतो उ || ३४३॥
જે ક્ષુધા (ભૂખ) ને ભેદે તે ભિક્ષુ થાય છે, એટલે ભૂખ વિગેરે બાવીસ પરીષહોને સહન કરતો ભાવથી યત્ન કરે, અને તેવા ગુણોમાં રહેતો યુતિ કહેવાય, પણ બીજી રીતે યતિ ન કહેવાય, એ પ્રમાણે સંયમમાં એટલે સત્તર પ્રકારનો સંયમ છે. તેને રાખનારો તે સંયમ ચરક (સંયમમાં ચાલનારો) કહેવાય. તેજ માણસ સંસારને ઓછો કરતો ભવાન્ત (થોડા ભવમાં મોક્ષ લેનારો) થાય છે. હવે બીજી રીતે નિરૂક્ત કહે છે. I૩૪૩॥
जं भिक्खमत्तवित्ती तेण व भिक्खु खबेइ जं व अणं । तवसंजमे तवस्सिति वावि अन्नोऽवि पज्जाओ ॥ ३४४॥
જે ભિક્ષા માત્ર વૃત્તિ એટલે નિર્દોષ ગોચરી લે, તે ભિક્ષાના આચારવાળો હોવાથી ભિક્ષુ કહેવાય, હવે ભિક્ષુના પ્રસંગથી જ બીજા ભિક્ષુ શબ્દના પર્યાયો છે. તેનું નિરૂક્ત કહે છે; કર્મ ખપાવવાથી ક્ષપણ કહેવાય; તથા સંયમ તપમાં એટલે સંયમમાં તપ મુખ્ય છે તે સંયમ તપને આદ૨વાથી તપસ્વી કહેવાય છે, એ પ્રમાણે બીજા પણ પર્યાયો હોય તો તેના અર્થથી ભિક્ષુ શબ્દનું નિરૂક્ત થાય છે. હવે એક અર્થિક દ્વાર કહે છે. I૩૪૪॥
૮૭