________________
શ્રી ટુરાયેાનિસૂત્ર ભાષાંતરે - માગ રૂ
હવે તે ખુલાસાથી કહે છે. II૩૩૨।।
णामंठवणाभिक्खू दव्वभिक्खू अ भावभिक्खू अ । दव्वम्मि आगमाई अन्नोऽवि अ पज्जवो इणमो ॥ ३३३॥
ભિક્ષુના નામ સ્થાપના દ્રવ્ય, ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપા છે. સુગમ નામ સ્થાપના છોડીને દ્રવ્ય નિક્ષેપામાં આગમ, નોઆગમ જ્ઞ શરીર ને ભવ્ય શરીર વિગેરે પૂર્વ માફક છે. અને તે સિવાય એક ભવિક વિગેરે પણ ભેદ છે, બીજા પણ ભેદ જેમાં દ્રવ્ય ભિક્ષુનું લક્ષણ છે. તે બતાવે છે. II૩૩૩||
દશમું અધ્યયન
भेअओ भेअणं चेव, मिंदिअव्वं तहेव य । एएसिं तिण्हपि अ, पत्तेअपरूवणं वोच्छं ॥ ३३४॥
(૧) ભેદકપુરુષ (૨) ભેદન તે કુહાડાથી (૩) ભેદવા યોગ્ય તે લાકડું વિગેરે એમ ત્રણ ભેદ છે. એ ત્રણેનું જુદું જુદું સ્વરૂપ બતાવશે.૩૩૪॥
जह दारुकम्मगारो भेअणभित्तव्वसंजुओ भिक्खु । अन्नेवि दव्वभिक्खु जे जायणगा अविरया अ ॥३३५॥
લાકડાનું કામ કરનારો સુથાર તે વાંસલો કે કુહાડો લઈને લાકડું છેદવાની ક્રિયામાં તત્પર હોય, તે દ્રવ્યનો ભેદનારો હોવાથી દ્રવ્ય ભિક્ષુ કહેવાય. તે સિવાય બીજા પણ પરમાર્થ તત્ત્વને સાધ્યા વિના ભિખ માંગીને પેટ ભરે, તે યાચક અને પાપ સ્થાનથી દૂર નહિ થએલા સંસારી છતાં ભિક્ષુ કહેવાય, તે દ્રવ્ય ભિક્ષુ જાણવા, તેના બે ભેદ છે. એક તો ગૃહસ્થ વેષે ભિખ માગે, અને બીજા બાવા વિગેરેનો વેષ રાખીને યાચે છે, તે બતાવે છે. II૩૩૫।।
गिहिणोऽवि संयारंभग उज्जुपन्नं जणं विमग्गंता । जीवणिअ दीणकिविणा ते विज्जा दव्वभिक्खुत्ति ॥३३६॥
સ્ત્રી સહિત પરણેલા નિરંતર (હમેશાં) છ જીવ નિકાયનો આરંભ કરનારા તથા ભોળા માણસોને ‘અમે ભૂદેવ છીએ’ લોકના હિત માટે જ જન્મ્યા છીએ માટે અમોને અમુક અમુક દ્રવ્ય જેમ કે ગાય, સ્ત્રી વિગેરે આપો આ પ્રમાણે ગૃહસ્થ છતાં બ્રાહ્મણો કરે છે, તે ગૃહસ્થ ભિક્ષુ જાણવા અને જેઓ બાવા વિગેરે આજીવિકા માટે દ્રવ્ય વિગેરે ભેગું કરે છે, તે બાવા તથા બ્રાહ્મણોનો હેતુ દ્રવ્ય માટે હોવાથી તે દ્રવ્ય ભિક્ષુ જાણવા આ બાવા કાપડી નામના ગૃહસ્થ વેષવાળા પૂર્વે હતા તે લેવા. (પાલનપુરમાં કાપડી નામે હાલ છે.) હવે સાધુ વેષને ધારણ કરેલા બતાવે છે.II૩૩૬II
मिच्छदिट्ठी तसथावराण पुढवाइबिंदिआईणं । निच्वं वहकरणरया अबभयारी अ संचइआ ॥ ३३७ ॥
બૌદ્ધ મત વિગેરેના સાધુ વિગેરે અતત્ત્વને તત્ત્વ માનનારા હોવાથી મિથ્યાત્વવાળા તથા સાધુનું ચિહ્ન તે સર્વોત્તમ શાંતિ, તેનાથી રહિત અને પૃથ્વી વિગેરે સ્થાવરકાય તથા બેઇંદ્રિય વિગેરે ત્રસકાય તેનો વધ કરવામાં રક્ત અબ્રહ્મચારી તથા સંચય કરનારા સાધુ ધર્મમાં શૂન્ય હોવાથી દ્રવ્ય ભિક્ષુ જાણવા. (ચ શબ્દનો પરમાર્થ આગળ સમજાવશે.) સંચય કરવાથી તે અબ્રહ્મચારી છે તેથી સંચયને બતાવે છે. II૩૩૭।।
दुपयचउप्पयथनथन्नकुविअति अति अपरिग्गहे निरया । सच्चित्तमोइ पयमाणगा अ उद्दिट्ठभोई अ ॥३३८ ॥
બે પગવાળાં તે દાસી વિગેરે અને ચાર પગવાળાં તે ગાય ભેંસ વિગેરે છે. ધન તે સોનું ચાંદી વિગરે, ધાન્ય કમોદ (ભાત) વિગેરે કુપ્પ તે લોઢું તથા તાંબુ વિગેરે. આ દરેકમાં મન વચન કાયાથી તથા કરવું કરાવવું અને અનુમોદવું, એમ ત્રણ યોગ ત્રણ કરણમાં રક્ત છે. આ વાત તેમના શાસ્ત્રમાં છે કારણ કે તેઓ લખે છે કે,
विहारान् कारयेद् रम्यान् वासयेच्चबहुश्रुतान् ।
‘મનોહર મહેલ જેવા વિહાર (મઠ) બનાવીને બહુશ્રુત એટલે બૌદ્ધ મતના પંડિતોને રાખવા.’
વાદીની શંકા–ઉત્તમ ગુણના ધા૨ક એવું ન કરે.
આચાર્યનું સમાધાન–સચિત્તનું ભોજન કરનારા છે, તથા માંસ વિગેરેનું ભોજન કરનારા છે. તથા પોતાના હાથથી રાંધનારા તથા તેમના માટે જ રંધાએલું ખાનારા આટલા દુર્ગુણો બૌદ્ધ વિગેરે સાધુના છે. અને તેવા
૮૬