________________
દશમું અધ્યયન
श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३
दसम समिक्खू अज्झयणं સભિક્ષુ નામનું દશમું અધ્યયન
હવે ભિક્ષુ અધ્યયન કહેવાય છે અર્થાત્ ભીખ માગવાથી ભિક્ષુ ન ગણાય પણ તે ભિક્ષુમાં આવા ગુણો હોવા જોઈએ તે બતાવે છે. તેનો નવમા અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે. પૂર્વે કહ્યું કે આચારમાં રહેલો હોય, તે વિનય સંપન્ન હોય. અને અહીં એવું કહેશે કે જે વિનય વિગેરેમાં રહેશે તે જ સમ્યગૂ ભિક્ષ છે. એના પૂર્વ પ્રમાણે અનુયોગ દ્વાર કહેતાં નામ નિક્ષેપમાં “સભિક્ષુ એવું અધ્યયનનું નામ છે. અહીંયાં “સ કાર છે, તે ભિક્ષુ સાથે સંબંધ રાખે છે. તે “સકાર'ના નિક્ષેપા કહે છે.
नामंठवणसयारो दब्वे भावे अ होइ नायव्यो । दव्वे पसंसमाई भावे जीवो तदुवउत्तो ॥३२८॥ સકાર નામ તે નામ સકાર છે તેનું ચિત્ર તે સ્થાપના સકાર કહેવાય, હવે દ્રવ્ય સકાર અને ભાવ સંકાર | છે. દ્રવ્ય સકારના પહેલાની માફક આગમ નોઆગમ તથા “જ્ઞ' શરીર, ભવ્ય શરીર તથા તે બંનેથી રહિત પ્રશંસાના અર્થવાળો દ્રવ્ય સકાર છે. અને ભાવસકાર ઉપયોગ વાળો એક પણાથી જીવ પોતે જ ભાવસકાર છે. હવે દ્રવ્ય સકારના નિક્ષેપા ઉપયોગી હોવાથી બતાવે છે.૩૨૮
निदेसपसंसाए अत्थीभावे अ होइ उ सगारो । निदेसपसंसाए अहिगारो इत्य अज्झयणे ॥३२९॥
નિર્દેશ (વિચાર જણાવવા) પ્રશંસા અને અસ્તિભાવ એ ત્રણ અર્થમાં સકાર શબ્દ છે. જેમ કે નિર્દેશમાં એની પછી તે આવે છે. (આવું કોઈ ને સૂચવવું હોય તો સંસ્કૃતમાં “સ અને ગુજરાતીમાં ‘તે' વપરાય છે.) પ્રશંસામાં આ સત્ પુરુષ છે. એટલે સ અને સત્ નો એક અર્થ છે. અને અતિભાવમાં (વિદ્યમાન વસ્તમાં) આ વસ્તુ વિદ્યમાન છે. અર્થાત્ (નાશ પામી નથી) તેમાં આ અધ્યયનમાં નિર્દેશ અને પ્રશંસા એ બંનેમાં જે સકાર છે, તેની જરૂર હોવાથી તે બેઉમાં લીધો છે. હવે તે બતાવે છે.૩૨૯
जे भावा दसवेआलिअम्मि करणिज्ज वण्णिअ जिणेहिं ।
तेंसि समावर्णमिति (मी) जो भिक्ख भन्नइ स मिक्ख ॥३३०॥ જે પદાર્થો પૃથ્વી વિગેરે છે. તેનું રક્ષણ કરવું એવું જિનેશ્વર તથા ગણધર ભગવંતે આ દશવૈકાલિક સૂત્રમાં બતાવ્યું છે. તે ભાવોને યથાશક્તિ દ્રવ્યથી અને ભાવથી આચરીને છેવટ સુધી પાળે, તે ભિક્ષ છે. (ઇતિ શબ્દનો છુપો ઉપન્યાસ છે. અહીંયાં નિર્દેશમાં સકાર બતાવ્યો કે આવો હોય તે ભિક્ષ કહેવાય હવે પ્રશંસામાં બતાવે છે.ll૩૩ ll
वरगमरुगाइआणं भिक्खुजीवीण काउणमपोहं । अज्झयणगुणनिउत्तो होइ पसंसाइ उ सभिक्खू ॥३३१॥ | ચરક (એક જાતના અન્ય મતના સાધુ) મરૂકા (બ્રાહ્મણ) તથા આદિ શબ્દથી બૌદ્ધના સાધુ જાણવા. તેઓ સાધુ ધર્મને પાળતા ન હોવાથી ભિક્ષા માત્રથી જીવન ગુજારનારા જાણી, તેમને અહીં ભિક્ષ તરીકે ન લેવા, પણ આ અધ્યયનમાં બતાવેલા ગુણવાળો સાધુ હોય, તે ભિક્ષુ જાણવો. એટલે સદ્ ભિક્ષુ એવો સભિક્ષુ (સારો ભિક્ષ) જાણવો આ પ્રમાણે નિર્દેશ તથા પ્રશંસાના અર્થમાં સકાર લીધો, હવે ભિક્ષનું વર્ણન કરે છે. ૩૩૧l भिक्खुस्स य निक्खेवो निरुतएगहिआणि लिंगाणि । अगुणढिओ न भिक्खू अवयवा पंच दाराई ॥३३२॥
(૧) નિક્ષેપો તથા (૨) નિરૂક્ત તથા (૩) પર્યાય (૪) ચિહ્ન તથા અગુણી ન લેવા, પણ (૫) ગુણી લેવા. વિગેરે વર્ણનનાં અનુક્રમે પાંચ વાર આવશે, તથા પહેલાં અધ્યયનમાં બતાવેલાં પાંચ અંગ પ્રતિજ્ઞા વિગેરે કહેશે.
૮૫