SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३ નવમું અધ્યયન - જિનેશ્વરના વચનમાં રક્ત, એકવાર નહિ, પણ વારંવાર ભાવથી સૂત્ર વિગેરેને પૂરેપૂરું ભણનારો બની સૂત્રમાં બતાવેલી વિધિએ અશુભ આશ્રવને અટકાવી ઈદ્રિય અને મનને તાબે રાખતો આત્માને મોક્ષ તરફ લઈ જનારો સાધુ બને. આપા સર્વ સમાધિનું ફળ કહે છે. अभिगम चउरो समाहिओ, सुविसुद्धो सुसमाहियप्पओ। विउलहियसुहावह पुणो, कुबइ सो पयखेममप्पणो ॥६॥ ઊપર કહેલી ચારે પ્રકારની સમાધિને સમજીને પાળીને મન વચન કાયાથી વિશુદ્ધ બની સત્તર પ્રકારની સંયમ સમાધિમાં આત્માને સ્થિર કરી ધર્મ રાજ્યને મેળવી વિસ્તીર્ણ હિત અને ભવિષ્યમાં અક્ષય સુખનો સમૂહ તથા આત્માનું શ્રેમ પદ એટલે નિશ્ચળ સુખ તે મોક્ષને પ્રાપ્ત કરે (પોતાનું શ્રેમ પદ મેળવે આથી આત્માને જેઓ એકાંત ક્ષણિક માને છે તેમનું ખંડન કર્યું.) lEા. जाई-मरणाओ मुख्यई, इत्थंय च चएइ सव्वसो । सिद्धे वा भवइ सासए, देवे वा अप्परए महहिए ॥७॥ । ति बेमि ॥ चउत्थो उद्देसो समतो ॥४॥ विणयसमाहीणामाज्झयणं समत्तं ॥१॥ આ પ્રમાણે ચાર પ્રકારની સમાધિનું સેવન કરનાર જન્મ મરણ ના દુઃખરૂપ સંસારથી મૂકાય છે. અને આ પ્રમાણે નારકી વિગેરે સંબંધી વર્ણ સંસ્થાન વિગેરે સર્વથા ત્યજે છે અને ફરી ગ્રહણ ન કરવાથી શાશ્વત સુખવાળા ને મેળવે છે. અથવા તે ભયમાં મોક્ષમાં ન જાય તો અનત્તર વિમાનમાં અલ્પ સંસારવાળો મોટી રિદ્ધિ વાળો દેવતા થાય છે, (તે દેવો પોતાનાં સ્થાનથી ક્યાંય જતાં નથી) વળી તે દેવતાને જ ખાજ ખણવા જેવું વિષય સુખ મનથી પણ નથી. તથા ત્યાંથી એવીને પ્રાયઃ એક બે ભવમાં મોક્ષ મેળવે છે. નવમું અધ્યયન સમાપ્ત.Iછા. , આત્માને અતીવ પ્રમાણમાં કર્મબંધ કરાવવાવાળી જે કંઈપણ ક્રિાઓ છે તે શાસ્ત્રોમાં સબલ દોષનાં નામથી વણિત છે. (૧) હસ્તમૈથુન કરવું (૨) મૈથુનનું સેવન કરવું (૩) રાત્રિભોજન કરવું (૪) આધાકર્મિ આહાર વિગેરે કરવો (૫) શય્યાતર પિંડ વાપરવો (૬) ઔદશિકાદિદોષ સહિત આહરાદિ ઉપયોગમાં લેવો (૭) પ્રત્યાખ્યાનનો ભંગ કરવો (૮) છ મહિનામાં ગચ્છાંતર કરવું (૯) એક મહિનામાં ત્રણ વાર નદી પાર કરવી (૧૦) એક માસમાં ત્રણવાર માયા કરવી (૧૧) રાજપિંડ લેવો (૧૨) બલાત્કારથી જીવ હિંસા કરવી (૧૩) અસત્ય ભાષણ કરવું (૧૪) અદત્તાદાનનું સેવન કરવું (૧૫) સચિત્ત ભૂમિ પર કાયોત્સર્ગ કરવો (૧૬) પળલેલાં શરીરથી કે સચિત્ત રજથી લિપ્ત શરીરથી શહેરમાં જવું (૧૭) જીવ કે જીવવાળી ભૂમિ પર બેસવું (૧૮) સચિત્ત જમીકંદ વાપરવું (૧૯) એક વર્ષમાં દશ વાર માયાનું સેવન કરવું (૨૦) એક વર્ષમાં દશ વખત લેપ નદી ઊતરવી (૨૧) સચિત્ત જલથી ભીના એવાં હાથોથી આહારાદિ લેવો. આત્માર્થીએ સબલ દોષોથી અવશ્ય બચવું જોઈએ. • ૮૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy