________________
નવમું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
શ્રુત સમાધિ નું વર્ણન
चव्विा खलु सुयसमाही भवइ, तजहा-सुयं मे भविस्सइति अज्झाइयव्वं भवइ १, एगग्गचित्तो भविस्सामिति अज्झाइयव्वं भवइ २, अप्पाणं ठावइस्सामिति अज्झाइयव्वं भवइ ३, ठिओ परं ठावइस्सामिति अज्झाइयव्वं भवइ ४, चउत्थं पयं भवइ ।
આચારાંગ વિગેરે બાર અંગોના ૫રમાર્થનું તત્ત્વ જ્ઞાન મને મળશે, એવી બુદ્ધિથી ભણે પણ માન વિગેરે મેળવવા ન ભણે તથા ભણવામાં ખલેલ ન પડે, માટે એકાગ્રચિત્તે સ્થિરતા રાખીને ભણે આ આલંબન વડે ભણે તથા ધર્મ તત્ત્વ જાણીને આત્માને શુદ્ધ ધર્મમાં જોડીશ, આજ હેતુ ધ્યાનમાં રાખે તથા હું ભણીને ધર્મમાં સ્થિર રહીને શિષ્યોને પણ ધર્મમાં જોડીશ, આ હેતુએ સિદ્ધાંત ભણે.
भवइ य एत्थ सिलोगो - नाणमेगग्गचित्तो य, ठिओ ठावयई परं । सुयाणि य अहिज्जित्ता, रओ सुयसमाहिए ॥३॥
એકાગ્ર ચિત્તે ભણીશ, ધર્મમાં સ્થિર રહીશ. અને બીજાને સ્થિર કરીશ. સૂત્રોને ભણીને શ્રુત સમાધિમાં
રહીશ,૩॥
ચાર પ્રકારની તપ સમાધિનું વર્ણન
चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा-नो इहलोगट्टयाए तवमहिद्वेज्जा १
नो परलोगट्टयाए तवमहिट्टेज्जा २, नो कित्ति-वण्ण-सद्द - सिलोगट्टयाए तवमहिद्वेज्जा ३, नन्नत्थ निज्जरट्टयाए तवमहिद्वेज्जा ४, चउत्यं पयं भवइ ।
આ લોકમાં લબ્ધિની ઇચ્છાથી અનશન વિગેરે તપ ધમ્મિલ કુમાર માફક નહિ કરૂં, તથા પરલોકના સુખ વાસ્તે બ્રહ્મદત્ત માફક તપ નહિ કરૂં, તથા જશકીર્તિના માટે તપ નહિ પરંતુ ફક્ત સકામ-નિર્જરા માટે તપ કરીશ, (સર્વ દિશામાં વ્યાપે તે કીર્તિ અને એક દિશામાં વ્યાપે તે વર્ણ, અને અર્ધ દિશામાં વ્યાપે તે શબ્દ, અને તેજ સ્થાનમાં વ્યાપે તે શ્લાઘા, આમ મૂળ સૂત્રમાં ચાર શબ્દો છે, તેના જુદા અર્થ જાણવા, તેના માટે તપશ્ચર્યા ન કરે.)
भवइ य एत्थ सिलोगो - विविहगुणतवोरए य निच्चं भवइ निरासए निज्जरट्ठिए । तवसा धुणइ पुराणपावगं, जुत्तो सया तवसमाहिए ॥४॥
નિરંતર ગુણોનો અર્થી તપશ્ચર્યામાં રક્ત રહે તથા કોઈ જાતના આ લોક પરલોકની સંસારી આશા ન રાખે, પણ સકામ નિર્જરાનો ભાવ રાખે, અને નિર્મળ તપશ્ચર્યાથી સમાધિમાં રહી પૂર્વના અશુભ કર્મોને છેદી નાખે, અને નવાં ન બાંધે.||૪||
ચાર પ્રકાર ની આચાર સમાધિ
उव्विहा खलु आयारसमाही भवइ, तं जहा नो इहलोगट्टयाए आयारमहिद्वेज्जा १, नो परलोगट्टयाए आयारमहिद्वेज्जा २, नो कित्ति-वण्ण- सद्द-सिलोगट्टयाए आयरमहिट्टेज्जा ३, नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिद्वेज्जा ४ चउत्थं पयं भवइ ।
આ લોકના અર્થે જ આચાર ન પાળે, તેમ પરલોક માટે પણ ન પાળે, તેમ કીર્તિ વિગેરે મેળવવા પણ ન પાળે, કિંતુ જિનેશ્વરે કહેલા સર્વથા ત્યાગ રૂપ પાંચ આચાર પાળે અને મૂળ ગુણ આરાધે,
भवइ अ एत्थ सिलोगो - जिणवयणरए अतितिणे, पडिपुण्णाययमाययट्ठिए । आयारसमाहिसंवुडे, भवइ अ दंते भावसंधए ॥५॥
૮૩