________________
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
નવમું અધ્યયન
ચોથો ઉદ્દેશો
सुअं मे आउस? तेणं भगवया एवमक्खायं इह खलु थेरेहि भगवंतेहिं चत्तारि विजयसमाहिट्ठाणा पण्णत्ता, कयरे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पण्णता? इमे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिद्वाणा पण्णत्ता, તેંગહા-વિનયલનાહી(૧) સુરસમાહી(૨) તવસમાહી(૩) આવાસનાહી(૪))
સૂત્રકાર પૂર્વે કહેલા વિનયને વધારે ખુલાસાથી કહે છે, સુધર્મા સ્વામી જંબૂસ્વામીને કહે છે, હે, આયુષ્યમાન્? જિનેશ્વર ભગવાને મને આ પ્રમાણે કહ્યું છે. (ચોથા અધ્યયનમાં આનો વિશેષ ખુલાસો છે.) અહીંયાં એટલે આ ક્ષેત્રમાં કે આ સિદ્ધાંતમાં જે સ્થવિર (ગણધર) ભગવંતોએ વિનય સમાધિનાં ચાર સ્થાન કહ્યાં છે, એટલે જે પ્રમાણે જિનેશ્વર પાસે પોતે સાંભળ્યાં છે તે પ્રમાણે સૂત્રોમાં ગૂંથ્યાં (રચ્યાં) છે.
પ્રશ્ન તે ચાર ક્યા છે,? ઉત્તર – ૧. વિનય સમાધિ, ૨. શ્રુત સમાધિ, ૩. તપ સમાધિ અને ૪. આચાર સમાધિ છે.
સમાધિનું વર્ણન
પરમાર્થથી આત્માનું હિત સુખ અને સ્વાસ્થ્ય (ખરી શાંતિ) જેના વડે થાય તે સમાધિ છે. આ સમાધિ વિનયથી મેળવવી તે વિનય સમાધિ જાણવી તથા શ્રુત એટલે જૈન સિદ્ધાંત ભણીને તેનાથી સમાધિ લેવી તથા તપશ્ચર્યા કરીને તથા મૂળ ગુણ વિગેરે આચાર પાળીને સમાધિ લેવી.
विषए सुए अतवे, य आवारें निच्यं पंडिया । अभिरामयंति अप्पाणं, जे भवंति जिइंदिआ ॥१॥
આ સમાધિ લેનારા પંડિત સાધુઓ જેઓ સમ્યગ્ રીતે પરમાર્થ જાણનારા છે. તેઓ વિનય વિગેરે ચારે ગુણોમાં જીવને રમાડે છે, (યોજો છે.) અને તેઓ ઇંદ્રિયોના વિષયોને જીતે છે. (જે ઇંદ્રિયોને જીતીને ખરી શાંતિ મેળવે) અને તે જ ખરા પંડિત છે.।।૧।।
चउब्विहा खलु विणयसमाही भवइ, तं जहा - अणुसासिज्जतो सुस्सूसइ १
सम्मं संपडिवज्जइ २ वेयमाराहइ ३ न य भवइ अत्तसंपग्गहिए ४ चउत्थं पयं भवइ । વિનય સમાધિ ચાર પ્રકારે બતાવે છે. ગુરુ શિખામણ આપે તથા જ્યારે જ્યારે પ્રેરણા કરે ત્યારે ગુરુ પાસે સાંભળવાની ઇચ્છા રાખે તથા ગુરુ જે સંભળાવે તે પોતાના ભાવથી ધ્યાન પૂર્વક સાંભળે અને તત્ત્વને સમજીને પરમાર્થ શોધી કાઢે તથા વેદ એટલે ભણેલા જૈન સિદ્ધાંતને યોગ્ય અનુષ્ઠાન (વર્તન) કરીને સફળ કરે, (નિર્મળ ચારિત્ર પાળે), તથા પોતે ગુરુની આજ્ઞા પાળતો છતાં મનમાં અહંકાર ન કરે, કે મારા જેવો વિનય ગુણ વિગેરે વાળો બીજો સારો સાધુ નથી, આ પ્રમાણે ચારે પદો સૂત્રના ક્રમ પ્રમાણે ઉત્તરોત્તર ગુણની અપેક્ષાએ છે (જે આ પ્રમાણે ગુણો પ્રાપ્ત કરે, તેની પ્રશંસા થાય.)
॥ भवइ य एत्थ सिलोगो ॥
पेड़ हियाणुसासणं सुस्सूसई तं च पुणो अहिट्ठए ।
न य माणमएण मज्जई, विणयसमाहि आययट्ठिए ॥ २ ॥
જે હિત શિક્ષાને ઇચ્છે છે, એટલે આ લોક પરલોકનું હિત જેનાથી થાય, તેવા ગુરુના ઉપદેશને ચાહે છે, તથા તે કહેલા તત્ત્વને સમજે છે, તથા તે પ્રમાણે વર્તે છે, અને ગુણ પ્રાપ્ત કરીને પૂજાતાં અહંકાર કરતો નથી, આવો મોક્ષાર્થી સાધુ વિનય સમાધિ વાળો જાણવો.રા
૮૨