________________
શ્રી દ્વરાäાનિસૂત્ર ભાષાંતર્ત્ય - મા રૂ
નવમું અધ્યયન
એટલે નાટક ચેટક વિગેરે છોડે તે સાધુ જગત પૂજ્ય થાય છે.।।૧૦।
गुणेहिं साहू अगुणेह साहू, गेण्हाहि साहूगुण मुंचऽसाहू । વિવાળિયા અબામબળ, ગો રા-ટોશેહિં સમો, સ પુખ્ખો îl
સાધુના પૂર્વે વિનય વિગેરે જે ગુણો બતાવ્યા, તે ગુણ વાળો સાધુ કહેવાય અને તે ગુણો જેનામાં ન હોય તે અસાધુ કહેવાય, માટે ગુરુ શિષ્યને કહે છે, કે તું ગુણોને ધારણ કર અને દોષને છોડી દે, આવું ગુરુ પાસે જિનેશ્વરનું વચન સાંભળીને પોતાના આત્માને રાગ દ્વેષ રહિત કરે, અને સમભાવી થાય, તે પૂજ્ય થાય છે.।।૧૧।। तहेव डहरं व महल्लगं वा, इत्थीं पुमं पव्वइयं गिहिं वा ।
नो हीलए नोवि य खिंसएज्जा, थंभं च कोहं च यए, स पुज्जो ॥१२॥
સાધુમાં કોઈ ડહર મહલ્લક (નાના મોટા) હોય અથવા બરોબરીઆ હોય તથા કોઈ સ્ત્રી–પુરુષ કે નપુંસક હોય તે ગૃહસ્થ હોય અથવા સાધુ હોય, અથવા અન્ય ધર્મી હોય, તે બધાને ખોટું લાગે તેવું વચન ન બોલે, તથા ઈર્ષા કરીને તેમનું અપમાન ન કરે. (હીલના તે એકવાર અપમાન અને વારંવાર અપમાન તે ખીંસના કહેવાય, તે ન કરે) તથા તેનું મૂળ અહંકાર ન કરે, તથા ક્રોધ પણ ન કરે, તે સાધુ જગતમાં પૂજ્ય થાય છે. II૧૨॥
जे माणिया सययं माणयंति, जत्तेण कन्नं व निवेशयति ।
ते माणए माणरिहे तवस्सी, जिइंदिए सच्चरए, स पुज्जो ॥१३॥
જે આચાર્ય શિષ્યોને બોધ આપીને તેમને પ્રથમ વિનય શિખવે છે, અને વિનય કરનારા શિષ્યોના સત્કારથી સંતુષ્ટ થએલા આચાર્ય નિરંતર શિષ્યોને ભણાવે છે. અને ભણવામાં આળસ કરનારને પ્રેરણા કરીને પણ યત્ન વડે શ્રુત ભણાવે છે તથા જેમ માતા-પિતા કન્યાને ગુણવાન કરીને સારા વરને પરણાવે છે. તેમ પોતાના શિષ્યોને ગુણવાન બનાવી (આચાર્ય પદ જેવા) સારે પદે ચડાવે છે. એવા ઉત્તમ ગુરુના ગુણોને શિષ્ય યાદ કરીને માનનીય આચાર્યને માને છે, તથા જે તપશ્ચર્યા કરનાર જિતેન્દ્રિય બનીને લોભ રહિત (પરમાર્થ સાધક) થાય છે તે સાધુ જગતમાં પૂજ્ય થાય છે. ।।૧૩।।
तेसिं गुरुणं गुणसागराणं, सोच्याण मेहावि सुभासियाई । રે મુળી પણ તિપુત્તો, ચડવસાપાવન, સ પુખ્ખો ૫ર્૪]
તેવા ગુરુ ગુણોના સાગર છે, તેમનાં કહેલાં હિતનાં વચન પરલોકમાં ઉપકારી છે, તે સાંભળીને પંચમહાવ્રતમાં સાધુ દૃઢ થઈને મન ગુપ્તિ વિગેરેથી ગુપ્ત થઈ ચાર કષાયને જીતે તેથી જગત પૂજ્ય થાય છે. તે ફળ બતાવી સમાપ્ત કરે છે.૧૪
गुरुमिह सययं पडियरिय मुणी, जिणवयनिउणे अभिगमकुसले ।
धुणिय रय-मलं पुरेकडं, भासुरमउलं गई गय ॥१५॥
॥ त्ति बेमि ॥ विणयसमाहीए तइओ उद्देसो समत्तो |३|
આચાર્ય વિગેરે પૂજ્ય ગુરુને આ મનુષ્ય લોકમાં જે મુનિ હંમેશાં આરાધિને જિન મતમાં નિપુણ હોય અને મળવા આવેલા સાધુઓની સેવામાં ચતુર હોય તે પોતાના પૂર્વે કરેલાં દુષ્ટ કર્મોને છેદીને જ્ઞાન તેજથી દેદિપ્યમાન તથા અનુપમ એવી સિદ્ધિ નામની સર્વોત્તમ ગતિને મેળવે છે. કદાચ બીજા ભવમાં સ્વર્ગમાં જાય તો ઉત્તમ કુળમાં અવતાર લઈ ધર્મ પામીને મોક્ષ મેળવે છે. આ પ્રમાણે ગુરુની સેવા કરવી એમ સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે. ત્રીજો ઉદ્દેશો સમાપ્ત।।૧૫।।
૮૧