________________
નવમું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ સોટીનો માર મારે, સાંકળથી બાંધે, તે તમામ દુઃખ સહન કરે છે, અને તે સહન કરનારા ગરીબના જ પુત્ર નહિ પણ ભણવા માટે આવેલા સુંદર આકૃતિવાળા રાજપુત્રો વિગેરે પણ કળા ભણતાં દુઃખ સહન કરે છે.)।।૧૪।
तेवि तं गुरुं पूयंति, तस्स सिप्पस्स कारणा । सक्कारंति नमसंति, तुट्ठा निद्देसवत्तिणो ॥ १५ ॥
આટલું દુઃખ દેવા છતાં પણ શિલ્પાદિ શિખનારા રાજપુત્રો દુઃખ આપનારા ગુરુને મધુર વચન વડે પૂજે છે, તથા શિલ્પ શિખવવા બદલ તેમનો વસ્ત્ર વિગેરેથી સત્કાર કરે છે, અને હાથ જોડીને માથું નમાવી ઉપકાર માને છે, તથા પોતે એમ માને છે કે તેમની (ગુરુની) આજ્ઞા માનીશું તો જ કળા આવડશે, એવું જાણીને પ્રસન્ન થઈને કળાચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તે છે. ।।૧૫।
किं पुणं जे सुयग्गाही, अणंतहियकामए । आयरिया जं वए भिक्खू, तम्हा तं नाइव ॥ १६ ॥
આ લોકમાં આટલું દુઃખ ભોગવીને કોમળ એવા રાજપુત્ર વિગેરે પણ ગુરુને પૂજે છે. અને ફક્ત આજ લોકનું સુખ ભોગવે છે, તો જે સાધુઓ જિનેશ્વરનું વચન, આ લોકનું સુખ તથા પરલોકનું અનંત સુખ, જે મોક્ષ તે મેળવવા ઇચ્છતા શિષ્યોએ કંઈપણ સ્વાર્થ ન રાખનારા એવા ગુરુને ઉત્તમોત્તમ ભાવથી કેમ ન પૂજવા? તેટલા માટે એકાંત હિતકારક ગુરુ જે કહે તે બધાં વચનને સાધુઓ ઉલ્લંઘે નહિ તેથી તે સર્વ લાભને મેળવે. ।।૧૬।। नीयं सिज्जं गइं ठाणं, नीयं च आसणाणि य । नीयं च पाए वंदिज्जा, नीयं कुज्जा य अंजलिं ॥१७॥ શિષ્ય કેવો વિનય ક૨વો તે કહે છે, ગુરુના કરતાં પોતાનો સંથારો (પથારી) નીચો રાખવો. તથા ગુરુથી ઘણે દૂર નહિ તેમ ઘણી નજીક પણ નહિ એમ પછવાડે (જેમ ગાય પછવાડે વાછરડું એમ) ચાલે તથા ઘણો દોડે નહિ, તેમ ઘણો ધીરેથી પણ ન ચાલે, વળી ગુરુ કરતાં બેસવાનું સ્થાન તથા આસન પણ નીચું રાખવું, તથા ગુરુના બેઠા પછીથી બેસે, તથા ગુરુને નીચો નમીને પગમાં નમસ્કાર કરે, તથા પ્રશ્ન વિગેરે પૂછતાં માથું નીચું નમાવી અંજલી કરીને પૂછે પણ લાકડાના ઠૂંઠાની માફક અક્કડ રહીને પૂછે નહિ.૧૭||
સંપદતા વાળ, તન્હા કર્વાહના વિ । ‘અમેઠ ગવાહં મે’, રબ્બ‘ન પુનોત્તિ ૫ ૫૮૫
કાયાનો વિનય કહ્યો. હવે વચનનો કહે છે. બને ત્યાં સુધી ગુરુનાં કપડાં વિગેરેને પગ લગાડવો નહિ પણ ભૂલથી પગ લાગે તો તુરત ગુરુની ક્ષમા માંગવી, એટલું કહેવું કે આ મારા હીનભાગીનો અપરાધ ક્ષમા કરો, ફરીથી આવું નહિ કરૂં.॥૧૮॥
दुग्गओ वा पओएणं, योइओ वहई रहं । एवं दुम्बुद्धि किच्चाणं वुत्तो वुत्ती पकुब्बई ॥१९॥
સારો શિષ્ય ઊપર મુજબ પોતાની મેળે વર્તે, પણ તેથી ઉલટો શું કરે તે કહે છે, ખરાબ બળદીયો ચાબખાથી કે પરોણાથી માર ખાઈને સીધે રસ્તે ન જાય, અને અવળે રસ્તે રથને લઈ જાય, તે પ્રમાણે કુબુદ્ધિવાળો શિષ્ય ગુરુના સોંપેલા કાર્યને વારેવારે પ્રેરણા કરવાથી પુરૂં કરે.।।૧૯।।
कालं छंदोवयारं च, पडिलेहिताण हेउहिं । तेण तेण उवाएणं, तं तं संपडिवायए ॥ २० ॥
સાધુને આવા ગૃહસ્થ સંબંધી કૃત્ય કરવાં ન શોભે તે કહે છે. શરદ વિગેરે છ ઋતુનો જે કાળ છે, તે સંબંધી તથા છંદ ઉપચાર તે આરાધનાનો પ્રકાર તથા દેશ વિગેરે સંબંધી ઉપચાર તેવા તેવા ઉપાયો જોઈને સાધુએ ગૃહસ્થને કંઈપણ કહેવું નહિ, જેમ કે શરદમાં પિત્તને હરવાવાળું ભોજન કરવું, તથા પ્રવાત નિવાત (અનુકૂળ હવા) ના સ્થાનમાં સુવું, તથા દેશને આશ્રયીને જેમ અનુપદેશમાં થુંક બળખા વધારે જાણીને શ્લેષ્મનો ઉપાય ક૨, અથવા જેને જેવું હિતકર હોય, તેવું કર, આવું ગૃહસ્થને સંસાર સંબંધી ન કહે તથા વૈદક વિગેરેનો અભ્યાસ તથ્ય તેની વૈયાવચ્ચ ન કરવી; પણ સાધુ સાધુને ઉચિત ઉપાય બતાવે. અને તે પ્રમાણે વર્તે પણ ગૃહસ્થને સાવદ્ય વ્યાપાર ૧ ૩. ૧/૧૨
66