________________
"શ્રી
ત્રિસૂત્ર માપાંત- માગ 3
નવમું અધ્યયન
હોવાથી બતાવે નહિ, મૂળ સૂત્રમાં આ ગાથા સિવાય બીજી એક પ્રક્ષેપ ગાથા દેખાય છે તેનો અર્થ નીચે મુજબ છે. "आलवंते लवते वा, न निसिज्जाइ पडिस्सुणे । मुत्तूण आसणं धीरो, सुस्सूसाए पडिस्सुणे॥"
ગુરુ મહારાજ ઘણું અથવા થોડું કહે તો પણ શિષ્ય પોતે આસને બેઠો બેઠો સાંભળે નહિ, પરંતુ આસન છોડી પાસે આવી નમ્રતાથી સાંભળે..૨૦ विवत्ती अविणीयस्स, संपत्ती विणियस्स य । जस्सेयं दुहओ नायं, सिक्ख से अभिगच्छई ॥२१॥
ઉપલી ગાથાઓમાં બતાવ્યું કે અવિનીતને આવાં દુઃખ અને વિનયવાનને આવાં સુખ થાય, એવું બને પ્રકારનું જે જ્ઞાન (સમજવાની શક્તિ) હોય, તે બુદ્ધિથી વિચારીને તે ગુરુ મહારાજનું વચન માને અને તે પ્રમાણે પોતે વર્તે તો ભાવથી નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે. ફરી વિનીતનાં ફળ કહે છે.ર૧II
जे यावि यंडे मइइहिगारवे, पिसुणे नरे साहस हीणपेसणे।
अदिट्ठधम्मे विणए अकोविए असविभागी नहु तस्स मोक्खो ॥२२॥ પણ જે સાધુ (શિષ્ય) ક્રોધી હોય, તથા પોતાની રિદ્ધિના માનમાં ચઢેલો હોય, ગુરુની નિંદા કરનારો હોય, તે જોવામાં પુરુષ હોય, પણ સાધુને યોગ્ય કૃત્ય ન કરે, કિંતુ અકૃત્ય કરે, ગુરુની આજ્ઞા માને નહિ, તથા ગુરુ મહારાજ પાસે ભણેલો ન હોય, તથા વિનયહીન હોય, તથા લાવેલી વસ્તુમાંથી બીજાને ભાગ આપે નહિ, આવા સાધુને બહારની કષ્ટ ક્રિયા કરવા છતાં પણ તેને મોક્ષ મળતો નથી. (પણ સમ્યગૂ દૃષ્ટિ તથા ચારિત્ર વાળો હોય, અને ઊપર બતાવેલા દુર્ગુણો ન હોય તો તેને મોક્ષ મળે છે, તે કહે છે.)ll૨૨I
निदेसवत्ती पुण जे गुरुणं, सुपत्थधम्मा विणयमि कोविया । तरित्तु ते ओहमिणं दुरुतरं, खवित्तु काम गइमुत्तमं गय ॥२३॥
ति बेमि॥ विणयसमाहिअज्झयणे बीओ उद्देसो समत्तो ॥२॥ વિનયનું છેવટે ફળ બતાવે છે. આચાર્ય વિગેરે ગુરુની આજ્ઞા પ્રમાણે કરનારો સૂત્ર અર્થનો અભ્યાસી વિનયમાં પંડિત આવા ઉત્તમ ગુણોવાળો સુશિષ્ય દુઃખે કરીને તરવા યોગ્ય આ સંસાર સમુદ્રને તરે છે એટલે તે જ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી બધાં કર્મ ખપાવી અને ઉત્તમ ગતિ જે મોક્ષ તેને પ્રાપ્ત કરે છે. વિનય સમાધિ અધ્યયનનો બીજો ઉદેશો સમાપ્ત થયો.ર૩
ત્રીજો ઉદ્દેશો आपरियऽग्गिमिवाऽऽहियग्गी, सुस्सूसमाणो पडिजागरेज्जा ।
आलोइयं इंगियमेव णच्या, जो छंदमाराहयई स पुज्जो ॥१॥ જગતમાં વિનયવાન શિષ્ય પૂજ્ય થાય છે, તે બતાવે છે કે આચાર્યને સારો શિષ્ય આરાધે, જેમાં બ્રાહ્મણ યજ્ઞના દેવતાને સંભાળી રાખે, તેમ ગુરુને શિષ્ય સંભાળે, જો વડીલ આચાર્ય ન હોય પણ સામાન્ય સાધુ હોય પણ જો તેઓ સૂત્ર અર્થ ભણાવતા હોય, સારે રસ્તે દોરવતા હોય, તો તેમની પણ વૈયાવચ્ચ (સેવા) કરવી, અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું.
વાદીની શંકા-યજ્ઞના પૂજનારા બ્રાહ્મણની વાત આગળ આવી ગઈ છે, છતાં તમે ફરીથી કેમ કહો છો? ઉત્તર–ત્યાં ફક્ત આચાર્યનું જ કહ્યું હતું. અને અહીં રત્નાધિક વિગેરે ને અંગે પણ છે, તે આગળ કહેશે. હવે ગુરુ સેવાની વિધિ કહે છે.
૧ ઉ.એ. – ૧/૨૦