________________
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
નવમું અધ્યયન
दंड-सत्यपरिज्जुण्णा, असम्भवयणेहि य । कलुणा विवन्नछंदा, खुप्पिवासाए परिगया ॥ ८ ॥
'દંડ એટલે લાકડીનો માર, શસ્ત્ર એટલે તલવાર વિગેરેથી ઘા ખાય તથા કઠોર વચનથી તિરસ્કારાયેલા તે ઉત્તમ પુરુષોને દયા લાવવા યોગ્ય હોય છે, તથા કેદમાં પડી પરવશ થયેલા ભૂખ તરસથી પીડાયેલા કાંતો ખાવા પીવા ઓછું મળે, અથવા ઉપવાસ કરાવે. આ બધાં આ લોકમાં અવિનીતને દુઃખો છે. IILII
તહેવ વિનીવળા, તોઽલિ નર-નારીઓ । ટીતિ મુહમહત્તા, દ્ધિ વત્તા મહાપસા 180
પણ જે માબાપની કે રાજાની આજ્ઞા પાળે છે, તેવા વિનીત પુરુષ સ્ત્રીને સુખ સંપદા કીર્તિ મળે છે, તે પ્રમાણે સુશિષ્યોને ગુરુની સેવાથી લાભ મળે છે. III
तहेव अविणीयप्पा, देवा जक्खा य. गुज्झगा । दीसंति दुहमेहंता, आमि ओगमुवट्टिआ ॥१०॥
પૂર્વે જે સાધુએ ગુરુની આજ્ઞા ન પાળી હોય તેઓ અભિયોગી દેવતા થાય છે. અને તે દેવતા વૈમાનિક અને જ્યોતિષના છે તથા યક્ષો તે વ્યંતર છે, અને ગુહ્યક તે ભવનવાસી દેવતાઓ છે, તેઓને ત્યાં પણ ઇંદ્રની આજ્ઞામાં રહેવું પડે છે અને ન રહે તો તે દુ:ખ ભોગવે છે. તે પ્રમાણે કુશિષ્યને દુઃખ થાય છે. (સિદ્ધાંત દ્વારા દેવતાનું દુઃખ જણાય છે.)।।૧૦ના
तहेव सुविणीयप्पा, देवा जक्खा अ गुज्झगा । दीसंति सुहमेहता, इहिं पत्ता महायसा ॥११॥ તથા ઊપર કહેલા દેવતાઓ ત્યાં પણ ઇંદ્રની આજ્ઞામાં રહેવાથી સુખ પામે છે. તેમ સુશિષ્યો ગુરુની આજ્ઞામાં રહેવાથી સુખ પામે છે. II૧૧॥
जे आयरिय उवज्झायाणं, सुस्सूंसावयणंकरा । तेसिं सिक्खा पव ंति, जलसित्ता इव पायवा ॥१२॥ જેમ ઝાડોને પાણી પાવાથી તે પ્રફુલ્લિત થાય છે તે પ્રમાણે ગુરુ મહારાજ તે આચાર્ય ઉપાધ્યાય વિગેરેની સેવા કરનારા જે શિષ્યો છે તે પુન્યવાનોને ગુરુની કૃપાથી પ્રતિદિન સૂત્ર અર્થ વિધિ મળે છે, (હૃદયમાં નિર્મળ ભાવ હોવાથી ગુરુએ શીખવેલું બરાબર સમજાય છે.)
ઊપરની ગાથાઓમાં નારકી છોડીને ત્રણ ગતિમાં અવિનીતને દુઃખો તથા વિનયવાનને સુખો બતાવ્યાં છે. અને તેમાં પશુના તથા દાસ દાસીનાં દુઃખો પ્રત્યક્ષ જોવાય છે. અને દેવતાનાં દુઃખો શાસ્ત્રોથી જણાય છે. માટે વિનયવાળા શિષ્યને સુખ મળે અને અવિનીતને દુઃખ પડે. એટલું જ નહિ પણ પરલોકમાં પણ તે દુઃખ પામે છે. તે
૨૧ મી ગાથામાં કહેશે. ।।૧૨।
अप्पणट्ठा परट्ठा वा, सिप्पा णेउणिआणि य । गिहिणो उपभोगट्ठा, इहलोगस्स कारणा ॥१३॥
માટે વિનય કરવો. ગૃહસ્થીઓ પોતાની આજીવિકા વિગેરે માટે અથવા પુત્રાદિકને વિદ્યા કલા શિખવવા માટે અન્યનો વિનય કરે છે. તેથી પોતે સુખથી ઇચ્છિત ઉપભોગ મેળવે છે, તે આ લોકમાં જ સુખનું કારણ છે. (સૂત્રમાં શિલ્પ છે તેનો અર્થ કુંભાર વિગેરેની ક્રિયા જાણવી, અને નૈપુણ્ય તે ચિતરવા વિગેરેની કળા જાણવી, તે બંને કળા વિગેરે ગૃહસ્થો સ્વાર્થ માટે શિખે છે, અને બીજાને શિખવે છે.) ૧૩li
जेणं बंधं वह घोरं परियावं च दारुणं । सिक्खमाणा नियच्छंति, जुत्ता ते ललिइंदिआ ॥ १४ ॥
જે શિલ્પ શિખવાને માટે સાંકળ વિગેરેથી બંધાય છે, અને ચાબખા વિગેરેથી માર ખાય છે, અને ઘોર પરિતાપને રાજપુત્ર વિગેરે પણ સહન કરે છે, (અર્થાત્ જો કળા ન આવડે તો શિખવનાર ગમે તેવું કડવું વચન કહે,
૧ | ઉત્તરા-અ. ૧/૯ B ઉત્તરા-અ. ૧/૨૭ ૨ ઓઘનિર્યુક્તિ
૭૬