________________
નવમું અધ્યયન
શ્રી ટૂરાવાનિસૂત્ર ભાષાંતર્થે - માગ રૂ
થડમાંથી હાથ સમાન શાખાઓ થાય છે, તેમાંથી પ્રશાખા અને અંકુરા પછી ફૂલ ફળ અને રસ અનુક્રમે થાય છે, તેજ પ્રમાણે ધર્મનું ફળ છે, તે બતાવે છે.।।૧।
एवं - धम्मस्स विणओ, मूलं परमो से मोक्खो । जेण कित्तिं सुधं सग्घं, निस्सेसं चाभिगच्छई ॥२॥
જે પ્રમાણે ઝાડનું બતાવ્યું. તે પ્રમાણે વિનય કરનાર શિષ્યને અનુક્રમે પ્રથમ શ્રદ્ધારૂપ બીજમાંથી વિનય મૂળ થઈ તેમાંથી કંધરૂપ દેવલોક ગમન ઉત્તમ કુળમાં ઉત્પત્તિ અને કીર્તિરૂપ ફૂલની સુગંધિ તથા કીર્તિ પછી શ્રુત તે સિદ્ધાંતનું જ્ઞાન મળે છે. અને તેની પ્રશંસા થાય છે, અને કેવળજ્ઞાન પામીને ફળરૂપ મોક્ષ મેળવે છે, (તે કારણે ભાવથી વિનય કરવો).1॥૨॥
ને ૫ કે મિ! થઢે, ટુવ્વાર્ફ નિવડીઅે । (યુ)વુર્ર તે વિનીવળા, દું સોવાયું બહા ।।
જે વિનય નથી કરતો, તેના દોષ બતાવે છે, જે ક્રોધી બુદ્ધિહીન હોય, એટલે તેના હિતની વાત કરતાં પણ તે રીસાય છે, અને ઉત્તમ જાતિ વિગેરેનો ગર્વ કરી ઝાડનાં ઠુંઠાની માફક નમતો નથી, તથા મોઢામાંથી અનુચિત બોલનારો તથા કપટી શઠ આટલા દોષોથી સંયમ વ્યાપાર છોડીને વિનય ન કરે. આ અવિનીત શિષ્ય સંસાર પ્રવાહમાં જેમ નદીના પૂરમાં લાકડું તણાઈ જાય, તેમ તે સકળ કલ્યાણનું કારણ જે વિનય તેનાથી રહિત થઈને તણાય છે. (અર્થાત્ સંસાર ભ્રમણ કરે છે.)ગા
विणयं पि जो उवाएण, चोइओ कुप्पई नरो । दिव्वं सो सिरिमेज्जति, दंडेण पडिसेह ॥४॥
ગુરુ મહારાજ ઘણા જ મધુર વચન વિગેરેના ઉપાય વડે શિષ્યને વિનયની પ્રેરણા કરે, છતાં પણ કુશિષ્ય કોપાયમાન થાય, તે માણસ પોતાને આવતી દેવતાઈ લક્ષ્મીરૂપ (કામધેનુ) ને દંડા વડે રોકે છે અર્થાત વિનયથી ગુણ તથા સંપદાઓ મળે છે, પણ શિષ્ય ક્રોધી થાય તો તે સંપદાઓ તેને ન મળે, આ સંબંધમાં દશાર વિગેરેનું દૃષ્ટાંત છે. જેમ કે કુરૂપે લક્ષ્મી આવીને પ્રાર્થના કરી પણ તેઓએ સ્વીકારી નહિ અને કૃષ્ણ વાસુદેવે તેના ગુણ જોઈ સ્વીકારી લીધી.IFI
तहेव अविणीयप्पा, उववज्झा हया गया । दीसंति दुहमेहता, आभिओगमुवट्टिया ॥५॥
તેવી જ રીતે વિનય રહિત આત્મ જ્ઞાનથી રહિત કુશિષ્યો દુ:ખ ભોગવે છે, તે બતાવે છે, જેમ ઘોડા હાથીના શીખવનારા જે મહાવત તેમની આજ્ઞામાં ન રહે તો, તેમના અવિનયથી તેમને ઘોડાસળ (અશ્વશાળા) વિગેરેમાં પૂરી રાખીને ભૂખ્યા રાખે છે, અને ચાબખા મારી બોજો ઉપડાવે છે, આ પ્રમાણે અધમ દશાનું દુઃખ ભોગવતા નજરે દેખાય છે. IN
तहेव सुविणीयप्पा, उवज्झा हया गया । दीसंति सुहमेहता, इडि पत्ता महायसा ॥ ६ ॥
તેજ પ્રમાણે વિનયવાન શિષ્યોના લાભ બતાવે છે. જેમ કે રાજાના સારા ઘોડા હાથી કબજામાં રહે અને વિનય શીખે તો તેમને અનેક પ્રકારનું રાજા તરફથી સુખ મળે છે તથા તેમના સદ્ગુણોથી પ્રખ્યાત થઈ ભૂષણ વિગેરે મેળવે છે, (તેમજ સુશિષ્યોને ગુરુની સેવામાં રહેવાથી લોકમાં કીર્તિ અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે.)IIદ
तहेव अविणीयप्पा, लोगंमि नर-नारिओ । दीसंति दुहमेहता, छाया ते विगलिंदिआ ॥७॥
જેવી રીતે આ લોકમાં ઘરના નોકરો કે સ્ત્રીઓ કહ્યામાં ન રહે તો અપમાન તથા દુઃખને પામે છે, (તેવી રીતે કુશિષ્યો પણ ગુરુની આજ્ઞામાં ન રહે તો કુગતિમાં જાય) વળી મા-બાપની આજ્ઞામાં જે ન રહે, અને સ્ત્રી અથવા પુરુષ કુમાર્ગે જાય, તો માર ખાય, ડામ ખમે, તથા નાક કાન કાપી નાખવાથી જેવું દુઃખ પામે તેવું કુશિષ્યને પણ કુમાર્ગે જવાથી દુઃખ ભોગવવું પડે.ISII
૭૫