________________
શ્રી રવેવ ત્રિવસૂત્ર માપાંતર - મારૂ
નવમું અધ્યયન
કબજામાં રાખી પાપ ન કરવું) બ્રહ્મચર્ય (વિશુદ્ધ તપનું અનુષ્ઠાન કરી સ્ત્રી સંગ ન કરવો) આ લજ્જા વિગેરે ચારે ગુણોથી કુમાર્ગને દૂર કરી, સારા માર્ગે ચાલવાથી, કલ્યાણને ભજનારા જીવો કર્મ મળને દૂર કરે છે, આથી શિષ્યને એમ સૂચવ્યું કે, જે ગુરુ છે તે પોતાના શિષ્યને સુમાર્ગે નિરંતર દોરે છે તે ગુરુને હું નિરંતર બહુમાન આપું, આ જગમાં મારે તેમનાથી બીજો કોઈ વધારે પૂજવા યોગ્ય નથી તેથી કહે છે. ll૧૩
जहा निसते तवणऽच्चिमाली, पभासई केवल भारहं तु । ___एवाऽऽयरिओ सुय-सील-बुद्धिए, विरायई सुरमझे व इंदो ॥१४॥
ગુરુને સૂર્યની ઉપમા આપે છે, જેમ પ્રભાતનો સૂર્ય તમામ ભરત ક્ષેત્રને પ્રકાશે છે, તેમ સૂર્ય જેવા આચાર્ય સૂત્રના જ્ઞાન વડે તથા સદાચારની (બીજાને દુઃખ ન દેવું એવી) બુદ્ધિ વડે જીવાદિ તત્ત્વને પ્રકાશે છે. (શિષ્યોને શીખવે છે.) માટે ગુને સેવવા યોગ્ય છે, અને તેથી સુશિષ્યો વડે વિચરતા ગુરુ સામાનિક દેવ વિગેરે મળે જેમ ઇંદ્ર શોભે છે, તેવી રીતે પોતે શોભે છે. ll૧૪ો
... जहा ससी कोमुइजोगजुत्ते, नक्खत-तारागणपरिवुडप्पा ।
'खे सोहई विमले अममुक्के, एवं गणी सोहइ भिक्खुमझे ॥१५॥ તેથી સુશિષ્યોથી ગુરુ જેમ કાર્તિક પુનમનો ચંદ્રમા રાત્રિએ નક્ષત્રો તથા તારાની સાથે નિર્મળ આકાશમાં શોભે છે, તે જ પ્રમાણે ગણી મુનિ સમુદાય સાથે શોભે છે, તેથી ગુરુ પૂજવા યોગ્ય છે. II૧પ
महागरा आयरिआ महेसी, समाहिजोगे सुय-सील-बुद्धिए ।
संपाविउकामे अणुत्तराई, आराहए तोसए धम्मकामी ॥१६॥ જ્ઞાનાદિ ઉત્તમ ગુણ રત્નોથી યુક્ત મોટી ખાણ સમાન આચાર્ય મોક્ષ ઇચ્છુક મહર્ષિ સમાધિ યોગ તથા બાર અંગના સૂત્ર જ્ઞાન વાળા તથા પરદ્રોહથી દૂર રહેલ તથા ઉત્પાતિકી વિગેરે ચાર પ્રકારની ઉત્તમ બુદ્ધિવાળા ગુરુ છે તેમને શિષ્ય આરાધે અને ઉત્તમ ગુણોની અભિલાષા રાખીને ધર્મનો ઇચ્છુક શિષ્ય ગુરુને પ્રસન્ન કરે, બીજા આચાર્ય કહે છે કે સમાધિ યોગ શ્રત શીલ બુદ્ધિના ભંડાર, એવા ગુરુને મોક્ષનો ઇચ્છુક બનીને શિષ્ય સેવે, પણ ભણીને મોટાઈ મેળવવા જ ગુરુને ન સેવે.ll૧૬ll . .. सोव्याण मेहावि सुभासियाई, सुस्सूसए आयरिएउप्पमत्तो ।
आराहइत्ताण गुणे अणेगे, से पावई सिद्धिमणुत्तरं ॥१७॥
ति बेमि। विणयसमाहीए पढमो उद्देसो समत्तो ।९-१॥ આ પ્રમાણે બોધના વચન સાંભળીને મર્યાદામાં રહેલો પ્રમાદ છોડીને ગુરુ સેવામાં તત્પર બની ગુરુની સેવા કરે તો, જ્ઞાનાદિ ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરી, અનુત્તર સિદ્ધિ (મોક્ષ) મેળવે, અથવા સ્વર્ગમાં જાય તો બીજા ભવમાં ઉત્તમ કુળ પ્રાપ્ત કરી પરંપરાએ મોક્ષ મેળવે, વિનય સમાધિ નામનો પહેલો ઉદેશો સમાપ્ત થયો, (ગુરુનો વિનય કરવાથી ગુરુ પ્રસન્ન થતાં, સુબોધ આપે, તેથી શિષ્યને સમાધિ થાય) તે આ પ્રથમ ઉદેશામાં બતાવ્યું છે. /૧૭ll
બીજો ઉદ્દેશ मूलाओ संथप्पभवो दुमस्स, खंधाओ पच्छा समुर्वेति साला(साहा) ।
साह प्पसाहा विरुहति पत्ता तओ से पुष्पं च फलं रसो य ॥१॥ " વિનયના અધિકારનો આ બીજો ઉદેશો છે. જેમ બીજથી મૂળ થાય અને મૂળથી થડ થાય છે. ત્યાર પછી
૭૪