SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ કદાચ તેને દેવતાની કે મંત્રની સહાયતા હોય તો તેને અગ્નિ બાળે નહિ, કોપાયમાન થયેલો સાપ કરડે નહિ. અથવા હળાહળ ઝેર તેનો પ્રાણ ન લે, તો પણ ગુરુની આશાતના કરનારને તેના મંત્ર વિગેરે મોક્ષ આપી શકતા નથી.Iછા जो पव्वयं सिरसा भेत्तुमिच्छे, सुत्तं व सीह पडिबोहएज्जा। जो वा दए सत्तिअग्गे पहार, एसोवमाऽऽसायणया गुरुणं ॥८॥ કોઈ માણસ મૂર્ખતાથી અથવા અહંકારથી પર્વતને મસ્તકથી ભેદવા ઇચ્છે અથવા ગુફામાં સૂતેલા સિંહને જગાડવા ઇચ્છે, અથવા તલવારની ધારને હથથી પ્રહાર કરે, તો તેથી પોતાના જ પ્રાણ જાય, અથવા દુઃખ ભોગવવું પડે તેવી રીતે ગુરુની આશાતના કરનારને ભવોભવ દુઃખ ભોગવવું પડે છે. ll૮ી सिया हु सीसेण गिरि पि भिंदे, सिया हु सीहो कुविओ न भक्खे। सिया न भिदेज्ज व सत्तिअग्गं न यावि मोक्खो गुरुहीलणाए ॥९॥ મંત્ર બળથી કે પુન્ય બળથી પર્વતને પણ માથાથી ભેદ, અથવા કોપેલો સિંહ મારે નહિ અથવા ખગ | વિગેરેની ધાર વાગે નહિ તો પણ ગુરુની હીલના કરનારનો મોક્ષ ન થાય. હા आयरियपाया पुण अप्पसन्ना, अबोहि आसायण नत्यि मोक्यो । तम्हा अणाबाहसुहाभिकखी, गुरुप्पसायाभिमुहो रमेज्जा ॥१०॥ એટલા માટે જ શિષ્યથી આચાર્ય અપ્રસન્ન હોય તો તે શિષ્યની ધર્મ શ્રદ્ધા નાશ પામવાથી મોક્ષ થતો નથી. તેટલા માટે અવ્યાબાધ સુખ (મોક્ષ)નો અભિલાષી શિષ્ય ગુરુના પ્રસાદને ચાહતો ગુરુને અનુકૂળ વર્તન કરે.I/૧૦ जहाऽऽहियग्गी जलणं नमसे नाणाहुईमंतपर्यामिसित्तं । एवाऽऽयरियं उपचिट्ठएज्जा, अणतणाणोवगओ वि संतो ॥१९॥ જેવી રીતે યજ્ઞ કરનારો બ્રાહ્મણ વેદી બનાવીને અગ્નિની ઉપાસના કરે, એટલે તેમાં ઘી વિગેરે હોમ, અને અગ્નિનો મંત્ર ભણી આહુતિ આપે, અને સ્વાહા પદ બોલે, તથા મંત્ર વડે અભિષેક કરે તે પ્રમાણે શિષ્ય અનંત જ્ઞાનને ભણેલો હોય તો પણ શિષ્ય ગુરુને સેવે (પોતાના ભણ્યાનો ગર્વ ન કરતાં શિષ્ય ગુરુ પાસે વિનયથી રહે) (વસ્તના અનંત સ્વ પર પર્યાય હોવાથી જ્ઞાનને અનંતની ઉપમા આપી છે.) શિષ્ય ઘણું ભણેલો હોય, તો પણ ગુરુની સેવા કરે તો સામાન્ય ભણેલો શિષ્ય ગુરુની સેવા કેમ ન કરે?l/૧૧// ___ जस्सतिए धम्मपयाई सिक्खे, तस्संतिए वेणइयं पउंजे । सक्कारए सिरसा पंजलीओ, काय गिरा भो! मणसा य निच्च ॥१२॥ - જેમની પાસે પોતે ધર્મપદોને શીખે. તેમની પાસે જતાં તેમનો વિનય કર, એટલે તેમનો સમાગમ થતાં ઉભા થઈને નમસ્કાર કરે તથા માથું નમાવી બે હાથ જોડીને અંજલી કરે, તથા મસ્તક નમાવે, અને બોલે કે મFણ વંદામિ' આ પ્રમાણે ગુરુ મહારાજ શિષ્યને કહે છે. તમારે યાદ રાખવું કે જેની પાસે સૂત્રો ભણ્યા હો તેમને તે વખતે નમસ્કાર કરવો, અને પછી પણ જ્યારે મલે ત્યારે તેમનો સત્કાર પણ તેજ પ્રમાણે કરવો, જો તેમ ન કરો તો ભણેલું ઉપયોગી ન થાય, અને મનના ભાવ મલિન થાય. ll૧૨|| लज्जा दया संजम भयेरं, कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरु सययमणुसासयति, तेऽहं गुतं सययं पूययामि ॥१३॥ લાજ (મારી નિંદા થશે એવો ભય રાખી પાપ ન કરે) દયા (જીવોને દુઃખ ન દેવું) સંયમ (ઇંદ્રિયોને ૭૩
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy