________________
श्री दशवैंकालिकसूत्र भाषांतर - भाग ३
નવમું અધ્યયન
નાશ કરવા રૂપ શિષ્ય આચરે છે તેનું કારણ કે એક ગુરુની આશાતના કરવાથી બધા સાધુની તથા બધા ગુણોની આશાતના થાય છે, (માટે શિષ્ય ગુરુની ભૂલ જોવા છતાં પણ અપમાન કરવું નહિ, પણ ફરીથી ધીરેથી પૂછી પોતાના મનનું સમાધાન કરવું જોઈએ.)।।૨।।
पगईए मंदा वि भवंति एगे, डहरा वि य जे सुय-बुद्धोववेया । आयारमंता गुण - सुट्ठियप्पा, जे हीलिया सिहिरिव भास कुज्जा ॥३॥
માટે હીલના ન કરવી તે કહે છે. કર્મના વિચિત્ર ભાવથી સ્વભાવિક કેટલાક વૃદ્ધ ગુરુઓ મંદ એટલે તીક્ષ્ણ બુદ્ધિ રહિત હોય છે, એટલે કેટલાક વયોવૃદ્ધ છતાં સૂત્રનું જ્ઞાન તેમને પરિણમતું નથી, અને કેટલાક નાના સાધુઓ શ્રુત અને તીક્ષ્ણ બુદ્ધિ સહિત હોય છે, એટલે બુદ્ધિવાળા તથા સૂત્રના અભ્યાસી હોય છે, અથવા ભાવિની વૃત્તિને આશ્રયીને થોડા બોધવાળા ગુરુ હોય છે, પણ જ્ઞાનાદિ આચાર યુક્ત સર્વ રીતે હોય છે, અને ગુણોમાં એટલે સાધુને યોગ્ય ઉપકરણનો સંગ્રહ કરનારા તથા સારા ભાવમાં આત્માને રમણતા કરાવનારા હોય છે, તેવા દરેક પ્રકારના ગુરુને પૂજ્ય માનીને તેમની હીલના (અપમાન) શિષ્ય ન કરવી અને તેમની હીલના કરે તો જેમ અગ્નિ જાજ્વલ્યમાન બની બાળી મૂકે છે તેમ શિષ્યોને જ્ઞાન દર્શન ચારિત્રના ગુણોનું નુકશાન થાય છે. (જો કે ગુરુ તેને બાળવા કે તેના ગુણોનો નાશ કરવા ઇચ્છતા નથી પણ પોતાના દુર્ગુણોથી શિષ્ય દુર્દશાને પામે છે, અથવા તેના જ્ઞાન આદિ ગુણો ધીરે ધીરે નષ્ટ થાય છે.) IIII
जे यावि नागं डहरे त्ति नच्चा, आसायए से अहियाय होइ । एवऽऽयरियं पि हुं हीलयंतो, नियच्छई जाइपहं खु मंदो ॥ ४ ॥
'ગુરુને નાનો જાણીને, જે હીલના ક૨ે, તેને બોધ આપે છે. જેમ કોઈ નાનો સાપ ધારીને તેને છંછેડવા જાય તે રીસાએલો સાપ કરડીને તેનું અહિત કરે છે, તેમ જ આચાર્ય નાની વયના હોય અથવા જ્ઞાનમાં ઓછા હોય, તે પણ કારણે કરીને નાનાને મોટા બનાવ્યા હોય, છતાં તેમની શિષ્ય હીલના ક૨ે, તો તે શિષ્ય આ લોકમાં અપમાન પામી મરીને બે ઇંદ્રિય વિગેરે જાતિમાં સંસાર ભ્રમણ કરે છે. I૪
आसीदिसो यावि परं सुरुट्ठो, किं जीवनासाओ परं तु कुज्जा ? । आयरियपाया पुण अप्पसन्ना, अबोहिआसायण नत्थि मोक्खो ॥५॥
આ દૃષ્ટાંત ઊપરથી, અહીંયાં વિશેષ એ કહેવાનું છે કે સાપ કરતાં પણ આચાર્યની આશાતના બહુ દુઃખદાઇ છે, સાપ કોપાયમાન થાય તો પ્રાણ કરતાં વધારે શું લે? પરંતુ આચાર્યની હીલના તેને અબોધિ આપે છે, એટલે તેના સમ્યક્ત્વનો નાશ કરે છે. તેથી તેને મોક્ષ મળતો નથી અને તેથી તે અનંત સંસાર ભ્રમણ કરે છે. III जो पावगं जलियमवक्कमेज्जा, आसीदिसं वा वि हु कोवएज्जा । ૐ जो वा विसं खायइ जीवियट्ठी, एसोवमाऽऽसायणया गुरुणं ॥ ६ ॥
૧ ઓ.નિ. – ૫૨૬
૭૨
બીજાં દૃષ્ટાંત આપે છે કે જે માણસ બળતા અગ્નિને ઉલ્લંઘે અથવા સાપને કોપાયમાન કરે, અથવા જીવવાને વાસ્તે ઝેર ખાય, જેવી રીતે તેનાથી નુકશાન છે. પણ ફાયદો નથી તેવી જ રીતે ગુરુની આશાતના ક૨વી તે ભવિષ્યમાં શિષ્યના દુઃખને માટે જ છે.
सिया हु से पावय नो डहेज्जा, आसीविसो वा कुविओ न भक्खे । सिया विसं हालहलं न मारे, न या वि मोक्खो गुरुहीलणाए ॥७॥