SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું અધ્યયન "श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३ દ્રવ્ય તેજ સમાધિ, તે દ્રવ્ય સમાધિ છે, અથવા શરીરને દુઃખ રૂપ ન થાય, એવા પ્રમાણમાં દૂધ, ગોળ વાપરે, અથવા ત્રિફલા વિગેરેથી જે શરીરમાં નિરોગતાથી સમાધિ રહે, તે દ્રવ્ય સમાધિ જાણવી, તથા ત્રાજવામાં એક બીજાના તોલવામાં કાટલાં (વજન)થી સમપર્ણ કરે, તે દ્રવ્ય સમાધિ રૂપ છે, હવે ભાવ સમાધિ કહે છે. પ્રશસ્ત ભાવનું અવિરોધી લક્ષણ જે છે, તે ચાર પ્રકારનું છે, એટલે દર્શન જ્ઞાન તપ અને ચારિત્ર આમાં આત્માનો નિર્મળ ભાવ કાયમ રહે, તેને ભાવ સમાધિ કહે છે, આ ભાવ સમાધિનો દર્શન વિગેરે એકલામાં , અથવા ચારે ગુણોમાં (આત્માની સાથે) સર્વથા અવિરોધ હોવો જોઈએ. આ પ્રમાણે સમાધિનો નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, હવે સૂત્રઆલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે તે પૂર્વ માફક જાણીને અસ્મલિત ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું તે કહે છે. ૩૨૭ી. थंभा व कोहा व मयप्पमाया, गुरुस्सगासे विणयं न सिक्खे । __ सो चेव ऊ तस्स अभूइभावो, फल व कीयस्स वहाय होई ॥१॥ ' “માની’ (અહંકારી) અક્કડ રહેવાથી સ્તંભરૂપે ગણાયો છે, એટલે પોતાની જાતિ કુલ વિગેરેનો ગર્વ કરી માની સાધુ કોઈને નમતો નથી તથા ક્રોધ વિગેરેથી ગુરુ જે પાઠ આપે તે ન લે, તથા કપટ કરી ગુરુને છેતરે તથા પોતે ઘણી નિંદા વિગેરે કરી ભણે નહિ, એવા કુશિષ્યો ગુરુ પાસેથી વિનય એટલે સંસારથી મુક્ત થવાનું શાસ્ત્રજ્ઞાન મેળવી શકે નહિ. (વિનય રહિત સાધુને શાસ્ત્ર ભણાવવાનો અધિકાર નથી.) શિષ્ય કેમ ન ભણે, તે કહે છે, હું ઊંચ જાતિનો થઈને આવા અધમ ચંડાળ ગુરુ પાસે કેમ ભણું? અથવા ગુરુએ ભૂલ પડતાં તેને ધમકાવ્યો હોય તો રીસ કરી ભણે નહિ, અથવા કપટથી કહે કે, મને શૂળ આવે છે. (દુ:ખે છે) એમ કહી ભણે નહિ, અથવા ભણવાના વખતમાં ઉંઘી જાય, અથવા પ્રમાદને વશ બની ગુરુ કહે તે સાંભળે નહિ, આવા ચાર દોષોને અનુક્રમે બતાવવાનું કારણ એ છે કે ભણવામાં તે પ્રમાણે દોષો વિઘ્ન નાંખે, બીજા આચાર્ય કહે છે કે શિષ્ય ગુરુનો વિનય શીખતો નથી. (હાલમાં શિષ્યો અથવા, બીજા સાધુઓ પોતે બીજાનો વિનય કરવો પડશે, તેથી મારું માન ભંગ થશે અથવા તેના વશમાં રહેવું પડશે, તેવું વિચારી વિદ્વાન સાધુઓ અથવા ગુરુની પાસે ન ભણતાં પંડિતો રાખી ભણે છે. તેમાં વિનય ઉડી જવાથી સાધુઓને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અને શ્રાવકોનું દ્રવ્ય વ્યર્થ જાય છે, અને વર્તમાનમાં તો વિશેષ કરીને વ્યાખ્યાતા બનવા માટે ભણવાની પ્રવૃત્તિ વિશેષ છે, તે ખાસ વિચારવા જેવું છે.) આ પ્રમાણે વિનય ન કરવાથી તેનું શું થાય છે, તે જડમતિને અભૂતિ ભાવ થાય છે. અર્થાત્ સાધુપણામાં જ્ઞાનની વૃદ્ધિ તથા સમાધિનો આનંદ મળવો જોઈએ તે મળતો નથી, પણ તેના જે ગુણો હોય તે પણ નાશ પામે છે, જેમકે વાંસનું ફળ વાંસનો નાશ કરવા માટે ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે સાધુ થયા પછી ગુરુ વિગેરેનો વિનય ન કરે, અને શાસ્ત્ર અધ્યયન ન કરે તો તેના ઉત્તમ ગુણોનો નાશ થાય છે, પતિત ગણાય છે,)ll૧ जे यावि मंदे ति गुरुं विइता, डहरे इमे अप्पसुए ति नच्या । हीलति मिच्छ पडिवज्जमाणा, करेंति आसायण ते गुरुण ॥२॥ જે બહારથી સાધુ વેશ પહેરે પણ અંદરથી સાધુના ગુણો ઉત્પન્ન થયા ન હોય, તેવા અગંભીર પેટવાળો પોતે મંદ છતાં પોતાના ગુરુ કાંઈપણ સમજાવતાં ગુરુને સ્મૃતિ ન રહે, તેવું જાણીને કુશિષ્ય કહે કે આ ડહર બાળક જેવો) છે, તથા કંઈ સૂત્ર ભણ્યો નથી, એમ બોલીને ગુરુનું અપમાન કરે છે, અથવા મશ્કરીમાં કહે કે (આપ બહુ ભણ્યા છો.) “ખૂબ વયો વૃદ્ધ છો” અથવા ઈષથી કહે કે તું મંદ બુદ્ધિવાળો છે, તે શું ભણવાનો છે? જો કે એમ ગુરુની આશાતના ન કરવી પણ તત્ત્વ ન જાણ્યાથી તેમ બોલનારા શિષ્યો મિથ્યાત્વને પામીને ગુરુની આશાતના કરે છે, એટલે તત્ત્વને નહિ સમજીને ગુરુની લઘુતા કરીને બધાનું અપમાન કરે છે, અથવા પોતાનું સમ્યગ્દર્શન વિગેરેને ૧ દશાશ્રુતસ્કંધ – ૪ ૭૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy