________________
श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३
નવમું અધ્યયન
नवमं विणयसमाहिअज्झयणं
पढमो उद्देसओ વિનય સમાધિ નામનું નવમું અધ્યયન કહે છે.
પહેલો ઉદ્દેશો
ગયાં અધ્યયનમાં કહ્યું કે આચારમાં, ચિત્ત સ્થિર કરનારનું વચન નિરવદ્ય હોય છે તેથી તેમાં યત્ન કરવો, એવું કહેલું અને આ અધ્યયનમાં યથા ઉચિત વિનયવાળો, હોય તેને જ આચારમાં ચિત્ત સ્થિર હોય છે. (અર્થાત્ આચારમાં રહેલાનું વચન નિર્મળ હોય અને જે સાધુ ઉચિત વિનય કરનારો હોય તેનું આચારમાં ચિત્ત હોય,) કહ્યું છે કે, “
आयारपणिहाणमि, से सम्म वट्टई बुहे । णाणादीण विणीए जे, मोक्वट्ठा निबिगिच्छए ॥१॥
આચારમાં તેજ સ્થિર ચિત્તવાળો પંડિત સાધુ સારી રીતે ચાલે છે, કે જે જ્ઞાન વિગેરેમાં વિનીત (વિનયવાળો) છે; અને મોક્ષના માટે શંકા રાખ્યા વિના ઉદ્યમ કરે છે આ બંનેના સંબંધ વડે આ અધ્યયન આવેલું છે, તેના ચાર અનુયોગદ્વારનો પૂર્વ માફક ઉપન્યાસ કરવો, જ્યાં સુધી નામ નિષ્પન્ન નિક્ષેપો આવે, તેમાં વિનય સમાધિ એવું બે પદવાળું નામ છે, તેના નિક્ષેપણ કહે છે.ll૧||
विणयस्स समाहीए निक्खेवो होइ दोण्हवि चउक्को । दबविणयमि तिणिसो सुवण्णमिव्वेवमाईणि ॥३०९॥ આ વિનય એ પ્રસિદ્ધ તત્વ છે. તથા સમાધિ એ બંનેના નામ વિગેરે ચાર ભેદે નિક્ષેપ છે, નામ સ્થાપના સુગમને છોડીને દ્રવ્ય વિનય કહે છે. “જ્ઞ શરીર ભવ્ય શરીર એ બંનેથી જુદા તિનિશ (એક જાતનું વળી જાય તેવું લાકડું) છે અને તે રથ વિગેરેના ભાગોમાં (હાલ ખુરશીઓ વિગેરેમાં) વપરાય છે. તેના વળવાના ઉત્તમ ગુણથી વપરાય છે, તે જ પ્રમાણે સોનું વિગેરે જે નરમ ધાતુ છે, જે વાળુ વળે છે, તે કડાં કુંડળ વિગેરેમાં વપરાય છે, તે વળવાને દ્રવ્ય વિનય કહે છે, તે પ્રમાણે તેવાં તેવાં રૂપવાળાં બીજાં પણ લેવાં અર્થાત્ બીજી વળનારી વસ્તુઓ પણ લેવી. હવે ભાવ વિનય કહે છે.ll૩૦૯ लोगोवयारविणओ अत्यनिमित्तं च कामहे च । भयविणय मुक्खविणओ विणओ खलु पंचहा होइ ॥३१०॥
લોકમાં જે વિનય કરાય છે, તે લોકોપચાર વિનય, તે વિનય આબરૂ મેળવવાને માટે છે, તથા પૈસા પેદા કરવા વિનય કરાય તે અર્થવિનય, તથા સંસાર સંબંધ કરવા વિનય કરાય તે કામવિનય તથા ભયને માટે વિનય કરાય તે ભયવિનય, તથા મોક્ષ માટે ગુરુ વિગેરેનો વિનય તે મોક્ષ વિનય, એમ ઉપચારથી પાંચ પ્રકારનો વિનય છે, તે હવે ખુલાસાથી બતાવે છે. ૩૧૦
अन्मुट्ठाणं अंजलि आसणदाणं अतिहिपूआ य । लोगोवयारविणओ देवयपूआ य विहवेणं ॥३११॥
ઘેર આવેલાની સામે ઉભા થવું, હાથ જોડી વિનંતિ કરવી, બેસવાને આસન આપવું, આ વિનય પ્રાયઃ ઘેર આવેલાનો કરાય છે, તથા જે અતિથિ છે, તેને ભોજન કરાવવું (જમાડવું) વિગેરે પણ વિનયમાં છે, તથા દેવતાની પૂજા પોતાની શક્તિ પ્રમાણે બળિ વિગેરે આપીને કરવી, તે પણ આજ લોકોપચાર વિનયમાં છે, (મોક્ષનું સ્વરૂપ
૧ A પ્રશ્ર વ્યાકરણ સંવદ્વાર - ૩/૫ ૨ A તત્ત્વાર્થરાજ વાર્તિકમ્ - ૮/૧
= સૂત્રક. ૧-૧૨-૧ B ઉત્તરાધ્યયન બૃહદ્ વૃત્તિ –પૃ. ૪૪૪