SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું અધ્યયન 'श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ જાણ્યા વિના તથા તત્ત્વની પીછાણ થયા વિના દેખા દેખી જે વીતરાગ દેવ સિવાયની દેવ પૂજા થાય તે આમાં ગણેલી છે.) ૩૧૧ अभासवित्तिछंदाणुवत्तणं देसकालदाणं च । अमुट्ठाणं अंजलिआसणदाणं च अत्यकए ॥३१२॥ અર્થ વિનય કહે છે- રાજા વિગેરેની પાસે રહેવું, અને તેમની ઇચ્છાને તાબે થવું, તથા લશ્કર વિગેરેમાં મોટા રાજાને દેશકાળને યોગ્ય મદદ કરવી. તથા તેમનું બહુમાન કરવા ઉભા થવું, (ગ્રાહકનો આદર કરવો) વિગેરે પૂર્વે કહ્યા મુજબ કરવું, તે અર્થવિનય છે (જેના પાસેથી પૈસા મળે તેવા પુરુષની આગતા સ્વાગતા કરવી, તેનો મુખ્ય હેતુ પૈસાનો હોવાથી તેને અર્થ વિનય કહેલ છે.) ૩૧૨ા. एमेव कामविणओ भए अनेअब्बमाणुपुब्बीए । मोक्वमिऽवि पंचविहो परुवणा तस्सिमा होइ ॥३१३॥ હવે કામ વિનય કહે છે. વેશ્યા વિગેરે દુરાચારિણી સ્ત્રીઓનું સુંદર રૂપ જોઈને તેનું મન રાજી રાખવાને માટે જે વિનય કરાય તેનું નામ કામ વિનય છે, તેજ પ્રમાણે નોકરી કે ગુલામો માલિકની ખુશામત કરે તે ભય વિનય છે. તે પ્રમાણે મોક્ષ સંબંધી પણ પાંચ પ્રકારનો વિનય છે; તે હવે બતાવે છે. ૩૧૩ .' दसणनाणचरिते तवे अ तह ओवयारिए चेव । एसो अ मोक्खविणओ पंचविहो होइ नायव्यो ॥३१४॥ દર્શન જ્ઞાન ચારિત્ર સંબંધિ તથા તપ અને ઔપચારિક એમ પાંચ પ્રકારનો મોક્ષ વિનય છે. તેનો ખુલાસો કરે છે. ૩૧૪. दवाण सवाभावा उवइट्ठा जे जहा जिणवरेहिं । ते तह सद्दहइ नरो दसणविणओ हवइ तम्हा ॥३१५॥ ભગવાને ધમસ્તિકાય વિગેરે દ્રવ્યોનું સ્વરૂપ જેવું બતાવ્યું, તેજ પ્રમાણે અગુરુલઘુ વિગેરે બધા ભાવો કહ્યા છે, તે પ્રમાણે માને, તો તે દર્શન વિનય કહેવાય. ૩૧પ नाणं सिक्खड़ नाणं गुणेइ नाणेण कुणइ किव्वाई । नाणी नवं न बंधड़ नाणविणीओ हवइ तम्हा ॥३१६॥ જ્ઞાન વિનય બતાવે છે, નિરંતર નવું જ્ઞાન પ્રાપ્ત કરે, તથા જુના જ્ઞાનને ગણે, એટલે ભણેલાની આવૃત્તિ કરે. તથા જ્ઞાન વડે સંયમ કૃત્યો કરે. એ પ્રમાણે જ્ઞાની સાધુ નવાં કર્મો ન બાંધે. અને જુનાં કર્મોને દૂર કરે, તેથી તે જ્ઞાન વિનીત છે, એટલે જ્ઞાનથી કર્મને દૂર કરનાર છે. ૩૧૬ अविहं कम्मचयं जम्हा रितं करेइ जयनाणो । नवमन्नं च न बंधइ चरितविणओ हवइ तम्हा ॥३१॥ આઠ પ્રકારનાં જે કર્મ છે, તેનો સમૂહ પૂર્વે જે બાંધેલો હોય, તેને રિક્ત (ખાલી) કરે એટલે પોતાની સાધુની ક્રિયામાં યત્નવાળો રહેવાથી કર્મ ઓછાં કરે અને નવાં કર્મ બાંધે નહિ, તે ચારિત્ર વિનય છે, તેજ ચારિત્ર વડે સાધુ વિનીત કર્મવાળો છે.li૩૧૭ll अवणेइ तवेण तम उवणेइ अ सग्गमोक्खमप्पाणं । तवविणयनिच्छयमई तवोविणीओ हवइ तम्हा ॥३१८॥ તપનો વિનય કહે છે – તપસ્યા વડે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે, અને પોતાના આત્માને સ્વર્ગ અને મોક્ષની તરફ લઈ જાય, તે તપ વિનય છે. ૩૧૮ अह ओवयारिओ पुण दुविहो विणओ समासओ होइ । पडिरूवजोगजुंजण तह य अणासायणाविणओ ॥३१९॥ હવે ઉપચાર વિનય કહે છે - પ્રતિરૂપ યોગ યોજના વિનય તથા અનાશાતના વિનય એમ બે પ્રકારે છે. તેનો ખુલાસો કરે છે. ૩૧૯ ___ पडिरूवो खलु विणओ काइअजोए य वाइ माणसिओ। अटु चउबिह दुविहो परुवणा तस्सिमा होइ ॥३२०॥ ઉચિત વિનય ત્રણ પ્રકારનો છે. કાયાથી, વચનથી અને મનથી તેમાં કાયાનો આઠ, વચનનો ચાર અને મનનો બે પ્રકારનો છે, તે દરેકની હવે પ્રરૂપણા કરે છે. ૩૨૦. – ૬૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy