________________
આઠમું અધ્યયન
'श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
સમજવું કે ઇન્દ્રિયોના વિષય સુખ નહિ પણ દુઃખ જ આપનારા છે, તેથી સાધુએ પોતે મોક્ષમાં જ રક્ત રહેવું. lloll जाए सद्धाए निक्खतो, परियायवाणमुत्तमं । तमेव अणुपालेज्जा, गुणे आयरियसम्मए ॥६१॥
જે ઉત્તમ ગુણો સ્વીકારવા રૂપ શ્રદ્ધા વડે અવિરતિ (સંસાર) રૂપ કાદવથી નીકળ્યો છે, અને દીક્ષારૂપ ઉત્તમ સ્થાનને પામ્યો છે, તે ચારિત્રને પૂર્વની ચડતી શ્રદ્ધા માફક જ યતનાથી પાળે, અને આચાર્ય તથા તીર્થકર . વિગેરેએ જે મહાવ્રત રૂપ ગુણોનું બહુમાન કહેલું છે, તે ગુણો મેળવવા પ્રયત્ન કરે, બીજા આચાર્ય શ્રદ્ધાનું વિશેષણ જ ગુણો કરે છે, એટલે મહાવ્રતોને બદલે શ્રદ્ધાનું વિશેષણ લીધું, જેની શ્રદ્ધા પાકી હોય, તે જ મહાવ્રતો બરાબર રીતે પાળી શકે છે.) પણ એ શ્રદ્ધા આચાર્યને સંમત જોઈએ એટલે આચાર્ય જે પ્રમાણે કહે તે પ્રમાણે શિષ્ય વર્તવું, પણ પોતાની ઇચ્છા કે કદાગ્રહથી કલંકિત ન થવું. II૬૧//
तवं चिम संजमजोगय च, सज्झायजोगं च सया अहिट्ठए।
સુરે મેળાપ સમજમાડ, મનમMળો હોદ્દ ગત પસિં દર ' "આચાર પ્રસિધિનું ફળ કહે છે. તપ તે બાર પ્રકારનું અણસણ વિગેરે છે, તે સાધુઓને જાણીતું છે, અને પૃથ્વી વિગેરે જીવોનું રક્ષણ છે સંયમ યોગ છે, અને (તત્ત્વમાં રમણતા રહે માટે.) સ્વાધ્યાય યોગમાં એટલે ભણવામાં હમેશાં રક્ત રહે, અહીંયાં તપમાં ભણવાનું આવી ગયું છતાં જુદું બતાવવાનું કારણ જ્ઞાન મેળવવું તે આચારનું મુખ્ય સાધન છે. વળી બહાદુર યોદ્ધો શત્રની ચાર પ્રકારની સેના સાથે લડતાં ઘેરાએલો પોતાના શસ્ત્રોથી અને બળથી જય મેળવે છે. અને શત્રઓને મારી પાછા હઠાવે છે, (તે પ્રમાણે સાધુઓ સંપૂર્ણ તપ વિગેરે શસ્ત્રોથી સજ્જિત થઈ ઇંદ્રિય અને કષાયોથી ઘેરાયા છતાં તેમને કબજે લઈ પોતાના શુદ્ધાચારમાં રહે જેથી પોતાનું તથા પોતાના આશ્રિતોનું રક્ષણ કરી શકે.) II૬રા
सज्झाय-सज्झाणरयस्स ताइणो, अपावभावस्स तवे रयस्स ।।
विसुज्झई ज से मलं पुरेकडं, समीरिय रुप्पमल व जोइणा ॥३॥ ફરીથી તેજ કહે છે-સ્વાધ્યાય તેજ સારું ધ્યાન તેમાં રક્ત સ્વ અને પરનું રક્ષણ કરનારો તથા લબ્ધિ વિગેરેની અપેક્ષા રહિત શબ્દ ચિત્તવાળો તપમાં પણ યથાશક્તિ રક્ત હોય, તે સાધુને ને પૂર્વ ભવોમાં કરેલાં પાપ રૂપ મેલ દૂર થઈ જાય છે. જેમ કે ચાંદીને અગ્નિમાં તપાવવામાં કાટ બળી જાય અને ચળકતી થાય. તે પ્રમાણે સાધુને પણ પોતાનાં કર્મ નષ્ટ થતાં જ્ઞાન વિગેરે આત્માના નિર્મળ ગુણો પ્રગટ થાય છે. ૬૩||
से तारिसे दुक्खसहे जिइंदिए, सुएण जुत्ते अममे अकिंयणे । विरायई कम्मघणमि अवगए, कसिणऽमपुडावगमे व चदिम ॥६४॥
तिबेमिआयारपणिही णाम अज्झयण समत्त॥८॥ પૂર્વે કહેલા પ્રમાણે ગુણોમાં રક્ત સાધુ દુઃખથી જીતવા યોગ્ય એવી જે ઇંદ્રિયો છે, તેને જીતનારો અને શ્રુતજ્ઞાનથી યુક્ત પોતે મમતા છોડીને કોઈપણ જાતનો પરિગ્રહ રાખ્યા વિના જેમ વાદળાં દૂર થવાથી નિર્મળ આકાશમાં ચંદ્રમા શોભે, તેમ સાધુનાં જ્ઞાનાવરણીય વિગેરે ઘાતી કર્મ રૂપ વાદળાં દૂર થતાં મેળવેલા કેવળજ્ઞાન રૂ૫ નિર્મળ પ્રકાશ વડે દીપે છે, સૂત્ર અનુગમ કહ્યો, નયો પૂર્વ માફક જાણવા, આચાર પ્રણિધિ નામનું આઠમું અધ્યયન સમાપ્ત ll૬૪
૧ કલ્પભાષ્ય – ગા. ૧૧૬૯