________________
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
આઠમું અધ્યયન
चित्तमितिं न निज्झाए, नारिं वा सुअलंकियं । भक्खरं पिव दट्ठणं, दिट्ठि पडिसमाहरे ॥५५ ॥
એટલા માટે ભીંતમાં કે કાગળમાં ચીતરેલી સચેતન અથવા અચેતન શણગાર કરેલી અથવા ન શણગાર
કરેલી સ્ત્રીને પોતે જુએ નહિ અને કદાચ જોવાય તો પણ ઝળકતા સૂર્યની માફક તેને માની તેની ઊપરથી દૃષ્ટિ પાછી ખેંચી લેવી. I૫૫॥
હત્ય-પાકિ(તિ)ન્નિ, બ્ન-નાસવિનબિગ 1 વિ વાસરૂં નાીિ, વેંમારી વિવર્ગીપ ॥૬॥
ન
હાથ, પગથી કપાએલી અથવા કાન, નાક જેના કદરૂપા હોય અથવા સો વરસની ઘરડી ડોસી હોય, તો પણ બ્રહ્મચારી એટલે સાધુનું ચારિત્રરૂપી ધન સ્ત્રીરૂપી ચોરોથી ન લુંટાય, માટે તે તરફ દૃષ્ટિ ન કરવી, આ ઊપરથી એમ સમજવું કે જ્યાં એવી કદરૂપી બુટ્ટી સ્ત્રીથી સાધુને ભય છે, (તો રૂપવાળી અને જાવાન સ્ત્રીથી તો પૂછવું જ શું?) માટે સ્ત્રીને વર્જવી. ।।૫૬॥
विभूसा इत्थिसंसग्गी, पणीयरसभोयणं । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउड जहा ॥५७॥
વળી (સાધુએ આટલું ન કરવું, તે કહે છે.) ગૃહસ્થની માફક વસ્રની શોભા તથા સ્ત્રીનો પરિચય તથા ઘી, તેલ, મરી, મશાલાનું ભોજન આ જો સાધુ ત્યાગે નહિ, તો તેને પરલોકનું હિત ચિંતવતાં અમૃત સમાન સાધુપણું મૂકીને, હળાહળ ઝેર સમાન સંસાર ભ્રમણ મળે છે. પા
અન-પામુદ્રાનું, વાત્ત્તવિવ-પહિય । રૂત્વીનું તેં તે નિષ્ણાત, માનવિવઠ્ઠાં પા
સ્ત્રીનાં અંગ તે માથું વિગેરે છે, અને પ્રત્યંગ તે આંખ વિગેરે તથા શરીરનો આકાર (હાલ ચાલ ચેષ્ટા) તથા મધુર બોલવું, તથા નિહાળીને જોવું, એ સ્ત્રીઓનું જે કંઈ છે, તે કામરાગને વધારનારૂં જાણીને તે તરફ સાધુ લક્ષ ન રાખે. (આ પૂર્વે દેખવાનું નિષેધ કર્યા છતાં ફરી કહેવાનું કારણ હાવભાવ પ્રધાન છે તેથી જુદું લીધું છે.) ૫૮॥
विसएस मणुण्णेसु, पेमं नाभिनिवेसए । अणिच्चं तेसिं विष्णाय परिणामं पोग्गलाण य ॥ ५९ ॥
પાંચે ઇંદ્રિયોના મનોહર સુખદાઈ શબ્દ વિગેરે વિષયોમાં સાધુએ પ્રેમ ન કરવો, તેમજ વિપરીતમાં દ્વેષ ન કરવો. શંકા-કાનનું સુખ વિગેરે ન ઇચ્છવું એવું પૂર્વે કહેલું છતાં અહીં ફરીથી શા માટે કહ્યું?–ઉત્તર-બીજાં કારણ કહેવાથી વિશેષ લાભ થાય તે માટે કહેલું છે, સાધુ જિનવચન પ્રમાણે વિચારે કે તે વિષયોનું સુંદ૨૫ણું કે વિરૂપતા અનિત્ય છે, ક્ષણ માત્ર છે, જોવા પૂરતું જ છે, વિગેરે પુદ્ગલોના પરિણામને વિચારે તે કહે છે.IN
पोग्गलाण परीणाम, तेसिं गच्चा जहा तहा । विणीयतण्हो विहरे, सीईभूएण अप्पणा ॥ ६० ॥
વારંવાર મનોજ્ઞ અને અમનોજ્ઞ એવા બંને પ્રકારના પદાર્થોના સ્વરૂપને વિચારે કે આનું પરિણામ શું આવશે. લાભ કેટલો છે અને હાનિ કેટલી છે, તે વિચારીને તૃષ્ણા છોડીને ક્રોધ વિગેરેને દૂર કરી મધ્યસ્થ પરિણામે વિચરે (આ સંબંધમાં ટૂંકી કથા કહી છે.) (એક રાજાની દેવાંગના જેવી રાણી હતી. તેનું રૂપ અથાગ હતું, તેને જોવા માટે સૂર્ય પણ સમર્થ નહોતો. એવી રીતે ગુપ્ત રાખવાથી તેને જોવા અનેક પુરુષો ઇચ્છતા હતા, કોઈ પર્વ નિમિત્તે અમુક વખતે બગીચામાં કોઈએ જવું નહિ, એવો રાજાએ ઢંઢેરો પીટાવ્યો, પણ ધનાઢ્ય રસિક યુવાનો પરોઢીએ જઈને રાણીનું રૂપ જોવાને માટે બાગમાં ઝાડો ઊપર સંતાયા, પણ રાણી કોઈ પણ કારણથી ત્યાં આવી નહિ, રાજાએ પરીક્ષા લેવા માટે પહેરો મૂક્યો હતો કે મારી આજ્ઞા લોકો પાળે છે કે નહિ? પછી અંદર રહેલા યુવકો ભૂખથી કંટાળી ધીરે ધીરે બહાર આવવા લાગ્યા, રાજાએ પણ પોતાનો દાબ બેસાડવા માટે બાગની અંદરના ભરાઈ રહેલા યુવકોનો એકે એકનો શીરચ્છેદ કરાવ્યો. આ પ્રમાણે રૂપ જોવાના રસીયા બૂરે હાલે મુવા, તે પ્રમાણે દરેકમાં
૧ ૭ સમવાં.વૃત્તિ પત્ર – ૧૫ B સ્થાનાંગ – ૯/૩
દર