________________
આઠમું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
જે બોલવાથી બીજાને અપ્રીતિ થાય, અથવા એકદમ બીજાને ક્રોધ થાય એવું વચન બંને લોકમાં અહિત કરનારૂં જાણીને સાધુએ સર્વ અવસ્થામાં ન બોલવું.I૪૮॥
दिट्ठ मियं असंदिद्धं, पडिपुन्नं वियं जियं । अयंपिर- मणुब्बिग्गं, भासं निसिर अतवं ॥ ४९ ॥
ત્યારે કેમ બોલવું, તે બતાવે છે, બરાબર નજરો નજર જોએલું હોય, તથા શંકા રહિત હોય (સ્વ પર હિતકર હોય) તેવી ભાષા થોડા અક્ષરમાં સ્વર વિગેરેથી જાણીતી (બીજો સમજે તેવી) ન જોરથી તેમ ન ધીમેથી બીજાને અપ્રીતિ ન થાય તેમ સચેતન (વિચારવાન)સાધુ બોલે. I૪૯॥
आयारपण्णत्तिधरं दिट्ठिवायमहिज्जगं । वइविक्खलियं णच्चा, न तं उवहसे मुणी ॥५०॥
આચાર સૂત્ર ભણેલા એટલે સ્ત્રીલિંગ વિગેરે જાણનારો તથા પ્રજ્ઞતિધર તે લિંગ વિગેરેને વિશેષ પ્રકારથી જાણનારો તથા દૃષ્ટિવાદ નામનું બારમું અંગ ભણનારો કદાચ પ્રત્યય લોપ, આગમ વર્ણવિકાર, કાલ, કારક, વિગેરે વ્યાકરણના નિયમ જાણનારો પણ ભૂલે એટલે અશુદ્ધ ઉચ્ચાર કરે, લિંગ ભેદ થાય, એવી ભૂલો જાણીને પણ બીજા મુનિએ હસવું નહિ, કે, આવું વ્યાકરણ ભણેલો, અથવા બારમું અંગ ભણનારાનું કેવું કૌશલ્ય છે, કે, આવી સાદી ભૂલ કરે છે? તે કંઈ ભણ્યો નથી, આવું સાધુ ન બોલે તેમ ન તેવી ચેષ્ટા કરે, કારણ કે જ્ઞાની અપ્રમાદી સાધુની પણ ભૂલ થવાનો સંભવ રહે છે, તેમાં કાંઈ નવાઈ જેવું નથી, માટે તેવી ભૂલ જાણીને હસવું નહિ, પણ જરૂર પડતાં એકાંતમાં સંતોષથી તેની થતી ભૂલ સુધરાવવી, પગા
नक्तं सुमिणं जोगं, निमित्तं मत भेसजं । गिहिणो तं न आइक्खे, भूयाहिगरणं पयं ॥ ५१ ॥
નક્ષત્ર સંબંધી ગૃહસ્થે શુભ અથવા અશુભ વિચાર પૂછે, અથવા સ્વપના સંબંધી ફળ પૂછે, અથવા વશીકરણ વિગેરેના યોગ પૂછે તથા ભૂતકાર્ય વિગેરે સંબંધી નિમિત્ત પૂછે, અથવા વીંછુ વિગેરેનો મંત્ર પૂછે તેમજ અતિસાર વિગેરેનું ઔષધ પૂછે તો તે બીજા જીવોને પીડારૂપ જાણીને સાધુએ ગૃહસ્થોની આગળ ન કહેવું, પણ ગૃહસ્થને અપ્રીતિ ન થાય, માટે કહેવું કે હે ભદ્ર! આ કહેવાનો અધિકાર સાધુનો નથી; (સાધુએ ફક્ત ધર્મનો ઉપદેશ આપવાનો છે.)।૫૧॥
અન્નવું પાડનેન(નવ), મળ્વ પતિનું । ૩જ્વાભૂતિસંપન્ન, થી-સુવિવગિગ ધરા
સાધુ માટે ન બનાવેલા ઘરને તથા તેવા જ નિર્દોષ પાટ, પાટલા, શય્યા, આસન વિગેરેને વાપરે, પણ તે મકાનમાં કારણ પડે વા૫૨વા સ્પંડિલ (ઝાડા પેશાબ) ની જગ્યા હોય તથા તેમાં એકાંતમાં સ્ત્રી પશુ તથા નપુંસકથી પીડા ન હોય.(ત્યાં રહેવું.)I૫૨॥
વિવિત્તા ય થવું સેન્ગા, નારીનું ન તવે જ્જ । શિહિથયું 1 છુગ્ગા, યુગ્ગા સાર્દિ થવું પી
ત્યાં રહેતાં ધર્મ કથાની વિધિ કહે છે, બીજા સાધુ હોય નહિ, અથવા બીજા ગૃહસ્થ ન હોય, તેવા સમયે સ્ત્રી સાથે ધર્મની કથા પણ ન કરવી, તેમ પુરુષો સાથે પણ વિચારીને ઉચિત કથા કરવી, એટલે ગૃહસ્થનો વધારે પરિચય સ્નેહ વધતાં સાધુની ધર્મ બુદ્ધિ ઓછી થાય અને ગુરુ ભક્તિને બદલે ગૃહસ્થના જેવી, મિત્રતા થાય. માટે સાધુએ ગુણિ સાધુઓનો પરિચય રાખવો. એટલે ગુણોની વૃદ્ધિથી કલ્યાણ થાય. ૫૩॥
जहा कुक्कुडपोयस्स, निच्यं कुललओ भयं । एवं खु बंभयारिस्स, इत्थीविग्गहओ भयं ॥ ५४ ॥
જરૂર પડે ગૃહસ્થનો પરિચય કરવો પડે તો પણ સ્ત્રીનો તો ન જ કરવો. તે કહે છે. જેમ મરઘીના બચ્ચાને બિલાડીનો હમેશાં ભય રહે છે, તેમ સ્ત્રીના શરીરથી સાધુને બ્રહ્મચર્ય ભંગનો ભય રહે છે, મૂળ સૂત્રમાં વિગ્રહ શબ્દ છે, તેનો અર્થ એ છે કે, સ્ત્રી જીવતી ન હોય પણ ફક્ત વિગ્રહ એટલે એકલું શરીર મડદા રૂપે પડેલું હોય, તો પણ સાધુને વિકાર કરાવે છે. (તો જીવતી સ્ત્રીઓનું તો કહેવું જ શું?) I૫૪॥
૬૫