SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દ્રરાવાનિઝૂત્ર માપાંત૨ - મારા રૂ આઠમું અધ્યયન राइ(या)णिएसु विणयं पांजे धुवसीलयं सययं न हावएज्जा । कुम्मो ब अल्लीण-पलीणगुत्तो, परक्कमेज्जा तव-संजमम्मि ॥४१॥ એથી સાધુએ શું કરવું, તે બતાવે છે, પોતાનાથી પહેલાં દીક્ષા લીધેલા અથવા જ્ઞાનથી અથવા ઉમ્મરથી જે મોટા હોય, તે રત્નાધિક કહેવાય છે, તેમનો વિનય કરવો. એટલે તેમને આવતાં જોઈ પોતે ઉભા થવું, આસન આપવું, અને યથાયોગ્ય વંદન કરવું, તથા અઢાર હજાર જે, બ્રહ્મચર્ય વ્રત્તના ભેદ છે. તેને નિરંતર છોડે નહિ, અર્થાત્ પૂરા પાળે, તથા કાચબાની માફક પોતાની ઇંદ્રિયો અંગ ઉપાંગને વશમાં રાખીને તપથી પ્રધાન એવા સંયમમાં વર્તે (ઇદ્રિયોને કબજામાં રાખીને સંયમ પાળે, અને મોટાનો વિનય રાખે.) I૪૧/ निदं च न बहु मन्नेज्जा, सप्पहास विवज्जए । मिहोकहाहिं न रमे, सायम्मि रओ सया ॥४२॥ ઘણી નિદ્રા ન કરે તથા ઘણું હસવાનું પણ છોડી દે, સ્ત્રી સંબંધી અથવા કામ વિકારની કથાઓ છોડી દે. પણ ભણવા-ગણવામાં રાત દિવસ રક્ત રહે. ૪૨|| जोग च समणधम्मम्मि, जुजे अणलसो धुवं । जुत्तो य समणधम्मम्मि, अटुं लहइ अणुत्तरं ॥४३॥ મન વચન કાયાના વ્યાપારને નિરંતર આળસ રહિત થઈને સાધુના દશ પ્રકારના યતિધર્મ ક્ષમા વિગેરેમાં યોજે કારણ કે તેમાં રહેલો સાધુ સર્વોત્તમ અર્થ જે સમ્યગ જ્ઞાન વિગેરે છે, તેને મેળવે એટલે મનથી ભણવામાં ઉત્સાહ રાખનારો, અને વચનથી ઉચિત કાળમાં ભણનારો તથા કાયાથી કપડાં વિગેરેની પ્રતિલેખના કરનારો જ્ઞાને દર્શન વિગેરેને મેળવૅ અને છેવટે મોક્ષ પણ મેળવે. ૪૩ . इहलोग-पारत्तहिअं, जेणं गच्छइ सोग्गई । बहुसुयं पज्जुवासेज्जा, पुच्छेज्जऽत्थविणिच्छयं ॥४४॥ જેમાં આ લોક અને પરલોકનું હિત છે, અને જેના વડે સુગતિ પ્રાપ્ત થાય છે, એટલે આ લોકમાં અપમાન ન થાય, અને શ્રેષ્ઠ કર્તવ્યથી સ્વર્ગ અને મોક્ષ મળે તે બંને હિત જેનાથી થાય છે, તે જ્ઞાન આપનાર એવા બહુશ્રુત (ગીતાર્થ સાધુ)ને સેવે, એટલે તેમની સેવામાં રહીને સૂત્રના નવા નવા વિષયોને જાણે અને પોતાનું હિત કેમ થાય તેનો નિશ્ચય કરે. I૪જા हत्थं पायं च कायं च, पणिहाय जिइंदिए । अल्लीणगुत्तो निसिए, सगासे गुरुणो मुणी ॥४५॥ . • હાથ પગ અને કાયા તેને કબજામાં રાખીને ઇંદ્રિયોને જીતીને એકાગ્ર થઈને આસન સ્થિર કરીને ગુરુ પાસે મુનિ બેસે (એટલે ભણવામાં કે ગુરુના કાર્યમાં, સ્થિર ચિત્ત કરે.) જપા न पक्खओ न पुरओ, नेव किच्याण पिट्ठओ । न य ऊरु समासेज्जा, चिट्ठज्जा गुरुणतिए ॥४६॥ ગુરુના પડખામાં અથવા મોઢાની સામે અથવા ગુરુની પાછળ બેસવું નહિ, તેમ ગુરુના ઢીંચણને અડકીને ન બેસે, પણ એવી રીતે બેસે કે, ગુરુની દૃષ્ટિ સામે રહે, અને બીજાને વંદન કરતાં વિઘ્ન ન થાય તેમ જરા બાજા ઊપર બેસે, જોડે બેસવાથી પોતાના શરીરથી ગુરુનું અપમાન (આશાતના) થાય, અને પડખામાં અથવા પાછળ બેસવાથી દૃષ્ટિ ન પડે, સામે બેસે તો બીજાને વંદન કરતાં પણ અડચણ થાય માટે વિચારીને જ બેસે. ગુરુની આગળ પગ ઊપર પગ ચડાવીને ન બેસે. અવિનયનો દોષ થાય છે. હવે વાણીની પ્રસિધિ કહે છે.. ૪૬ll अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । पिट्टिमस न खाएज्जा, मायामोस विवज्जए ॥४७॥ ગુરુને પૂછડ્યા વિના તથા કારણ વિના બોલવું નહિ, તથા ગુરુજી બોલતા હોય, તે વખતે વચમાં બોલે નહિ, તેમ પછવાડે નિંદા પણ ન કરે તેમ કપટ યુક્ત જુઠને છોડી દે. I૪૭ll अप्पत्ति जेण सिया, आसु कुप्पेज वा परो । सव्वसो तं न भासेज्जा, भास अहियगामिणि ॥४८॥ ૬૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy