________________
આઠમું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
अमोहं वयणं कुज्जा, आयरियस्स महप्पणो । तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥३३॥ આચાર્ય અથવા જ્ઞાન વિગેરે ગુણોથી બીજા મોટા સાધુઓ જે કહે કે આમ કર, આમ બેસ વિગેરે વચનને શિષ્ય અમૂલ્ય સમજીને અંગીકાર કરવું, અને તે જ પ્રમાણે વચનથી હા કહીને અમલમાં મૂકવું. ॥૩૩॥ अधुवं जीविअं नच्या, सिद्धिमग्गं वियाणिआ । विणियट्टेज्ज भोगेसु, आउं परिमियमप्पणो ॥३४॥
જીવિત (આયુષ્ય)ને ચલાયમાન જાણીને મોક્ષને અચલ માનીને તેનો માર્ગ જે સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર માનીને બંધના હેતુઓ જે ભોગો છે. તેનાથી પોતે દૂર થાય, કદાચ આયુષ્ય અધવચ્ચે ‘ન’ તૂટે, તો પણ તે પરિમાણ વાળું છે. કારણ કે સો વર્ષનું આયુષ્ય હાલના વખતમાં છે, (તેમાં બાળપણા અને બુઢાપણામાં ધર્મ સાધી શકાય નહિ, માટે જુવાનીમાં જ ધર્મ સાધવાનો છે.) એવું જાણીને ઇંદ્રિયો ઉન્મત્ત થાય તો પણ ભોગોથી પાછા હઠવું
જોઈએ. ।।૩૪।।
बलं थामं च पेहाए, सद्धामारोग्गमप्पणो । खेत्तं कालं च विण्णाय, तहऽप्पाण निजुजए ॥३५॥ ગરા ગાવ મૈં પીત્તે(કે)ર્ફ, વાહી ગાવ ન યાર્ડ । ગાવિવિયા ન હાતિ, તાવ થમ્મ સમાજે રૂા.
ફરીથી ઉપદેશ કરે છે. પોતાની શક્તિ તથા હિંમત જોઈને તથા પોતાના આત્માની શ્રદ્ધા તથા આરોગ્યતા જોઈને, તથા ક્ષેત્ર તથા કાળ જાણીને ધર્મની અંદર પોતાના આત્માને જોડે, કારણ કે જ્યાં સુધી બુઢ્ઢાપો આવ્યો નથી, તથા રોગો વધ્યા નથી ત્યાં સુધી (જુવાનીમાં જ) સમજુ માણસે ધર્મ એટલે ચારિત્ર ધર્મ આરાધવો જોઈએ. II૩૫-૩૬॥
कोहं माणं च मायं च, लोभं च पाववडणं । वमे चत्तारि दोसे उ, इच्छंतो हियमप्पणो ॥३७॥
ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પાપને વધારનારા છે અને પાપના હેતુઓ જ છે, તેવું જાણીને એ ચારે દોષોને આત્માનું હિત વાંચ્છનારે (ગૃહસ્થ અથવા સાધુએ) છોડવા જોઈએ.।।૩૭।।
कोहो पीई पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ॥३८॥
જો ન છોડે તો, આ લોકમાં પણ શું નુકશાન થાય? તે બતાવે છે, ક્રોધ પરસ્પર પ્રેમનો નાશ કરે છે, માન વડિલો પ્રત્યે અહંકાર, તથા અજ્ઞાનતાથી વિનયનો ભંગ કરાવે છે, માયા વિશ્વાસનો ભંગ કરવાથી મિત્રતા નાશ પામે છે અને લોભ છે, તે, પ્રેમ વિનય અને મિત્રતા એ ત્રણેનો તથા બીજા સર્વ ગુણોનો નાશ કરે છે. ૩૮૫ उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥३९॥
હવે તે દોષોને દૂર કેવી રીતે કરવા તે કહે છે. શાંતિ રાખીને ક્રોધને જીતે (ગમ ખાય) અને માન છે, તેને કોમળતાથી નાશ કરે. સરળભાવે કપટનો ત્યાગ કરે, અને સંતોષ (નિઃસ્પૃહતા)થી લોભનો જય કરે, એટલે ઉદયમાં આવ્યા હોય, તો દૂર કરી નાખે, અને બીજા થવા દે નહિ, (દાબી રાખે.)૩૯॥
कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवडमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणब्भवस्स ॥४०॥
હવે પરલોકનાં દુઃખ બતાવે છે. ક્રોધને અને માનને જો કબજામાં ન રાખ્યા હોય, અને કપટ તથા લોભને વધવા દીધાં હોય, તો તે ચારે સંપૂર્ણપણે પોતાનો ભાવ દુષ્ટરૂપે ભજવતાં ફરીથી અશુભ ભાવ જળવડે સંસાર બીજને સિંચે છે. (ફરીથી સંસારમાં ભ્રમણા કરાવે છે.) I૪૦
૧. નિયમસાર – ૧૧૫ B યોગશાસ્ત્ર ૯/૨૩ ૮ ધમ્મપદ – ૨૨૩ 0 ઉ.અ. ૨૩/૫૩
૬૩