________________
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
આઠમું અધ્યયન
મનમાં ચિંતવે તેને નિર્જરા જ થાય. (તેનાં અશુભ કર્મ દૂર થઈ જાય છે. અહીંયાં સ્થાનાંગ સૂત્રનો પૂરો પાઠ નથી. પણ એમ સૂચવ્યું કે ક્રોધનાં અનેક કારણો હોય ત્યાં પણ સાધુએ બીજાનો દોષ ન કાઢતાં પોતાના પૂર્વ કર્મનો દોષ કાઢીને સંતોષથી દુ:ખ સહન કરવું.)॥૨૫॥
कण्णसोक्खेहिं सद्देहिं, पेम्मं नाभिनिवेसए । दारुणं कक्कसं फासं, कारण अहियासए ॥ २६ ॥
કાનને આનંદ આપનારા વેણુ વિણા અથવા પોતાની સ્તુતિમાં પ્રેમ ન કરે. તથા કઠોર એવા ખરાબ સ્પર્શને લઈ સંતોષથી કાયા વડે સહન કરે આ સૂત્રમાં કાનથી લઈને કાયા સુધી પાંચે ઇંદ્રિયોના રાગદ્વેષને દૂર ક૨વાનું બતાવ્યું એટલે અનુકૂળમાં રાગ ન કરવો તેમ પ્રતિકૂળમાં દ્વેષ પણ ન કરવો.॥૨૬॥
અહં નિવાસ જુમ્મેન્ગ, સીન્હેં ગર્દૂ ય । ગહિયાને ગહિગો, તેદે યુવબ મહાન "રા
ભૂખ, તરસ, ખરાબ પથારી, ઠંડી, ગરમી, અરિત ભય વિગેરેમાં પોતે મોટું રાંકડું ન કરે. પણ ખરાબ શય્યા, એટલે સૂવાની જમીન ઊંચી નીચી હોય, અને અરતિ તે મોહનીય કર્મની હોય, અથવા વાઘ વિગેરેથી ભય આવે, અથવા જ્યાં દુઃખ થાય, ત્યાં એમ ચિંતવવું કે શરીરમાં હાલ જેટલું દુઃખ ભોગવશું, તેટલું ભવિષ્યમાં સારો લાભ થશે એટલે મોક્ષ આપનારૂં થશે. શરીર અસાર છે અને મોક્ષ સાર છે. એવું, મનમાં વારંવાર ચિંતવે. ૨૭।। अत्थंगयम्मि आइच्ये पुरत्या य अणुग्गए । आहारमइयं सव्वं, मणसा वि न पत्थए ॥२८॥
સૂર્ય આથમ્યા પછી રાત્રીમાં અથવા સૂર્ય ઉગ્યા પહેલાં પરોઢીએ આહાર રૂપ કોઈ પણ વસ્તુને સાધુ મનથી પણ વાંછે નહિ. તો ખાવાનું કે તે સંબંધી બોલવાનું પણ હોય જ ક્યાંથી? ॥૨૮॥
अतितिणे अचवले, अप्वभासी मियासणे । हवेज्ज उयरे दंते, थोवं लद्धं न खिसए ॥ २९ ॥
કદાચ દિવસે પણ આહાર ન મલ્યો હોય તો પણ સાધુ અતિન્તિણા (ન બડબડનારો) બને, તથા ન મળતાં ચંચળ પણ ન થાય, કિંતુ સ્થિર અને શાંત બને, જરૂર પડે થોડું બોલે, આહાર મળતાં હોજરી પાચન કરે, તેવું થોડું ભોજન લે, કદાચ ગૃહસ્થ થોડું આપે, તો તેની નિંદા કે તિરસ્કાર ન કરે.॥૨૯॥
न बाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे । सुयलाभे न मज्जेज्जा, जच्चा तवसि बुद्धिए ॥३०॥
પોતે બીજાને ખીસીઆણો ન પાડે, પોતાની પ્રશંસા ન કરે. સિદ્ધાંત ભણવાથી અહંકારી ન થાય, કે હું • પંડિત છું. લબ્ધિ વાળો છું, (જે જોઈએ તે બીજાને નહિ મળતાં મને મળે છે) અથવા હું ઊંચ જાતિનો છું. તપશ્ચર્યા વાળો છું તથા બુદ્ધિથી શ્રેષ્ઠ છું, એ પ્રમાણે કુળ, બળ, રૂપનાં સંબંધમાં પણ અહંકાર ન કરે, કે હું કુળવાન છું, રૂપવાળો છું, બળવાન છું. II3II
से जाणमजाणं वा, कट्टु आहम्मियं पयं । संवरे खिप्पमप्पाणं, बीयं तं न समायरे ॥३१॥
સાધુએ જાણતાં અથવા અજાણતાં રાગદ્વેષને વશ થઈને મૂળ ઉત્તર ગુણોમાં દોષ લગાડ્યા હોય તો ગુરુ પાસે બોલી જાય, અને ફરીથી તેવું પાપ ન થાય તેની સંભાળ રાખે, અને આત્માને કબજામાં રાખે કે ફરીથી તેવો દોષ ન લાગે. II૩૧||
अणायारं परक्कम्म, नेव गृहे न निण्हवे । सुई सया वियडभावे, असंसत्ते जिइंदिए ॥ ३२ ॥
અનાચાર સેવીને (પાપ કરીને) જરા પણ છુપાવવું નહિ. એટલે ગુરુ પાસે, જેવી કિકત હોય તેવી પૂરે પૂરી કહેવી, (સૂત્રમાં ગહન અને નિર્ભવ શબ્દ છે, તેનો અર્થ એ છે કે થોડું છુપાવે તે ગુહન અને બિલકુલ ઉડાવી દે તે નિદ્ભવ છે,) પોતે નિરંતર પવિત્ર એટલે નિર્મળ બુદ્ધિ વાળો રહે તથા ખુલ્લાભાવ વાળો તથા બીજાથી પરવશ થયેલો ન બને તથા ઇંદ્રિયોનો પ્રમાદ દૂર કરીને રહે. ૩૨॥
૬૨