________________
આઠમું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
ન કહેવું, જો અહિતનું કહે કે, તારી સ્ત્રીને ખરાબ વર્તણુકવાળી મેં જોઈ છે. તો તેના ઘરમાં ક્લેશ થતાં સાધુને ચારિત્રમાં દોષ લાગે, પણ બંનેને હિતકારક હોય તેવું કહે, જેમ કે તમારા શિષ્યને મેં રાજાને શાંતિ પમાડતાં જોયો.૨૦
सुयं वा जइ वा दिट्ठ, न लवेज्जोवघाइयं । न य केणइ उवाएणं, गिहिजोगं समायरे ॥ २१ ॥
ફરીથી ખુલાસો કરે છે. બીજાથી સાંભળ્યું હોય કે પોતે જોયું હોય તો પણ બીજા જીવને દુઃખ દેનારૂં વચન સાધુ ન બોલે જેમ કે તું ચોર છે અથવા કોઈ પણ ઉપાયે સૂક્ષ્મ ભાંગાએ ગૃહસ્થનો સંબંધ ન કરે, એટલે તેના છોકરાને રમાડવું અથવા તેના વ્યાપાર સંબંધી પોતે કાંઈ પણ આચરે નહિ. II૨૧॥
निद्वाणं रसनिज्जूढं, भद्दगं पावगं ति वा । पुट्ठो वा वि अपुट्ठो वा, लाभालाभं न निद्दिसे ॥२२॥
ગૃહસ્થના ઘરમાં બધા રસથી યુક્ત રસોઈ હોય અથવા ફીકું બગડી ગયેલું નીરસ ભોજન હોય, તો તે બંને જોઈને આ ઠીક છે, આ નઠારૂં છે, એવું પોતે બીજાને પૂછતાં પણ કહે નહિ, તેમ પોતાને મળેલું હોય તે કોઈ પૂછે કે ન પૂછે તો પણ મળ્યું ન મળ્યું તેવું કંઈપણ ન બોલે.II૨૨॥
नय भोयगंमि गिद्धो, चरे उछं अयंपिरो । अफासुयं न भुजेज्जा, कीयमुद्देसियाऽऽहडं ॥ २३ ॥
સારા ભોજનમાં રક્ત બનીને શેઠીઆનાં ઘર ન શોધે પણ આંગળી બતાવ્યા વિના અજાણ્યા ઘરોમાં કે ધર્મલાભ મોંઢેથી બોલતો પ્રવેશ કરે ત્યાં સચિત્ત કે મિશ્ર ભોજન ન લે. તેમજ વેચાતું લાવેલું કે સાધુ માટે બનાવેલું કે સાધુ માટે જ દૂરથી આણેલું. તેવું દોષિત ભોજન પણ ન લે. (પૂર્વે વિશોધિ અવિશોધિ કોટી બતાવી ગયા છે તે જોવી.) ॥૨૩॥
संनिहिं च न कुव्वेज्जा, अणुमायं पि संजए । मुहाजीवी असंबद्धे, हव्वेज्ज जगनिस्सिए ॥ २४ ॥
'સાધુએ પોતાની પાસે જરાપણ ખાવા પીવાની વસ્તુનો સંગ્રહ ન કરવો, (રાત્રિમાં જરા પણ ન રાખવું. દિવસે મૂર્છાથી વધારે લાવી સંઘરવું નહિ) તથા મુધાજીવી એટલે ગૃહસ્થની સાથે કોઈ પણ જાતનો પરિચય કે તેને સંસારી લાભ બતાવ્યા સિવાય નિર્દોષ ભોજન ઊપર સંતોષ સાધુએ રાખવો, તથા કમળના પાન ઊપર પાણી નિર્લેપ રહે, તેમ પોતે નિર્લેપ રહી જગતના બધા જીવો હાલતા કે સ્થિર હોય તેમનું રક્ષણ કરતો વિચરે. ॥૨૪॥
लहवित्ती सुसंतुट्ठे, अप्पिच्छे सुहरे सिया । आसुरतं न गच्छेज्जा, सोच्याणं जिणसासणं ॥२५॥
વાલ ચણા વિગેરે બાફેલાં હોય જેમાં ઘી તેલ વિશેષ ન હોય તેવા લુખ્ખા ભોજન ઊપર સદા સંતોષી રહે તથા ઇચ્છાનો નિરોધ કરે એટલે ઊનોદરી (મિતાહાર) કરે અને દુકાળ વિગેરેમાં થોડું મળે તો પણ સંતોષી રહે. તથા સાદું નિરસ ઓછું લુખ્ખું મળવા છતાં ગુરુ પાસેથી જિનેશ્વરનું વચન જે ક્રોધનાં માઠાં ફળ બતાવનારૂં છે તેને સાંભળીને બીજા ઊપર ક્રોધ પણ ન કરે. (મનમાં પણ રીસ ન રાખે.) વીતરાગનું વચન આ પ્રમાણે છે. 'जहा चउहिं ठाणेहिं जीवा आसुरत्ताए कम्मं पकरेंति, तंजहा- कोहसीलयाए पाहुडसीलयाए जहा ठाणे जाव जं णं मए एस पुरिसे अण्णाणी मिच्छादिट्ठी अक्कोसह हणइ वा तं ण मे एस किंचि अवरज्झइति, किं तु मम एयाणि वेयणिज्जाणि कम्माणि अवरज्झतित्ति सम्ममहियासमाणस्स निज्जरा एव भविस्सइ ति सूत्रार्थः ॥
જીવો ચાર જગ્યા એ અસુરપણાનું કર્મ બાંધે છે. ક્રોધથી તથા પ્રાભૂત શીલ પણે જેવું સ્થાનાંગ સૂત્રમાં બતાવ્યું છે તે જોવું જ્યાં સુધી કે આ પુરુષ અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ આક્રોશ કરે અથવા હણે ત્યાં સાધુએ વિચારવું કે આ મારો જરા પણ અપરાધ કરતો નથી પણ ખરી રીતે, મેં પૂર્વે જે કર્મ કર્યાં તેનો ખરેખરો દોષ છે. એવું પોતે
૧ વિ. ભા. – ગા. ૧૨૪૦
૨ સ્થાનાંગ – ૪–૪–૫૬૭ તંત્ર પામેલ દૃશ્યતે
૬૧