________________
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
આઠમું અધ્યયન
વડ, ઉમરડો વિગેરેના ફૂલ તેવા જ રંગના બહુ ઝીણાં હોવાથી દેખાતાં નથી તેની રક્ષા કરવી (ટીપણમાં લખ્યું છે કે ગૃહસ્થોને આવર્જવા દુર્લભ છે, પણ સાધુઓએ ખુબ લક્ષમાં રાખીને તેને બચાવવા જોઈએ.) તે અપેક્ષાએ સૂક્ષ્મ છે. તે જ પ્રમાણે (૩) સૂક્ષ્મ પ્રાણી તે કંથવા આ અનુદ્ઘરી કહેવાય છે, કારણ કે એટલા નાના હોય છે કે ચાલતા હોય તો જ જીવ તરીકે જણાય, પણ ન ચાલે તો જીવ તરીકે જાણવા બહુ મુશ્કેલ થઈ પડે, (માટે સાધુએ પ્રત્યેક સમયે પૂંજીને જોઈને વસ્તુનો ઉપયોગ કરવો.) (૪) ઉનિંગ સૂક્ષ્મ તે કીડીનગરૂં (કીડીઆરૂ) તેમાં કીડીઓ ઉપરાંત બીજા સૂક્ષ્મ જીવો પણ હોય છે. તથા (૫) પનક સૂક્ષ્મ તે પ્રાયઃ ચોમાસામાં લાકડું તથા જમીન ઊપર પાંચ વર્ણની લીલ બાઝે છે તે છે તથા (૬) બીજ સૂક્ષ્મ એ ડાંગર વિગેરેના બીજના મોંઢા ઊપર જે કર્ણિકા બાઝે છે. લોકમાં તેને તુમુખ કહે છે. (૭) હરિત સૂક્ષ્મ તે નવી વનસ્પતિ ઉગી હોય ત્યારે જમીન જેવો તેનો રંગ હોય, અને (૮) અંડ સૂક્ષ્મ તે માખી, કીડી, ગરોળી, બ્રાહ્મણી, કૃકલાસ(કરોળિયો) વિગેરેનાં ઇંડાં નાનાં હોય છે તે અંડ સૂક્ષ્મ છે તેની રક્ષાની વિધિ બતાવે છે. ૧૫
વમેયાળિ ગાળિત્તા, સત્વભાવેન સંગ! । ગળમત્તે ન નિવ્યું, મન્વિયિસનાહિત ॥૬॥
આ પ્રમાણે આઠે સૂક્ષ્મને સૂત્ર વડે જાણીને સર્વભાવ એટલે યથા શક્તિ સાધુએ અપ્રમત્ત બનીને નિદ્રા આળસ વિગેરેને છોડીને મન વચન કાયાથી તેમના રક્ષણ માટે સર્વકાળ સમાધિમાં રહેવું. એટલે પાંચે ઇંદ્રિયોના વિષયમાં રાગ દ્વેષને ત્યાગીને જીવોની રક્ષા કરવી. ।।૧૬।।
धुवं च पडिलेहेंज्जा, जोगसा पाय- कंबलं । सेज्जमुच्चारभूमिं च संथारं अदुवाऽऽसणं ॥ १७॥
રોજ સિદ્ધાંતની વિધિએ શક્તિ હોય ત્યાં સુધી ન ઓછું ન વધા૨ે પોતાનાં ઉપકરણ પાતરાં કામળ (કમ્બળ) વિગેરે તથા શય્યા સંથારો સ્થંડિલ (ઝાડા પેશાબની જગ્યા) વિગેરે તથા આસનને બરાબર દેખે અને વાપરે; સૂત્રમાં પાતરાં લેવાથી બીજાં પણ વાસણ સમજવા, જેમ કે લાકડાનું કે તુંબાનું માટીના વાસણ હોય, તથા કામળ લેવાથી ઉન તથા સૂતરનાં બીજા કપડાં જે ઉપયોગી હોય તેની પણ રોજ બરોબર પ્રતિલેખના (ધારીને જોવું) કરે. ॥૧૭॥
उच्चारं पासवणं, खेलं सिंघाण जल्लियं । फासूयं पडिलेहित्ता, परिद्वावेज्ज संजए ॥१८॥
ઝાડો પેશાબ બલખો લીટને પ્રથમ અચિત્ત જગ્યા આંખથી જોઈને જમીન ઊપર સાધુએ નાખવું. ૧૮॥ पविसित्तु परागार, पाणट्ठा भोयणस्स वा । जयं चिट्ठे मियं भासे, न य रूवेसु मणं करे ॥ १९ ॥
ઉપાશ્રયની વિધિ બતાવીને હવે ગોચરી જતાં ગૃહસ્થના ઘરની વિધિ બતાવે છે. બીજાને ઘેર ગોચરી પાણી લેવા જાય અથવા માંદા વિગેરે માટે દવા લેવા જાય. ત્યાં યત્નાથી ઉભો રહે. એટલે ગૃહસ્થના ઘરમાં ઝરૂખા વિગેરેમાં ન દેખે, પણ યોગ્ય જગ્યાએ ઉભો રહે, અને જે કારણે આવ્યો હોય તેજ વાતને ખુલાસાથી ટૂંકમાં કહે. પણ દાન આપનાર સ્ત્રીની કાંતિ કે રૂપ ઊપર નજર ન નાખે, એ પ્રમાણે બીજા કશા ઊપર પણ મન ન રાખે (રૂપ લેવાથી રસ વિગે૨ે ઊપર પણ સાધુએ મન ન લગાડવું.)॥૧૯॥
बहु सुणेइ कण्णेहिं, बहु अच्छीहिं पेच्छइ । न य दिट्ठ सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥२०॥
ગોચરીમાં ગયેલાને કોઈએ પૂછ્યું કે શું જોયું? અથવા ઉપદેશના અધિકારનું સામાન્ય પણે કહે છે, કે સારૂં અને નઠારૂં કાન વડે ઘણું સાંભળ્યું. અર્થાત્ નિંદા સ્તુતિના કે મધુર ગાયનના કે કઠોર અવાજના ઘણા શબ્દો કાનમાં કે પડી ચુક્યા તે પ્રમાણે અનેક પ્રકારનાં જોવા યોગ્ય, ન જોવા યોગ્ય સારાં માઠાં રૂપો આંખે જોવાઈ ગયાં હોય તો પણ આ પ્રમાણે ન કહે, કે તારી સ્ત્રીને મેં રોતી જોઈ કે સાંભળી, કારણ કે, આવું કહેવું સાધુને ઉચિત નથી અર્થાત્ સ્વ અને પર એ બંનેને આલોક પરલોકમાં હિતકારી હોય તેટલું જ કહેવું. પણ બધુએ સાંભળેલું કે જોએલું સાધુએ
૧ | ઉત્તરા. અ-૨૬ ૩ ઉત્તરા. અ-૨૪/૧૩-૧૪-૧૫ ૮ ઓ. નિ. – ગા. ૨૦૮
. ૬૦