SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ मायागारवसहिओ इंदिअनोईदिएहिं अपसत्यो । धम्मत्था अ पसत्यो इंदिअनोइंदिअप्पणिही ॥३०३॥ માયા સ્થાન યુક્ત એટલે કપટ તથા ઋદ્ધિ વિગેરેનો અહંકાર કરનારો તે હોય અને ઇંદ્રિય અને મન એ બંનેનો નિગ્રહ કરે તો એ અપ્રશસ્ત પ્રણિધિ છે. એટલે બીજાને ઠગવા માટે જમીન ઊપર જોઈ જોઈને ચાલે. તથા બીજા પાસે પૂજાવા માટે ક્ષમા ધારણ કરે. અથવા રિદ્ધિ વિગેરેનો ગર્વ કરે, તો તે પ્રશંસવા યોગ્ય નથી, પણ મોક્ષના માટે ધર્મ રક્ત બની કપટ તથા અહંકાર રહિત જે ઇંદ્રિયોનો જય કરે છે, અને એ પ્રમાણે ક્ષમા વિગેરે જે સાધુ ધારણ કરે તેનાથી તે ગુણો અભેદ હોવાથી તે પ્રશસ્ત પ્રણિધિ કહેવાય તેનું ઇંદ્રિયોને તથા મનને કબજામાં રાખવું, તે નિર્જરાનું ફળ છે, હવે અપ્રશસ્ત તથા પ્રશસ્ત પ્રણિધિના ગુણો અને દોષોનું વર્ણન કરે છે. II૩૦૩ अट्ठविहं कम्मरयं बंधइ अपसत्यपणिहिमाउतो । तं चैव खवेइ पुणो पसत्यपणिहीसमाउत्तो ॥ ३०४॥ ન જ્ઞાનાવરણીય વિગેરે આઠ ભેદનું જે કર્મ છે, તે કર્મ રૂપ રજને બાંધે છે, તે બાંધનારો અપ્રશસ્ત પ્રણિધિવાળો જાણવો. અર્થાત્ કપટથી ધ્યાન કરનારો મોક્ષમાં ન જતાં બીજાને ઠગવાથી પોતે ઠગાઈને આઠ કર્મ બાંધીને સંસાર ભ્રમણ કરે છે, અને જે પ્રશસ્ત પ્રણિધિ એટલે કપટ રહિત ઇંદ્રિય તથા મનનો નિગ્રહ કરનારો કર્મજને ક્ષય કરે છે. (અર્થાત્ મોક્ષ મેળવે.) તેટલા માટે સંયમ પાળવા પ્રશસ્ત પ્રણિધિમાં રહેવું તે બતાવે છે. ૩૦૪|| दंसणनाणचरिताणि संजमो तस्स साहणट्टाए । पणिही पउंजिअव्यो अणायणाई च वज्जाई ॥ ३०५ ॥ દર્શન જ્ઞાન ચારિત્ર તે જેમાં છે, તે પૂર્ણસંયમ છે, તે પૂર્ણસંયમ સાધવા માટે પ્રશસ્ત પ્રણિધિને યોજવો, તથા તેનાથી જે વિરુદ્ધ કપટ વિગેરે, તે છોડી દેવાં. જો ન છોડે તો તેના દોષો બતાવે છે.૩૦૫|| दुष्पणिहिअजोगी पुण लंछिज्जइ संजम अयाणंतो । वीसत्यनिसट्टंगोव्व कंटइल्ले जह पडतो ॥ ३०६ ॥ દીક્ષા લીધા પછી સુપ્રણિધિ ન રાખે તો તે સંયમની વિરાધના કરે છે, જેમ કે કોઈક વિશ્રબ્ધ (ભાવ વિનાનો) નિસૃષ્ટ (ઝુકાવેલા) અંગવાળો યત્ના કર્યા વિના કાંટાવાળા માર્ગે જાય છે, અથવા શ્વભ્ર (ઊંચાણમાં આકાશ) વિગેરેમાં ઊપરથી પડીને દુઃખ પામે છે, તેમ આ સાધુ વેષ ધારીને સારા ધ્યાનમાં ન રહે; તો તેનું સંયમ કુમાર્ગે જતાં નાશ પામે છે, હવે તેથી ઉલટું કહે છે. II૩૦૬II सुप्पणिहिअजोगी पुण न लिप्पई पुब्वभणिअदोसेहिं । निद्दहइ अ कम्माई सुक्कतणाई जहा अग्गी ॥३०७॥ સુપ્રણિહિત એટલે દીક્ષા લીધા પછી ઇંદ્રિય, મનને કબજામાં રાખીને નિષ્કપટી બની સાધુપણું પાળે તો તે દોષોને અટકાવવાથી ઊપર કહેલા કર્મ વિઘ્નને પામતો નથી અને તપ વિગેરેના પ્રભાવથી પૂર્વ કર્મ બાળી મૂકે છે, જેમ સૂકા ઘાસને અગ્નિ બાળે છે તેમ તે પણ કર્મોનો નાશ કરે છે.II૩૦૭ तम्हा उ अप्पसत्यं पणिहाणं उज्झिऊण समषेणं । पणिहाणंमि पसत्थे, भणिओ आयारपणिहि ति ॥ ३०८ ॥ આ પ્રમાણે પરમ કૃપાળુ ગુરુ મહારાજ ફરીથી સમજાવે છે કે અપ્રશસ્ત પ્રણિધિ દુઃખદાઈ છે અને બીજો સુખદાઈ છે. માટે અપ્રશસ્તને છોડીને કલ્યાણ કરનારા પ્રશસ્ત પ્રણિધિમાં યત્ન કરવો આ પ્રમાણે આચાર પ્રણિધિ બતાવ્યો (એટલા માટે દરેક સાધુએ મોક્ષ માટે ઇંદ્રિયો અને મનને વશમાં રાખવું.) આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, તે બધું પૂર્વ માકક જાણી સૂત્ર અનુગમમાં અસ્ખલિત વિગેરે ગુણોવાળું સૂત્ર બોલવું, તે આ છે,II૩૦૮। आयारप्पणिहिं लद्धं जहा कायव्य भिक्खुणा । तं भे उदाहरिस्सामि, आणुपुब्बिं सुणेह मे ॥१॥ ઊપર બતાવેલા આચાર પ્રણિધિને પામીને જે પ્રકારે સાધુનું અનુષ્ઠાન કરવાનું છે, તે પ્રકા૨ને હું તમને ૧ ઓઘ. નિ. ગા. ૭૬૭/૬૮ ૫૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy