SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દ્રવાલ્મિસૂત્ર માંત૨ - માગ આઠમું અધ્યયન અનુક્રમે કહીશ, તે તમે સાંભળો આ પ્રમાણે ગૌતમ ઈદ્રભૂતિ વિગેરે ગણધરો પોતાના શિષ્યોને બોલાવીને કહે છે, ///. पुढवि दग अगणि मारुय, तण रुक्ख सबीयगा । तसा अ पाणा जीव ति, इइ वुत्तं महेसिणा ॥२॥ માટે ગૌતમ અથવા મહાવીર વિગેરે ઋષિઓએ આ પ્રમાણે કહ્યું છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ઘાસ, ઝાડ, બીજ એ પાંચ એક ઇંદ્રિય જીવ છે, (તેમાં ઘાસ ઝાડ અને બીજ એ ત્રણ પણ વનસ્પતિકાયમાં ગણવાં) તથા બે ઇંદ્રિયથી તે પંચેન્દ્રિય સુધી ત્રસ જીવો છે. રા तेसिं अच्छणजोएण, निच्यं होयब्वयं सया । मणसा काय वक्केण, एवं भवइ संजए ॥३॥ તેટલા માટે તેમનું રક્ષણ (અહિંસા-જીવદયા) કરીને હમેશાં સાધુએ રહેવું. એટલે મન વચન કાયાથી તેમની હિંસા ન કરવી, તે સાધુપણું છે. પણ હિંસા કરે તો સાધુપણું નથી. ફી पुढविं भित्तिं सिलं लेलु, नेव भिंदे न संलिहे । तिविहेण करण जोएण, संजए सुसमाहिए ॥४॥ હવે દરેકના ભેદ બતાવે છે. પૃથ્વી તથા નદીમાં કિનારાની ભેખડ તથા જમીનમાં રહેલો પત્થર તથા ઇટાળાનો કકડો (વિના પકવેલો) તેને ભેદે નહિ, તેમ ખોતરે પણ નહિ, એમાં ભેદવું એટલે ટુકડા કરવા, અને ખોતરવામાં થોડો ભાગ ઓછો કરવો તે આલેખવું છે, આ બંને સાધુ ન કરે, તે શુદ્ધભાવ વાળો જાણવો. જો . सुद्धपुढवीए न निसीए, ससरक्वमि अ आसणे। पमज्जित्तु निसीएज्जा, जाणित्तु जाइयोग्गह(जाइता जस्स उग्गह)॥५॥ જે પૃથ્વી અચિત્ત થઈ નથી. તે શુદ્ધ પૃથ્વી ઉપર સાધુ ન બેસે (ગૃહસ્થોએ ચાલવા વિગેરેથી પગથી પાડી હોય. તે જગ્યાએ ચાલવું કે બેસવું) તથા જ્યાં ધૂળ ઘણી ભેગી થઈ હોય, અને તે લોકોના વપરાશમાં ન આવેલી હોય, ત્યાં સાધુ આસન મૂકીને પણ ન બેસે, તે પ્રમાણે ધૂળમાં આળોટે પણ નહિ, જરૂર પડે તો લોકોથી વપરાયેલી અચેતન પૃથ્વીમાં રજોહરણથી પુંજીને બેસે, તથા બેસવા પહેલાં તે જમીનના માલિકની પરવાનગી મેળવવી (જો માલિક તે વખતે ત્યાં હાજર ન હોય તો ઇંદ્રની આજ્ઞા લેવી,) “અણજાણહ જગો' એમ બોલીને બેસવું પૃથ્વીકાયની વિધિ કહીને હવે પાણીની વિધિ કહે છે. આપા 'सीओदगं न सेवेज्जा, सिला वुटुं हिमाणि य । उसिणोदगं तत्तफासुयं, पडिगाहेज्ज संजए ॥६॥ અકાય (પાણી) તે જમીનમાંથી નીકળેલું સાધુ ન પીએ તથા હિમ (બરફ) ન ખાય, તથા કરો તે પણ ન ખાય, હિમ પ્રાયે ઉત્તર દેશમાં વધારે થાય છે. (હાલમાં બનાવટી બરફ બહુ બને છે, તે પણ ન ખાય) ત્યારે શું કરવું તે કહે છે, જેનું કરેલું પાણી જેના ત્રણ ઉકાળા આવેલા હોય, તથા સોવીર (ધોવણ)નું પાણી વિગેરે અચિત્ત થયેલું વાચીને સાધુ પીએ. lll - उदओल्लं अप्पणो कायं, नेवं पुंछे न संलिहे । समुप्पेह तहाभूयं, नो णं संघट्टए मुणी ॥७॥ પોતાની કાયા નદી ઉતરતાં અથવા ભિક્ષાએ જતાં વરસાદ વિગેરેથી ભીંજાએલી હોય, તો તેને કપડાથી કે ઘાસ વિગેરેથી લુછે નહિ, તથા હાથથી જરા સ્પર્શ પણ ન કરે, પણ પોતાની મેળે સુકાવા દે.૭ इंगालं अगणिं अच्विं, अलायं वा सजोड़। न उजेज्जा न घटेज्जा, नो णं निव्वावए मुणी ॥८॥ પાણી પછી અગ્નિની વિધિ કહે છે. જ્વાલા રહિત અંગારા છે, અને બળતા લોઢામાં રહેલો તે અગ્નિ અને ૧ પ્રજ્ઞાપના સૂત્રમાં પ્રથમ સ્થાને ૧૨ ભેદ બતાવ્યાં છે. ૨ પ્રજ્ઞાપના – ૧/૪૩ - ૫૮
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy