SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ આઠમું અધ્યયન जह एसो सद्देसु एसेव कमो उ सेसएहिं पि । चउहिपि इंदिएहिं रुवे गये रसे फासे ॥२९॥ * જેવી રીતે મધુર અવાજ સાંભળવા થી લલચાઈને દુઃખ પામે છે. તે જ પ્રમાણે અનુક્રમે આંખ, નાક, જીભ, શરીર તેના ચાર વિષય રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં લપટાએલો જીવ દુઃખ પામે છે, ગાથાઓ પણ તે પ્રમાણે સમજી લેવી જેમકે “ચમ્પિંદિરિસ્સીહિ' વિગેરે પણ જાણવી આ વિષયને દૃષ્ટાંતથી કહે છે. ll૨૯૭ जस्स खलु दुप्पणिहिआणि इंदिआई तवं चरंतस्स । सो हीरइ असहीणेहिं सारही वा तुरंगेहिं ॥२९८॥ જે સાધુને ઇન્દ્રિયો કબજામાં ન હોય, તો તેનું કરેલું તપ મોક્ષમાં ન લઈ જતાં. ઉલટે માર્ગે લઈ જાય છે, જેમ રથનો હાંકનારો સારથિ ઘોડાને કબજામાં ન રાખે તો રથ ઉલટે માર્ગે જાય છે. (તપસ્વી સાધુ જો ઇંદ્રિયોના રસમાં પડે તો તે તપનું ફળ સ્વર્ગ માગે, અને તેથી સંસાર ભ્રમણ કરે, આ સંબંધે બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત છે.) હવે નો ઈદ્રિય પ્રણિધિ કહે છે. ll૨૯૮ : कोहं माणं मायं लोहं च महन्मयाणि चत्तारि । जो रंभइ सुद्धप्पा एसो नोइंदिअप्पणिही ॥२९९॥ 'ક્રોધ, માન, માયા, લોભ એ ચારનું સ્વરૂપ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન એમ ચાર ભેદે છે, એ ચાર મહાભય સમાન છે. તેનાથી સમ્યગ્દર્શન વિગેરે ઉત્તમ ગુણોનો અટકાવ થાય છે એ ચારને જે કોઈ રોકે, તે શુદ્ધાત્મા ક્રોધ વિગેરેને રોકવાથી એટલે ક્રોધ કરે નહિ તથા ક્રોધ થતો હોય તો દબાવી રાખે એ પ્રમાણે કરવાથી આત્માનું મન સાથે એકપણું થવાથી તથા કુશળ પરિણામ થવાથી નો ઇંદ્રિય પ્રણિધિ કહેવાય (તે મનને કબજામાં રાખવાથી થાય છે. એમ સૂચવ્યું.) એ પ્રમાણે પ્રણિધિ ન કરે તો શું દોષ થાય તે કહે છે. ર૯૯I, जस्सवि अ दुप्पणिहिआ होति कसाया तवं चरंतस्स । सो बालतवस्सीविव गयण्हाणपरिस्सम कुणइ ॥३०॥ 'જે તપસ્વી તપ કરતાં ક્રોધ વિગેરે ન રોકે તો તેનું તપ ઉત્તમ નથી, પણ તે બાળ તપસ્વી છે. કારણ કે તે ઉપવાસનું પારણું કરતાં તપના પુન્ય કરતાં વધારે દોષ લગાડે છે. જેમ કે હાથીને સ્નાન કરાવ્યું હોય. તો પણ પોતાના સ્વભાવ પ્રમાણે પાછી ધૂળ અંગ ઊપર નાંખે છે, તેમ ઉપવાસ એક બે ત્રણ કરતાં પારણામાં અનેક વસ્તુનો ઉપયોગ કરે, આધાકર્મી આદિ આહાર વાપરે અથવા તેવી વસ્તુ ન મળતાં ક્રોધ કરી ઘણાં નવાં ચીકણાં કર્મ બાંધે છે, તે વધારે ખુલાસાથી કહે છે..૩૦૦ ___सामान्नमणुचरंतस्स कसाया जस्स उक्कडा होति । मन्नामि उच्छुफुल्लं व निष्फलं तस्स सामन्नं ॥३०१॥ : ' જો સાધુપણું તે પાળે તો પણ બહારથી વેષધારી જાણવો એટલે જો હૃદયમાં ક્રોધ વિગેરે વધારે પ્રમાણમાં રાખે તો ગુરુ મહારાજ કહે છે તેનું સાધુપણું શેરડીના ફૂલ માફક નકામું છે. કારણ કે તેને કર્મની નિર્જરા થતી નથી પણ કર્મ બંધ થાય છે. ૩૦૧ एसो दुविही पणिहो सुद्धो जड़ दोसु तस्स तेसिं च । एत्तो पसत्थमपसत्य लक्खणमझत्थनिप्पन्नं ॥३०२॥ એ પ્રમાણે બે પ્રકારનાં ઇંદ્રિય તથા નો ઈદ્રિય પ્રણિધિ છે તે નિર્દોષ હોય, એટલે જો બહાર અને અંદરની ચેષ્ટા ઇંદ્રિય અને કષાયવાળી હોય તો તે સાધુને આ પ્રમાણે જાણવું. એનો ભાવાર્થ આ છે કે જેને ઇંદ્રિય અને કષાયો કબજામાં હોય, તેનું શુદ્ધ પ્રણિધિ છે, એમાં પણ તત્ત્વ દૃષ્ટિએ જોતાં બહારનાં કરતાં અંદરની ચેષ્ટાની વધારે જરૂર છે. એટલે બાહ્ય ચેષ્ટા કરતાં અંદરની ચેષ્ટા વધારે શાંત હોવી જોઈએ. તથા અંદરની ચેષ્ટા પણ તત્ત્વમાં હોય તો વધારે પ્રશંસવા યોગ્ય છે, તથા અપ્રશસ્ત લક્ષણવાળું પ્રસિધિનું જે અધ્યાત્મ છે તે પણ ખરાબ છે ઊપરથી કોઈ કપટી લોકોને ઠગવા ક્રોધ ન કરે. અને મૌન ધારણ કરીને સમાધિ લગાવે તો તેની સમાધિ નકામી છે. પણ જ્યારે આત્મામાં એકાગ્રતા રાખી કોઈ પણ જાતની સ્મૃા રાખ્યા વિના સ્થિર ચિત્તે સમાધિ કરે તે પ્રશંસવા યોગ્ય છે. ૩૦૨I ૧A સ્થાનાંગ – ૨/૨ B વિ ભાષ્ય – ૨૬૬૮ : ભગવતી સૂ. ૧૨/૫/૨ 0 યોગશાસ્ત્ર - ૪/૧૦/૧૮ Fઆ.નિ. – ગા. ૧૦૮
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy