SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું અધ્યયન શ્રી રવૈઋભિવઝૂત્ર માપાં-૨ - ભાગ 3 अट्ठमं आयारप्पणिहि अज्झयणं આચાર પ્રસિધિ અધ્યયન આઠમું. સાતમું અધ્યયન વાક્ય શુદ્ધિ નામનું કહ્યું અને હવે આઠમું આચાર પ્રણિધિ કહીએ છીએ તેનો આ પ્રમાણે સંબંધ છે. ગયા અધ્યયનમાં મુનિએ વચનના ગુણ દોષ જાણીને નિર્દોષ વચન બોલવું એવું કહ્યું અને અહીંયાં આચારમાં રહેનારનું વચન નિર્દોષ હોય તેથી દરેકે તેમાં પ્રયત્ન કરવો. (પ્રથમ આચાર જાણવા ઉદ્યમ કરવો). पणिहाणरहिअस्सेह, निरवजपि भासि। सावज्जतुल्लं विन्नेअं, अज्झत्येणेह संवुडम् ॥१॥ પ્રણિધાન (ઉત્તમ ધ્યાન) વિનાનું, નિરવદ્ય બોલે તો પણ તે દોષિત વચન જાણવું કારણ કે જે માણસ આત્મામાં, ઉપયોગ સહિત થઈને, જે બોલે તેજ સંવૃત એટલે ઉત્તમ વચન છે. આ પ્રમાણે સાતમા આઠમા અધ્યયનનો સંબંધ બતાવ્યો. એનાં ચાર અનુયોગદ્વાર કહેવાં જોઈએ એ બધું પૂર્વ માફક ઉપન્યાસ કરવો. જ્યાં સુધી નામ નિષ્પન્ન નિક્ષેપો આવે. તે નામ આચાર પ્રણિધિ એવું બે પદવાળું નામ છે. તેમાં પ્રથમ આચારને જરા બતાવીને, પછી પ્રસિધિને બતાવે છે. [૧] जो पुस्विं उदिवो आयारो सो अहीणमइरित्तो । दुविहो अ होइ पणिही दब्वे भावे अ नायवो ॥२९३॥ પૂર્વે યુલ્લિકાચાર કથા નામના ત્રીજા અધ્યયનમાં આચાર શબ્દનું વર્ણન કર્યું છે તે અહીંયાં જરા પણ ઓછો વધતો નહિ અર્થાત્ પૂરેપૂરો આચાર અહીંયાં જાણવો. હવે પ્રણિધિ શબ્દના નિક્ષેપા કહે છે. નામ સ્થાપના સુગમ છે. તે છોડીને દ્રવ્ય અને ભાવ એ નિક્ષેપો બતાવે છે. ર૯૩ दब्वे निहाणमाई मायपउत्ताणि चेव दवाणि । भाविदिअनोइंदिअ दुविहो उ पसत्य अपसत्यो ॥२९॥ દ્રવ્ય સંબંધી પ્રસિદ્ધિ તે નિધાન (ધન વિગેરે) જમીનમાં દાટ્યું હોય તે, તથા આદિ શબ્દથી જાણવું કે, કપટથી જે કૃત્ય થાય તે પણ દ્રવ્યને દ્રવ્ય પ્રણિધિ કહેવાય જેમ કે પુરુષ સ્ત્રીનો વેષ કરીને ભાગે અથવા સ્ત્રી પુરુષનો વેષ કરી નીકળી જાય એ દ્રવ્ય પ્રસિધિ છે. હવે ભાવ પ્રસિધિ કહે છે. તે બે પ્રકારનાં છે. (૧) ઇંદ્રિય પ્રણિધિ (૨) નો ઇંદ્રિય (મન) પ્રસિદ્ધિ છે. તેમાં ઇંદ્રિય પ્રણિધિ પણ બે પ્રકારની છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત છે. તેમાં પ્રથમ પ્રશસ્ત ઇદ્રિય પ્રસિધિને કહે છે. [૧] सद्देसु अ रुवेसु अ गंधेसु रसेसु तह य फासेसु । नवि रज्जइ न वि दुस्सइ एस खलु इंदिअप्पणिही ॥२९५॥ : "શબ્દ રૂપ ગંધ રસ અને સ્પર્શ એમ પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષય છે. તેમાં ચાહે ઈષ્ટ હોય, ચાહે અનિષ્ટ હોય, પણ તેમાં ચક્ષુ વિગેરે ઇંદ્રિયો ને રાજી થાય, ન ખેદ પામે. એવું જેને મધ્યસ્થપણું હોય તે પ્રશસ્ત ઇંદ્રિય પ્રણિધિ કહેવાય, પણ તેથી ઉલટું હોય તો તે અપ્રશસ્ત છે. હવે તેના દોષ કહે છે. ર૯પા सोइंदिअरस्सीहि उ मुक्काहिं सदमुछिओ जीवो । आइअइ अणात्तो सदगुणसमुट्ठिए दोसे ॥२९६॥ કાનના સ્વરૂપ શબ્દ દોરી વડે બંધાએલો જીવ જેમ કોઈ સાંકળથી બાંધે, તેમ કોઈના મધુર શબ્દોમાં વૃદ્ધ (આસક્ત) થએલો જીવ તેમાં ચિત્ત લગાડીને, અકાર્ય કરીને વધ બંધન પામે છે. (સાપ દરમાં રહેલી મોરલીના મધુર અવાજથી બહાર સાંભળવા આવીને મદારીના વશ થઈ આખી જિંદગી દુઃખ પામે છે. તે પ્રમાણે મનુષ્યો પણ સ્ત્રી વિગેરેના મધુર અવાજથી તેમાં લલચાઈ દુ:ખ પામે છે. હવે બીજી ઇંદ્રિયોનું થોડું વર્ણન કરે છે.) ર૯૬/ ૧ A સૂત્ર – ૧/૮૧-૧/૧૬ 9 આ. – ર-૧૫-૧, ૧૮૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy