SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ સાતમું અધ્યયન આકાશ માં વરસાદ ચઢ્યો હોય અથવા એકલું આકાશ હોય. અથવા કોઈ રાજા વિગેરે હોય તો તેને દેવ કહીને બોલાવવો નહિ. તેને દેવ કહે તો જુઠ બોલવાનો દોષ લાગે, તથા ખુશામતનો દોષ લાગે તો કેવી રીતે બોલવું. તે કહે છે. વરસાદ ચઢ્યો છે. વરસાદ ઘેરાયો છે અથવા વૃષ્ટિ થઈ વાદળાં ફેલાયાં છે. I૫૨॥ अंतलिक्खेति णं ब्रूया, गुज्झाणुचरियं ति य । रिद्धिमतं नरं दिस्स, रिद्धिमतं ति आलवे ॥५३॥ આકાશના માટે કહેવું કે આ અંતરીક્ષ છે, અથવા દેવતાઓને ફરવાનું સ્થાન છે. વળી મેઘ અને નભ એ બંને માટે એક જ અર્થ છે. તેને ઊપર પ્રમાણે બોલવું, ધનવાનને ધનવાન શબ્દથી બોલાવવો. જો તેમ ન બોલે તો વ્યવહારમાં જુઠનો દોષ લાગે. (પણ દેવ શબ્દ વડે ન બોલાવવો.) ૫૩॥ तहेव सावज्जणुमोयणी गिरा, ओहारिणी जा य परोवधाइणी । से कोह लोह भयसा व (हास) माणवो, न हासमाणोवि गिरं वइज्जा ॥५४॥ તેજ પ્રમાણે પાપને પ્રશંસનારી ભાષા મુનિએ ન બોલવી કે આ ગામ નાશ પામ્યું તે ઠીક થયું તથા આ એમ જ છે. એવું ન બોલે. તથા બીજાને સંશય ઉત્પન્ન થાય. તેવું પણ મુનિ ન બોલે, તથા માંસ ખાવું તેમાં દોષ નથી, એવું જીવ હિંસાનું દોષિત વચન ન બોલે એ પ્રમાણે ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી, માન, પ્રેમ વિગેરેને અનુસરનારી એવી ભાષા પણ મુનિ ન બોલે. તેમ હસ્તો હસ્તો પણ ન બોલે કારણ કે તેથી ઘણાં દુષ્ટ કર્મો બંધાય છે. I૫૪॥ -स-वक्कसुद्धिं समुपेहिया मुणी, गिरं च दुट्ठ परिवज्जए सया । ભિવં ગજું (કે) અનુવીર્ફ ભાત, સવાન મો તર્ફે સંસનું બી પોતાના વાક્યની શુદ્ધિને રાખીને સાધુ બોલે તથા દુષ્ટ વાણીને પોતે તજે, કેવું બોલે તે કહે છે. સ્વરથી અને પરિમાણથી માપવાળું એટલે સાંભળનારો સાંભળી શકે તથા સમજી શકે તેવું બોલે તથા અદુષ્ટ તે દેશકાળને યોગ્ય વિચારી ને બોલનારો સાધુ ઉત્તમ પુરુષોમાં પ્રશંસા પામે છે. (તેનું વચન બીજા માણસો માન્ય કરે છે.) I૫૫॥ भासाए दोसे य गुणे य जाणिया, तीसे अ दुट्ठाए वि ( परि) वज्जए सया । छ संजए सामणि सया जए, वएज्ज बुद्धे हिअमाणुलोमियं ॥ ५६ ॥ ઊપર બતાવ્યા પ્રમાણે ભાષામાં રહેલા દોષો અને ગુણો જાણીને તેમાં દુષ્ટ વચનો જે હોય તેને છોડી દે. અને છ કાયમાં રક્ષક બનીને સંયત (મુનિ) ચારિત્રના પરિણામવાળો સદા ઉપયોગ રાખીને બુદ્ધિવાન પુરુષ પ્રાણીને હિત કરનારૂં અને પરિણામે સુંદર હોય તેવું મનોહર વચન મુનિઓ બોલે, INFII परिक्खभासी सुसमाहिइंदिए, चउक्कसायावगए अणिस्सिए । से निणे धुण्णमलं पुरेकडं, आराहए लोगमिणं तहा परं ॥५७॥ त्ति बेमि वक्कसुद्धी अज्झयणं समत्तं ॥७॥ અધ્યયન સમાપ્ત કરતાં કહે છે કે વિચાર કરીને બોલનારો તથા ઇંદ્રિયોને વશ રાખનારો તથા ક્રોધ વિગેરે ચાર કષાયને દૂર કરનારો, કોઈના પણ પ્રતિબંધમાં ન રહેતાં સાધુ ધર્મ પાળનારો પોતાના પૂર્વે કરેલાં પાપરૂપી મેલને દૂર કરીને આ લોકમાં વાણીને કબજામાં રાખવા વડે, માન પામે છે, અને પરિણામે પરંપરાએ મોક્ષ પણ પામે છે. આ સૂત્ર અર્થ કહ્યો. હવે નય, પૂર્વ માફક જાણવા. એવું સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે. વિગેરે પૂર્વ માફક જાણવું. વાક્ય શુદ્ધિ નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું. IN૭॥ ૧ ઉત્ત.અ. – ૯ ગા. ૪૮ મુંગેનું સર્વસ્વ માન છે. ૫૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy