SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ પણ કારણે કરીને બોલવું પડે તો આ શરીરે સ્થૂળ છે, અને તેનું શરીર વધેલું છે. અથવા આનંદી છે, અથવા મહાકાય છે, (અર્થાત્ માંસે કરીને વધેલો છે, એવું ન બોલે.)॥૨૩॥ तहेव गाओ दुज्झाओ, दम्मा गोरहग त्ति य । वाहिमा रहजोग्ग त्ति, नेवं भासेज्ज पण्णवं ॥ २४ ॥ આ ગાયો દોહવા યોગ્ય છે. (તેને દોહવાનો વખત થયો છે.) આ ગોધલાઓ (વાછરડાને દમન કરવા યોગ્ય અથવા નાથવા યોગ્ય) સંઘલામાં અથવા ભેંસલામાં પલોટવા યોગ્ય છે. તથા ભાર ઉપાડવા યોગ્ય છે, તથા આ બળદ રથમાં જોડવા યોગ્ય છે, આવું બુદ્ધિમાન સાધુ ન બોલે, કારણ કે તે સાંભળીને તેનો ધણી તે કામ કરે તો તેના અનુમોદનનું પાપ સાધુને લાગે તથા લોકોમાં, એમ કહેવાય કે આ સાધુને હજી સંસારની માયા મૂર્છા છુટી નથી, એમ નિંદા કરે માટે તેવું ન બોલે. ॥૨૪॥ जुवंगवे त्तिणं बूया, धेणुं रसदय त्ति य । रहस्से महल्लए वा वि, वए संवहणे ति यं ॥ २५ ॥ કામ પડે તો આવી રીતે બોલવું, આ જુવાન ગોધલો (વાછરડું) છે, અથવા આ ગોધલો નાનો છે, અથવા ભાર ખેંચવા યોગ્ય છે, એટલે સંવહન, તે રથને જોડવા યોગ્ય છે, એવું બોલે આ કોઈ વખત દિશા બતાવવામાં, બળદ વિગેરે ઉભેલા હોય અને બોલવામાં જરૂર પડે તો ઊપર મુજબ બોલવું કે સાધુને તેનો દોષ ન લાગે. ર૫॥ तहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि य । रुक्खा महल्ल पेहाए, नेवं भासेज्ज पण्णवं ॥ २६ ॥ માણસને ક્રીડાનું સ્થાન તે ઉદ્યાન તથા પર્વત તથા વનનાં ઝાડો મોટાં જોઈને ત્યાં ગએલા સાધુએ ‘આવું પાપનું વચન' ન બોલવું તે કહે છે, ॥૨૬॥ ગત પાસાપમાન, તોરગાળ શિહાન હૈં । તિષ્ઠ-કાન-નાવાળ, અને કાલોબિન ારા આ ઝાડો મહેલ તથા થાંભલા કરવાને યોગ્ય છે, એમાં એક થાંભલાનું મકાન હોય, તો તે મહેલ કહેવાય, અને મકાનને ઘણા થાંભલા હોય તે ઘર વિગેરે જાણીતાં છે, તથા નગરના તોરણ કરવાને યોગ્ય છે, તથા ઘરોમાં દ૨વાજાના ભૂગળો (બારસાખ), ઉલાળો વિગેરે ક૨વાને યોગ્ય છે, આ ઝાડ વહાણ તથા નાવડાં બનાવવાને યોગ્ય છે, તથા આ કુવામાંથી પાણી કાઢવાના રેંટ બનાવવા યોગ્ય છે (તેવું ન બોલે,)॥૨૭॥ પીઢ! વેરે (૪) ૫, નાતે મફ્ળ સિયા । ખંતનકી ૫ નાની વા, લિંગા ૧ અનં સિયા ॥૨૮॥ આ ઝાડ પાટીયાં પાડવાને યોગ્ય છે, આ ઝાડ ચેંગબેર (કથરોટ ચાટવો વિગેરે લાકડાની ચીજો) બનાવવા યોગ્ય છે, આ ઝાડનું હળ બનાવા યોગ્ય છે, તથા આ ઝાડનું મયીક (ખેડૂતો જમીનમાં વાવેલા બીજને ઢાંકી દેવાના માટે ‘સમાર’ એટલે છથી આઠ ફુટનો લાંબો પાટીયાના જેવું હથીઆર વાપરે છે, તે) બનાવવા યોગ્ય છે, તથા સંચાની લાકડી જેમ કે ઘાણી તથા ઘાણીની લાટ તથા શેરડીનો કોલ, ગાડાનું કે રથનું નાભિ જેનામાં પૈડાના આરા નાખવામાં આવે છે. તે વચલું ચકર તથા ગંડીકા સોનીની દુકાનમાં વાપરવાનું લાકડાનું હથિયાર વિગેરે બનાવવા યોગ્ય છે, આવું પાપનું વચન સાધુએ કદી ન બોલવું. ૨૮॥ आसणं सयणं जाणं, होज्जा वा किंचुवस्सए । भूओवघाइणिं भास, नेवं भासेज्ज पण्णवं ॥ २९ ॥ આ ઝાડ બેસવાના પાટલા કરવાને યોગ્ય છે, આ ઝાડ સૂવાના પલંગ બનાવવા યોગ્ય છે, આ રથને યોગ્ય છે, આ ઉપાશ્રયને યોગ્ય છે, અથવા આ બારણાં બનાવવા યોગ્ય છે, અથવા પાત્રા બનાવવા યોગ્ય છે, એવું જીવને દુઃખ દેનારૂં વચન બુદ્ધિમાન સાધુ ન બોલે કારણ કે તેવું વચન બોલતાં સાધુને ઝાડ કાપવાની અનુમોદનાનું પાપ લાગે તથા તેનો સ્વામી વ્યંતર વિગેરે દેવતા કોપાયમાન થાય, તથા ગૃહસ્થ એમ જાણે કે આ સારા લક્ષણવાળું ઝાડ છે, અથવા ઉલટું બોલાયું હોય તો એમ કહે કે આ સાધુઓને બોલવાનું ભાન નથી. II૨૯॥ ૪૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy