SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ "ી ટ્રાવાસ્તિવનૂત્ર ભાષાંતરે - માગ 3 સાતમું અધ્યયન अज्जए पज्जए वा वि, बप्पो चुल्लपिउ ति अ । माउला भाइणेज्ज ति, पुत्ते णत्तुणिअ ति य ॥१८॥ હે દાદા, હે પરદાદા, હે બાપા, હે નાના બાપા, (કાકા) હેમામા, હે ભાણેજા, હે દીકરા, હે પૌત્રા વિગેરે શબ્દો પણ ખુશામત તથા તોછડાઈના છે તે ન બોલે. ૧૮ हे हो हले त्ति अन्ने ति, भट्टा सामिय गोमिय । होल गोल वसुल ति, पुरिस नेवमालवे ॥१९॥ હે હલે, હે અને, (ભરથાર) સ્વામિન, ગોમિન, હોલ, ગોલ વસુલ વિગેરે વચનો પણ પુરુષને કહેવાં નહિ, કારણ ઊપર બતાવ્યાં છે../૧૯ll नामधेज्जेण ण बूया, पुरिसगोत्तेण वा पुणो । जहारिहमभिगिज्झ, आलवेज्ज लवेज्ज वा ॥२०॥ કેવી રીતે બોલવું તે કહે છે જેમ પૂર્વે સ્ત્રીઓની સાથે બોલવાનું બતાવ્યું તેમ અહીં પણ જાણવું. નામ લઈને અથવા અટક ગોત્ર વિગેરેથી બોલાવવા (કયા દેશમાં કેવી રીતે બોલાવવાથી સંતોષ થાય તે રીતિ રિવાજ જાણવા માટે વૃદ્ધ સાધુઓ સાથે નાના સાધુએ વિહાર કરવો યોગ્ય છે કે તે વૃદ્ધ સાધુ તે દેશની રીતિથી જાણીતો થયેલો જેમ બોલે તેમ બીજાએ બોલવું કે ઊપરના દોષ ન લાગે.) IlRoll पंचिंदियाण पाणाणं, एस इत्थी अयं पुम । जाव ण न विजाणेज्जा, ताव जाइ ति आलवे ॥२१॥ - પુરુષ સ્ત્રી સાથે બોલવાનું બતાવી હવે પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયીને કેમ બોલવું તે બતાવે છે. ગાય વિગેરે માર્ગમાં જોએલી હોય તો આ ગાય જ છે પણ બળદ નથી. એવું નિશ્ચયરૂ૫ વચન ન બોલવું. તેમજ આ બળદ જ છે. તેમ પણ ન બોલવું. પણ ફક્ત આ એ જાતિનું છે. તેમ કહેવું એટલે તેવા કારણે કોઈ પૂછે અને ખબર હોય તો. જાતિ કહેવી એટલે ગાય બળદનો પુરુષ સ્ત્રી લિંગનો ભેદ ન પડે. અને જુઠનો દોષ ન લાગે. જો સાધુ ગાયને બળદ કહે અથવા બળદને ગાય કહેતો ગોવાળીઆને પણ સાધુ ઊપર તિરસ્કાર થાય કે જેને ગાય બળદનું પણ ભાન નથી તે સાધુપણું શું પાળતા હશે! આ સંબંધી શંકા અને સમાધાન વૃદ્ધ પુરુષોનું છે. તેથી જાણવું. તે આ પ્રમાણે છે. જો શિષ્ય પૂછે કે લિંગનો ભેદ પડે તો દોષ લાગે એમ હોય તો પૃથ્વી વિગેરેનો નપુંસકપણાનો અધિકાર છતાં સ્ત્રી પુરુષ પણે કેવી રીતે બોલાય છે? જેમ કે પત્થર (પલિંગ) માટી (સ્ત્રીલિંગ) તે પ્રમાણે પાણીનો બરફ. અગ્રિનો તણખો. જ્વાળા તથા પવનનો વા વાયા તથા વનસ્પતિમાં આંબો આંબલી એ પ્રમાણે બેઈન્દ્રિયમાં કૃમિ, જળો, તેઈન્દ્રિયમાં માંકણ, કીડી, ચઉરિન્દ્રિયમાં ભમરો માખી આ બધા દોષ સાધુને કેમ ન લાગે? કારણ કે શાસ્ત્રકારે આ બધામાં ફક્ત નપુંસક વેદ બતાવ્યો છે. છતાં સ્ત્રીલિંગ અને પુલિંગ કેવી રીતે વપરાય? આચાર્યનો ઉત્તર-જનપદ (દેશવાસી) તથા વ્યવહારમાં જેમ લોક બોલે તેમ બોલવામાં હરકત નથી, પણ ફક્ત પંચેન્દ્રિયમાં ગોવાળીઆ વિગેરેને પણ પુરુષ સ્ત્રી લિંગના ભેદ માલુમ છે. ત્યાં વિવેકથી બોલવું; નહિ તો તેઓ કહેશે કે સાધુઓનો ધર્મ સારો નથી, કે ઉલટું બોલે છે. અને જો સંભાળીને સાધુઓ બોલે તો તેને શ્રદ્ધા થતાં સાધુ ધર્મનો પણ લાભ થાય વિગેરે બીજા ગુણો તે મેળવે. રિલા, - तहेव मणुस पसु, पक्खि वा वि सरीसिव । थूले पमेइले वज्झे, पाइमे ति य नो वए ॥२२॥ તે પ્રમાણે માણસમાં વૃદ્ધ જુવાન કોઈપણ હોય અથવા પશુ તે બકરો વિગેરે હોય, પક્ષી તે હંસ વિગેરે અને સરસવ તે અજગર વિગેરે હોય તે પુષ્ટ હોય તથા ચરબીથી ભરેલો હોય તો આ મારવા યોગ્ય છે અથવા મારીને રાંધવા યોગ્ય છે. અથવા જમરાજાને ત્યાં પહોંચાડવા યોગ્ય છે. એવું વાક્ય સાધ ન બોલે: કાર સાંભળવાથી જનાવરને અપ્રીતિ થાય. ભય ઉપજે તથા બીજાને મારવાનું મન થાય તેની અનુમોદના તથા સાધુઓ માંસનું ભક્ષણ કરે છે. એવી પાપની આશંકા બીજાને થાય. માટે તેવું સાધુ ન બોલે. ll૨૨ __ परिवूढे त्ति णं बूया, बूया उवचिए ति य । सजाए पीणिए वा वि, महाकाए ति आलवे ॥२३॥ ૧ A સૂત્ર. કુ. – ૧/૪/૨/૧૩ B આ.. – ૪/૨૫ વૃત્તિ ૪૮
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy