SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું અધ્યયન શ્રી ટ્રાવેનિસૂત્ર માપદંત - માગ રૂ સાધુએ ભાવ સ્નેહ રહિત એવી કઠોર વાણી ન બોલવી તથા મોટા પુરુષનું અપમાન કરનારી ભાષા પણ ન બોલવી. જેમ કે કોઈ નામીચા કુળનો છોકરો હોય તેને કહેવું કે તું તો દાસ છે, આ પ્રમાણે સત્યભાષા બહારથી દેખાતી હોય પણ અંદરથી બીજાને દુઃખ દેનારી હોવાથી સાધુએ તેવી ભાષા પણ છોડવી અર્થાત્ સત્યમાં પણ જો પાપ બંધાતું હોય તો સાધુએ ન બોલવું. ।।૧૧। तहेव काणं काणे ति, पंडगं पंडगे त्ति वा । वाहियं वा वि रोगि त्ति, तेणं चोरे त्ति नो वए ॥१२॥ બીજાનું અપમાન કરનાર પણ સત્ય ભાષા ન બોલવી તે બતાવે છે. જેમ કે, એક આંખવાળાને કાણો તથા નપુંસકને નપુંસક (બાયલો) કહેવાથી દોષ લાગે અથવા વ્યાધિવાળાને રોગીઓ, ચોરને ચોર, એવું પણ ન કહેવું. કારણ કે તેથી અપ્રીતિ, લજ્જાનો નાશ, સ્થિર રોગની બુદ્ધિ, વિરાધના વિગેરે દોષ છે. ૧૨ एएणऽन्नेण अट्ठेण, परो जेणुवहम्मई । आयारभावदोसण्णू, ण तं भासिज्ज पण्णवं ॥१३॥ એજ પ્રમાણે બીજાં કાંઈ પણ બોલતાં જેના વડે બીજો દુઃખ પામે તથા તેવા કોઈપણ પ્રકારે, બીજાનું મન દુઃખાતું હોય તો આચારભાવના દોષને જાણનારો, મર્યાદામાં રહેલો સાધુ ન બોલે.।।૧૩।। तहेव होले गोले त्ति, साणे वा वसुले त्ति य । दमए दुहए वा वि, (नेवं) न तं भासेज्ज पण्णवं ॥१४॥ તે પ્રમાણે હોલ ગોલ, કુતરો, વસુલ (શૂદ્ર જાતિ) ભિખારી, દુર્ભાગી એવું વચન પણ ઉત્તમ સાધુ બીજાને ન કહે. આ જગ્યાએ હોલ વિગેરે જે શબ્દો જે જે દેશમાં વપરાતા હોય તે શબ્દો સાંભળનારને માઠું લગાડનારા હોવાથી તેવા વચનનો નિષેધ કર્યો છે. (ગુજરાતમાં પણ પાજી, કૃપણ, ભ્રષ્ટાચારી, પતિત, વંઠેલ વિગેરે પુરુષને તથા સ્ત્રીને રાંડ, અભાગણી, વાંઝણી વિગેરે કઠોર શબ્દ બોલાય છે તે સાંભળનારને દુઃખકારક હોવાથી સાધુએ ન બોલવા, તે પ્રમાણે ગૃહસ્થે પણ ન બોલવા.)।।૧૪। अज्जिए पज्जिये वावि, अम्मो माउसिय त्ति वा । पिउस्सिए भायंणेज्ज त्ति, धूए नतुणिए त्ति य ॥१५॥ સાધુએ ગૃહસ્થ સ્ત્રી પુરુષની સાથે સગાં વહાલાંના શબ્દો ન બોલવા તે બતાવે છે. પ્રથમ સ્ત્રીનું બતાવે છે. જેમકે, હે, આર્જીકા (દાદી) પ્રાર્જીકા (વડાદાદી) અથવા હે મા, હે માસી, હૈ ફોઈ, હે ભાણેજી, હે દીકરી વિગેરે આ બધાં આમંત્રણનાં વચનો છે. તે સાધુએ ન બોલવાં. ॥૧૫॥ हले हले त्ति अन्ने ति, भट्टे सामिणि गोमिणि । होले गोले वसुले त्ति, इत्थिअं नेवमालवे ॥१६॥ તે પ્રમાણે હલે (અલી) હલી તથા ભટાણી અથવા ગોમિનિ તથા હોલે ગોલે વસુલે વિગેરે જુદા જુદા દેશમાં લોકમાં આમંત્રણનાં વચનો બોલાતાં હોય તેમાંના કેટલાંક ખુશામતનાં, કેટલાંક તોછડાઈનાં છે. તેથી ઊપર કહેલા વચનોથી સ્ત્રીઓને ન બોલાવવી. જો તે પ્રમાણે બોલીએ તો તેને પ્રેમ થાય અથવા અંદરથી દ્વેષ થાય અથવા ધર્મની નિંદા થાય કે સાધુ શા માટે ખુશામત કરતા હશે? કે અપમાનના વચનો બોલતા હશે? ।।૧૬।। नामधेज्जेण णं बूया, इत्थीगोत्तेण वा पुणो । जहारिहमभिगिज्झ, आलवेज्ज लवेज्ज वा ॥१७॥ સ્ત્રીઓ સાથે કેમ બોલવું તે બતાવે છે. તેનું નામ આવડતું હોય તો નામ દઈને બોલાવવી અથવા તેનું ગોત્ર આવડતું હોય તો તે ગોત્રના નામે બોલાવવી જેમ કે કાશ્યપ ગોત્ર વાલી! જે દેશમાં જે પ્રમાણે બોલાતું હોય તે પ્રમાણે વિચારીને ઊપરના દોષ ન લાગે તેમ બોલાવવી. થોડું બોલવું તે લપન કહેવાય અને વધુ બોલવું તે આલપન કહેવાય, જેમ કે મધ્ય દેશમાં બુઢ્ઢી સ્ત્રીને ઈશ્વરા કહેવાથી સંતોષ પામે છે. અને બીજા દેશમાં ધર્મપ્રિયા કહેવાથી સંતોષ માને છે. માટે વિચારીને બોલવું કે કોઈને ખોટું ન લાગે. હવે પુરુષને બોલાવવાની વિધિ કહે છે. II૧૭॥ ૧ આ.ચૂં. - ૪/૧૦ ૪૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy