SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दंशवैकालिकसूत्र भाषांतर - भाग ३ સાતમું અધ્યયન वितहं पि तहामुत्तिं, जं गिरं भासए नरो । तम्हा सो पुट्ठो पावेणं, किं पुणं जो मुसं वए ? ॥५॥ હવે જુઠ ન બોલવાની રીત બતાવે છે. અસત્ય વચન મૂર્તિના વિષયમાં બોલે અર્થાત્ પુરુષનો વેષ પહેરીને સ્ત્રી પોતે પુરુષની ભાષા બોલતી હોય, તે સમયે કોઈ તેને જાણનારો એમ કહે કે એ સ્ત્રી ગાય છે. અથવા એ (સ્ત્રી) આવે છે. આવું બોલવાથી બોલનારને બોલવાના સમયે જ જુઠ બોલવાનું પાપ બંધાઈ જાય છે. તો જે જાણી જોઈને જીવોને નુકશાન કરનારી જુઠી ભાષા બોલે તો તેને કેટલો બધો દોષ લાગે? અર્થાત્ ઘણો જ, (સ્ત્રી પુરુષનો વેષ પહેરે તે સમયે વર્તમાન કાળને અનુસરી પુરુષ જ કહેવાય જેમકે નાટકમાં રાજાનો વેષ પહેરીને કોઈ સ્ત્રી આવે તો તેને વહેવારમાં પુરુષ જ કહેવાય છે. તે પ્રમાણે પુરુષ સ્ત્રીનો વેષ પહેરે તો તેને સ્ત્રી કહેવી. એથી ઉલટું બોલે તો જુઠ બોલવાનો દોષ લાગે તેવું જુઠ પણ ન બોલવું તો જીવોને પીડનારૂં ખરૂં જુઠ કેવી રીતે બોલાય?)INI तम्हा गच्छामो वक्खामो, अमुगं वा णे भविस्सई । अहं वा णं करिस्सामि, एसो वा णं करिस्सई ॥६॥ તે જ પ્રમાણે અમૂર્ત વસ્તુ અંગીકાર કરીને પણ બોલતો બંધાય છે. જેમ કે અમે કાલે અહીંથી જઈશું જ અથવા અમે એમ સવા૨ે તેના ઔષધ માટે બોલીશું જ તથા અમારૂં કાર્ય ઘર વિગેરે થશે જ હું આ લોચ (સાધુના બાલનું દૂર કરવું) નિયમથી કરીશ જ. અથવા આ સાધુ અમારી સેવા કરશે જ.IIFI एवमाई उ जा भासा, एसकालंमि संकिया । संपयाईयमट्ठे वा, तं पि धीरो विवज्जए ॥७॥ એવી અથવા તે સિવાયની જેમ કે હું તને પુસ્તક આપીશ જ આવી ભવિષ્યકાળના વાસ્તે જે ભાષા નિશ્ચયપણે બોલાય તેમાં અંતર્ મુહૂર્ત વિગેરે પણ વિઘ્નવાળાં છે, તો તેથી ભવિષ્યમાં થાય અથવા ન પણ થાય તથા વર્તમાન અને ભૂતના વિષયમાં શંકાવાળી છતાં નિશ્ચય વાળી ભાષા બોલવી એ પણ દોષનું કારણ છે. જેમ કે સ્ત્રી પુરુષનો નિશ્ચય ન હોય અને એ પુરુષ છે. એ વર્તમાનકાળ આશ્રયીને દોષ છે તથા બળદીઓ અથવા ગાય અથવા સ્ત્રી વિગેરે કંઈ પણ દેખતાં નિશ્ચય ન હોય તો કહી દે કે મેં ગોધો જોયો છે, ગાય જોઈ છે, આવું જે કંઈ શંકાવાળું હોય તે પણ નિશ્ચયરૂપે બોલતાં દોષ લાગે છે માટે તે ભાષા બુદ્ધિમાન સાધુ હોય તે ન બોલે કારણ કે ખોટું પડતાં જુઠનો જ દોષ લાગે અને વિઘ્ન થતાં ન જવાય તો ગૃહસ્થો નિંદા કરે તેથી સાધુએ દરેક વખતે વિચારીને અભિપ્રાય જણાવવો હોય તો પ્રાયે શબ્દ બોલવો અથવા જેવો સમય તેવું બનશે. (હાલમાં સાધુઓને કોઈ વિનંતી કરે તો વર્તમાન જોગ એ શબ્દ વાપરે છે.)I9II अईयम्मिय कालम्मि, पच्चुप्पन्नमणागए । जमठ्ठे तु न जाणेज्जा, एवमेयंति नो वए ॥८॥ સાધુ ભૂતકાળ સંબંધી અથવા વર્તમાન કે ભવિષ્ય સંબંધી જે અર્થને બરોબર પોતે ન જાણે તે પણ સાધુએ ન બોલવું. (આ અજાણ પણે ગમે તેમ ન બોલવું એ સૂચવ્યું છે) ॥૮॥ अईयम्मि य कालम्मि, पच्चुप्पन्नमणागए । जत्थ संका भवे तं तु, एवमेयं ति नो वए ॥९॥ તે જ પ્રમાણે ત્રણે કાળને આશ્રયીને જે બાબતમાં શંકા જેવું હોય તે વિષયને આશ્રયીને પણ પોતે નિશ્ચયાત્મક ન બોલે.।૯।। अईयम्मि य कालम्मि पच्युप्पन्नमणागए । निस्संकिअं भवे जं तु, एवमेयं तु निद्दिसे ॥१०॥ ત્રણે કાળ આશ્રયીને જે કંઈ બોલવું હોય અને તેમાં ભૂત વર્તમાન કે ભવિષ્ય સંબંધી જેનો પૂરો નિશ્ચય કર્યો હોય અને નિરવદ્ય હોય તે જ વિષયને બોલે બીજા આચાર્ય કહે છે કે અહીં એવો અર્થ કરવો કે સાધુને કંઈપણ બોલવું હોય તો પરિમિત ભાષા વડે બોલવું એટલે મૂળ સૂત્રમાં (સ્તોક સ્તોક) શબ્દ છે. તેનો અર્થ પરિમિત બોલવાનો કર્યો.૧૦|| तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी । सच्चावि सा न वत्तव्या, जओ पावस्स आगमो ॥११॥ ૪૬
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy